Diwali પૂર્વે દિલ્લીમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ ગંભીર બની, એર ક્વોલિટી ઈન્ડેક્સ 400ની ઉપર

દેશમાં દિવાળીના (Diwali 2022) તહેવાર પૂર્વે દિલ્લી હવા ધીરે ધીરે ઝેરી બની રહી છે, દિવાળી અને શિયાળાના સમયમાં દિલ્લીમાં પ્રદુષણ(Air Pollution)  તેના ઉચ્ચતમ સ્તરે હોય છે. જેની આશંકાને લઇને હવા ગુણવત્તા વ્યવસ્થાપન કમિશને ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનનો બીજો તબક્કો લાગુ કરી દીધો છે.

Diwali પૂર્વે દિલ્લીમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ ગંભીર બની, એર ક્વોલિટી ઈન્ડેક્સ 400ની ઉપર
Delhi Air PollutionImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2022 | 8:10 PM

દેશમાં દિવાળીના (Diwali 2022) તહેવાર પૂર્વે દિલ્લી હવા ધીરે ધીરે ઝેરી બની રહી છે, દિવાળી અને શિયાળાના સમયમાં દિલ્લીમાં પ્રદુષણ(Air Pollution)  તેના ઉચ્ચતમ સ્તરે હોય છે. જેની આશંકાને લઇને હવા ગુણવત્તા વ્યવસ્થાપન કમિશને ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનનો બીજો તબક્કો લાગુ કરી દીધો છે. જેના લીધે હોટેલ, રેસ્ટોરન્ટ અને ભોજનાલયમાં કોલસા અને લાકડાઓના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. દેશની રાજધાની દિલ્લીના મોટાભાગના વિસ્તારમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ ગંભીર બની રહી છે. દિવાળી નજીક છે.. તેવામાં દિલ્લીના કેટલાક વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 400ની ઉપર જઇ રહ્યો છે. જે અત્યંત ગંભીર માનવામાં આવે છે. દિલ્લીના આનંદ વિહારમાં AQI 406 પહોંચી ગયો છે. જેમાં પ્રદુષણની અસર સીધી લોકોના સ્વાસ્થય પર પડી રહી છે.

રાજધાનીમાં હવાની ગુણવત્તા સતત ખરાબ શ્રેણીમાં

શનિવારે દિલ્લીના ઘણા વિસ્તારોમાં PM 2.5 300થી ઉપર દેખાઈ રહ્યું છે. જેના કારણે આગામી દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બને તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. દિલ્લીને અડીને આવેલા નોઈડામાં પણ સ્થિતિ ગંભીર છે. હકીકતમાં, ભારતીય હવામાન વિભાગના અનુસાર, લઘુત્તમ તાપમાન 17.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું છે. રાષ્ટ્રીય રાજધાનીમાં હવાની ગુણવત્તા સતત ખરાબ શ્રેણીમાં રહી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જ્યારે NCRના ફરીદાબાદ, ગાઝિયાબાદ અને ગુડગાંવમાં પણ પ્રદૂષણનું સ્તર ખૂબ જ ખરાબ હોય છે. દિલ્હી-NCR વિશ્વના 5 સૌથી પ્રદૂષિત શહેરોમાં અનેક વખત ટોચ પર આવ્યું છે. એટલે જ ખરાબ હવાની ગુણવત્તાને કારણે તબીબો વૃદ્ધો, બાળકો અને બીમાર લોકોને પણ ઘરની બહાર ન નીકળવાની સૂચના આપી રહ્યા છે, સાથે જ પ્રદૂષણમાં પણ વધારો થવાથી લોકો બિમાર પડી શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">