‘Ahlan Modi’ ‘હેલો મોદી’ ઈવેન્ટમાં લાગ્યા મોદી મોદીના નારા… મોદીએ કહ્યુ ભારત UAE દોસ્તી જીંદાબાદ
બુધવારે અબુધાબીમાં બનેલા સૌપ્રથમ હિંદુ મંદિરનું ઉદ્દઘાટન કરવાના છે એ પહેલા વડાપ્રધાન મોદી અહલાન મોદી ઈવેન્ટમાં પહોંચ્યા હતા. અહીં તેમણે ભારતીય સમુદાય સંબોધિત કર્યુ. વડાપ્રધાનના પહોંચતા જ સમગ્ર સ્ટેડિયમ મોદી મોદીના નારાથી ગૂંજી ઉઠ્યુ હતુ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEની મુલાકાતે છે. જ્યાં PM UAEની રાજધાની અબુધાબીમાં ‘અહલાન મોદી’ કાર્યક્રમમાં NRIને સંબોધિત કરી રહ્યા છે. આ પહેલા પીએમ મોદીએ અબુધાબીમાં હિંદુ મંદિરના નિર્માણ માટે જમીન ઉપલબ્ધ કરાવવામાં સહયોગ માટે UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનનો આભાર માન્યો હતો.
પીએમ મોદીએ અબુ ધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરતા કહ્યું કે આજે તમે લોકોએ અબુ ધાબીમાં નવો ઈતિહાસ રચ્યો છે. આજે દરેક દિલની ધડકન કહી રહી છે કે ભારત-UAE દોસ્તી જિંદાબાદ
બુધવારે UAE પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરનું ઉદ્ઘાટન કરશે, જે અબુધાબીમાં પથ્થરોથી બનેલું પહેલું હિન્દુ મંદિર હશે. PM એ UAE ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનનો પણ મંદિરના નિર્માણ માટે જમીન ઉપલબ્ધ કરાવવામાં સહકાર આપવા બદલ આભાર માન્યો હતો.
- PM એ કહ્યું કે અબુ ધાબીમાં BAPS મંદિર એ રાષ્ટ્રપતિ સલમાન બિન જાયેદની ભારત પ્રત્યેની લાગણી અને UAE ના ઉજ્જવળ ભવિષ્ય માટેના તેમના વિઝનનું ઉદાહરણ છે. દુબઈ-અબુ ધાબી શેખ ઝાયેદ હાઈવે પર અલ રહેબા નજીક અબુ મુરીખાહમાં સ્થિત BAPS હિન્દુ મંદિર લગભગ 27 એકર વિસ્તારમાં બાંધવામાં આવ્યું છે અને તેનું નિર્માણ કાર્ય 2019 થી ચાલી રહ્યું છે.
- અમારા અમીરાતના સાથીઓએ ભારતીયોને તેમના હ્રદયમાં સ્થાન આપ્યુ છે અને તેમને સુખ-દુ:ખમાં ભાગીદાર પોતાના ભાગીદાર બનાવ્યા છે. કોવિડ સમયે શેખે કહ્યું હતું કે તમે બિલકુલ ચિંતા ન કરો. તેણે અહીં તમામ પ્રકારની તૈયારીઓ કરી હતી.
- યુએઈમાં તેઓ જે રીતે તમારા લોકોની સંભાળ રાખે છે અને ચિંતા કરે છે તેવુ ભાગ્યેજ જોવા મળે છે. આવી સ્થિતિમાં તેમનો આભાર માનવા માટે તાજેતરમાં તેમની ગુજરાતની મુલાકાત દરમિયાન લોકો માં લોકો ઘરની બહાર આવી ગયા હતા. જ્યારે પણ હું શેખને મળું છું ત્યારે તેઓ ભારતીયોની ઘણી પ્રશંસા કરે છે.
- છેલ્લા 10 વર્ષમાં યુએઈની આ મારી 7મી મુલાકાત છે. આજે પણ ભાઈ શેખ મોહમ્મદ બિન ઝાયેદ મને એરપોર્ટ પર રિસીવ કરવા આવ્યા હતા. મને ખુશી છે કે અમને ચાર વખત ભારતમાં તેમનું સ્વાગત કરવાની તક પણ મળી છે. થોડા દિવસો પહેલા જ તેઓ ગુજરાત આવ્યા ત્યારે તેમનો આભાર વ્યક્ત કરવા માટે લાખો લોકો રસ્તાની બંને બાજુએ એકઠા થયા હતા.
- એ પહેલી મુલાકાતમાં જ મને એવું લાગ્યું કે જાણે હું મારી નજીકના કોઈના ઘરે આવ્યો છું. તેઓ પણ એક પરિવારની જેમ મારું સ્વાગત કરી રહ્યા છે. તે સ્વાગત મારું ન હતું, તે સ્વાગત 140 કરોડ ભારતીયોનું હતું. તે UAE માં રહેતા દરેક ભારતીયનું સ્વાગત હતુ. એક એ દિવસ હતો અને એક આજનો દિવસ છે.
- હું શેખ ઝાયેદનો આભારી છુ કે તેઓ સમય કાઢી અહીં આવ્યા. શેખ અલ નાહયાન પણ આજે આપણી સાથે હાજર છે. આજે હું આ શાનદાર આયોજન માટે આભાર વ્યક્ત કરું છું. હું જ્યારે પ્રથમવાર આવ્યો ત્યારે વર્તમાન રાષ્ટ્રપતિ તેમના 5 ભાઈઓ સાથે મને રિસિવ કરવા માટે ઍરપોર્ટ પર આવ્યા હતા.
- જે માટીમાં તમે જન્મ લીધો એ માટીની ખુશ્બુ હું આપના માટે લાવ્યો છુ. હું તમારા 140 કરોડ ભારતીય ભાઈ-બહેનોનો સંદેશ લઈને આવ્યો છું અને એ સંદેશ છે ભારતને તમારા પર ગર્વ છે. દરેક ભારતીયને તમારા પર ગર્વ છે. એક ભારત, શ્રેષ્ઠ ભારતની આ સુંદર તસ્વીર અને અવાજ અબુધાબીના આકાશની પાર જઈ રહી છે.
- ભારત-UAE ની મિત્રતા જેટલી જમીન પર મજબુત છે એટલો જ તેનો પરચમ અંતરિક્ષમાં પણ લહરાઈ રહ્યો છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં છ મહિના પસાર કરનાર પ્રથમ અવકાશયાત્રીને ભારત વતી હું અભિનંદન આપું છું. તેમણે યોગ દિવસ પર અવકાશમાંથી ભારતને શુભેચ્છા પાઠવી હતી, આ માટે હું તેમનો આભાર માનું છું.
- આપણા સંબંધ ટેલેન્ટ, ઈનોવેશન અને સંસ્કૃતિના છે. અમે દરેક સમયે આપણા સંબંધોને નવી ઉર્જા આપી છે. અમે બંને દેશો સાથે મળીને ચાલી રહ્યા છીએ અને આગળ વધ્યા છીએ. આજે UAE ભારતનું ત્રીજું સૌથી મોટું વેપાર ભાગીદાર છે. આજે UAE સાતમું સૌથી મોટું રોકાણકાર છે. ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ અમારી ભાગીદારી વધુ મજબૂત બની રહી છે.
- ભારત અને UAE સમયની કલમથી દુનિયાના પુસ્તક પર વધુ સારા ભાગ્યનો હિસાબ લખી રહ્યા છે. ભારત અને UAE વચ્ચેની મિત્રતા આપણી સંયુક્ત સંપત્તિ છે. અમે એક સારા ભવિષ્યની શાનદાર શરૂઆતમાં કરી રહ્યા છીએ. આ બંને દેશો વચ્ચેના સંબંધો હજારો વર્ષ જૂના છે અને દિવસે ને દિવસે વધુ મજબુત થઈ રહ્યા છે.
- મિત્રો, આજે દરેકે-દરેક ભારતીયનું સ્વપ્ન 2047 સુધીમાં ભારતને એક વિકસીત રાષ્ટ્ર બનાવવાનું છે. દુનિયાનો એ દેશ જેની અર્થ વ્યવસ્થા ઘણી ઝડપથી આગળ વધી રહી છે. એ દેશ ભારત છે. ભારત સ્માર્ટ ફોન ડેટા યુઝ કરવામાં નંબર વન છે. ભારતમાં સૌથી વધુ મિલ્ક પ્રોડક્શન થાય છે.
- ઈન્ટરનેટ યુઝર્સના મામલે આપણુ ભારત દુનિયામાં બીજા નંબર પર છે. આપણુ ભારત બીજા નંબરનું સૌથી મોટિ મોબાઈલ ઉત્પાદન છે. ભારત તેના પ્રથમ પ્રયાસમાં જ ચંદ્ર પર પહોંચ્યો છે. ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જેણે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પોતાનો ધ્વજ લગાવ્યો છે.ૉ
- વડાપ્રધાન મોદીએ કહ્યુ ભારતની સિદ્ધિ એ દરેક ભારતીયની સિદ્ધિ છે. 10 વર્ષમાં ભારત 11મા નંબરની અર્થવ્યવસ્થામાંથી વિશ્વની 5 માં નંબરની ઈકોનોમી બની ગયું છે. મને દરેક ભારતીયની ક્ષમતામાં એટલો સંપૂર્ણ વિશ્વાસ છે.
- પીએમ મોદીએ તેમના ત્રીજા કાર્યકાળમાં ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાની ખાતરી આપી છે અને મોદીની ગેરંટી એટલે કે ગેરંટી પૂરી થવાની ગેરંટી છે. અમારી સરકાર લોકોના જીવનધોરણને સુધારવા માટે સતત કામ કરી રહી છે. અમે ચાર કરોડથી વધુ પરિવારોને પાક્કા મકાનો આપ્યા છે. અમે 10 કરોડથી વધુ પરિવારોને નલ સે જલના પાણીના જોડાણ આપ્યા છે.
- અમે 50 કરોડ લોકોને બેંકિંગ સાથે જોડ્યા છે. લોકોને મફત સારવારની સુવિધા આપી છે. ગામડાઓ અને ગ્રામીણ વિસ્તારોના લોકોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે અમે 1.5 લાખથી વધુ આરોગ્ય મંદિરો બનાવ્યા છે. જેઓ ભૂતકાળમાં ભારતની મુલાકાતે આવ્યા છે તેઓ જાણે છે કે ભારતમાં કેટલી ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે.
- આજે ભારતની ઓળખ નવા આઈડિયા અને નવા ઈનોવેશન દ્વારા બની રહી છે. આજે ભારતની ઓળખ એક વાઇબ્રન્ટ ટુરિઝમ ડેસ્ટીનેશન તરીકે બની રહી છે. તમે બધા ભારતમાં આવેલી ડિજિટલ ક્રાંતિને જાણો છો. તેની પ્રશંસા સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. તેનો લાભ આપને પણ મળે તેનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ.
- ભારતના સહયોગથી કાર્ડ સિસ્ટમને યુએઈએ નામ આપ્યુ છએ જીવન. આ સુંદર નામ યુએઈએ આપ્યુ છે. બહુ જલ્દી યુએઈમાં યુપીઆઈ સિસ્ટમ શરૂ થનાર છે. તેનાથી યુએઈ અને ભારતીય ખાતા વચ્ચે સીમલેસ ટ્રાન્જેક્શન થઈ શકશે. ભારતના વધતી ક્ષમતાએ વિશ્વમાં આશા જગાડી છે.
- આજે ભારત અને યુએઈ મળીને વિશ્વના વિશ્વાસને મજબુત કરી રહ્યા છે. આપ સહુએ પણ જોયુ કે ભારતે ઘણી સફળ G20 સમિટનું આયોજન કર્યું. આમાં પણ અમે યુએઈને એક પાર્ટનર તરીકે આમંત્રિત કર્યુ હતુ. આજે વિશ્વ ભારતને વિશ્વ બંધુ તરીકે જોઈ રહ્યું છે. જ્યા પણ સંકટ આવે છે, ત્યારે સૌપ્રથમ પહોંચનારા દેશોમાં પ્રથમ ભારતનું નામ હોય છે.
- ભારત અને UAE મળીને 21મી સદીનો નવો ઈતિહાસ લખી રહ્યા છે. આ માટેનો સૌથી મોટો આધાર તમે લોકો છો. તમે અહીં જે મહેનત કરી રહ્યા છો તેનાથી ભારતને પણ ઉર્જા મળી રહી છે. તમે બધા ભારત અને UAE વચ્ચેના વિકાસ અને મિત્રતાને આ જ પ્રકારે મજબૂત કરતા રહો.
- આજનું સશક્ત ભારત દરેક કદમ પર આપ સહુની સાથે છે. ગત 10 વર્ષમાં આપે જોયુ છે કે જ્યાં પણ વિદેશમાં ભારતીયોને મુશ્કેલી આવી, ભારત સરકારે ઝડપી પગલા લીધા છે. યુક્રેન, સુડાન, યમન અને બીજા સંકટ દરમિયાન ફસાયેલા હજારો ભારતીયોને ત્યાંથી સુરક્ષિત ભારત લાવવામાં આવ્યા. દુનિયામાં વસેલા અને દુનિયાના અલગ અલગ હિસ્સામાં કામ કરનારા ભારતીયોની મદદ માટે સરકાર દિવસરાત કામ કરી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે સંયુક્ત આરબ અમીરાત (UAE)ની રાજધાની અબુ ધાબી પહોંચી ગયા છે. અહીં તેઓ બુધવારે પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન બન્યા બાદ તેમની યુએઈની આ સાતમી મુલાકાત છે. પીએમ મોદીએ 2015માં પહેલીવાર UAEની મુલાકાત લીધી હતી. 34 વર્ષમાં આ પ્રથમ વખત હતો જ્યારે કોઈ ભારતીય વડાપ્રધાન યુએઈની મુલાકાતે ગયા હતા.