AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિવાળીના તહેવારના પગલે ST અને ખાનગી બસોમાં મુસાફરોનો ધસારો, વધારે ભાડાની વસુલાત કરાતી હોવાનો આરોપ

ચાલુ વર્ષે પણ દિવાળીના (Diwali 2022) તહેવારને લઈ વધારાનું સંચાલન કરવા માટે સજ્જ થઈ ગયા છે. એસટી નિગમ પ્રવાસીઓ માટે વધારાની 2300 બસો દોડાવવામાં આવી રહી છે. અમદાવાદ વિભાગથી પણ વધારાની 700 બસો દોડાવવામાં આવી રહી છે.

દિવાળીના તહેવારના પગલે ST અને ખાનગી બસોમાં મુસાફરોનો ધસારો, વધારે ભાડાની વસુલાત કરાતી હોવાનો આરોપ
દિવાળીમાં એસટી અને ખાનગી બસોમાં પ્રવાસીઓનો ધસારો
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2022 | 4:22 PM
Share

દિવાળીની (Diwali 2022) રજાઓની ગુજરાતીઓ આખુ વર્ષ રાહ જોતા હોય છે. તહેવારોમાં ફરવા ન જાય તો ગુજરાતી નહીં અને એટલે જ દિવાળીના તહેવારોને લઈ ST અને ખાનગી ટ્રાવેલ્સની (Private Travels) બસોમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. ખાનગી બસોએ ભાડામાં ત્રણ ગણા સુધી વધારો કર્યો છે. બીજી તરફ એસટીએ બસની સંખ્યા વધારી હોવા છતાં બસ ઓછી પડી રહી છે. સૌથી વધારે સૌરાષ્ટ્ર તરફ જનારા મુસાફરોનો ધસારો વધી ગયો છે. જેમાં રાજકોટ (Rajkot) , પોરબંદર, દ્વારકા, સોમનાથ, જામનગર અને જૂનાગઢ તરફ જતા મુસાફરોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. બસ સ્ટેશન પર મુસાફરોના ટોળા જોવા મળે છે. રિઝર્વેશન નહીં કરાવનાર મોં માગ્યા પૈસા આપીને વતન જવા અધીરા બન્યા છે.

તો દિવાળીના તહેવારોમાં ST બસ બાદ હવે ખાનગી બસો પણ હાઉસફુલ થઈ છે. તહેવાર મનાવવા પરિવાર સાથે લોકો વતન જઈ રહ્યા હોવાથી અમદાવાદથી સૌરાષ્ટ્ર જતી ખાનગી બસોમાં ભારે ભીડ જોવા મળી હતી. સામાન્ય દિવસો કરતા દિવાળી પર ખાનગી બસોના સંચાલકો 200 રૂપિયા વધુ ભાડૂ વસૂલી રહ્યા હોવાનો પ્રવાસીઓનો આરોપ છે.

તો મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે ગુજરાત એસટી નિગમ (GSRTC) દ્વારા વધારાનની 2300 બસો દોડાવવામાં આવી રહી છે. એસટી નિગમ તરફથી દરેક તહેવારમાં પ્રવાસીઓ માટે વિશેષ વ્યવસ્થા કરતા હોય છે. ત્યારે તંત્ર દ્વારા 19થી 24 ઓક્ટોબર દરમિયાન વધારાની બસો દોડાવવામાં આવી રહી છે.

ચાલુ વર્ષે પણ દિવાળીના તહેવારને લઈ વધારાનું સંચાલન કરવા માટે સજ્જ થઈ ગયા છે. એસટી નિગમ પ્રવાસીઓ માટે વધારાની 2300 બસો દોડાવવામાં આવી રહી છે. અમદાવાદ વિભાગથી પણ વધારાની 700 બસો દોડાવવામાં આવી રહી છે.. જેથી પ્રવાસીઓને બસની સુવિધા મળી રહે. આ તરફ સુરતમાં સૌથી વધુ સૌરાષ્ટ્રવાસીઓ વસી રહ્યા છે. સાથે સાથે ગુજરાતભરમાંથી લોકો દિવાળી વેકેશન દરમિયાન વતનમાં જતા હોય. જેને લઈ સુરત વિભાગમાંથી વધારાની 1550 બસો દોડાવવાનું આયોજન છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, પંચમહાલ, દાહોદ, ગોધરા, ઝાલોદ માટેનુ વધારાનુ સંચાલન કરાશે. આ માટે તમામ અધિકારી હેડકવટર્સમાં રહી સંચાલનમાં મદદ કરશે તો બીજી તરફ ટ્રેનમાં પણ મુસાફરોનો ધસારો રહેતો હોવાથી રેલ્વે વિભાગ દ્વારા પણ ફેસ્ટિવલ સ્પેસિયલ ટ્રેનો દોડાવવામાં આવશે.

Follow Us
બાંગ્લાદેશી મુસ્લિમોના મત નથી જોઈતા, બંગાળમાં રાષ્ટ્રનો વિજય
બાંગ્લાદેશી મુસ્લિમોના મત નથી જોઈતા, બંગાળમાં રાષ્ટ્રનો વિજય
ગુજરાતમાં સ્થપાશે વધુ બે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ
ગુજરાતમાં સ્થપાશે વધુ બે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ
સુરત: પશ્ચિમ બંગાળના નામે વેપારી સાથે 7 કરોડની ઠગાઈ, બેની ધરપકડ
સુરત: પશ્ચિમ બંગાળના નામે વેપારી સાથે 7 કરોડની ઠગાઈ, બેની ધરપકડ
રાજકોટ: PGVCLના MDના નામે મોટુ ફ્રોડ, અધિકારીએ ટ્રાન્સફર કર્યા 45 લાખ
રાજકોટ: PGVCLના MDના નામે મોટુ ફ્રોડ, અધિકારીએ ટ્રાન્સફર કર્યા 45 લાખ
વડોદરામાં નકલી નોટનો 'મોટો ખેલ'! પોલીસની બાજ નજરે પકડી પાડ્યું નેટવર્ક
વડોદરામાં નકલી નોટનો 'મોટો ખેલ'! પોલીસની બાજ નજરે પકડી પાડ્યું નેટવર્ક
"ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા..." જુઓ Viral Video
અમદાવાદ: કોંગ્રેસ કોર્પોરેટરનું LC બોગસ? DEO ની તપાસમા થયો મોટો ખુલાસો
અમદાવાદ: કોંગ્રેસ કોર્પોરેટરનું LC બોગસ? DEO ની તપાસમા થયો મોટો ખુલાસો
15 વર્ષથી કેનાલ શોભાના ગાંઠિયા સમાન, પાણી માટે ખેડૂતોની ચીમકી
15 વર્ષથી કેનાલ શોભાના ગાંઠિયા સમાન, પાણી માટે ખેડૂતોની ચીમકી
રેપિડો રીક્ષા ચાલકોએ ત્રિકોણબાગ ખાતે નોંધાવ્યો વિરોધ, જુઓ Video
રેપિડો રીક્ષા ચાલકોએ ત્રિકોણબાગ ખાતે નોંધાવ્યો વિરોધ, જુઓ Video
ઈશાન કિશનને આ નાનકડા ફેન્સ માટે કંઈક એવુ કર્યુ કે લોકો જોતા રહી ગયા
ઈશાન કિશનને આ નાનકડા ફેન્સ માટે કંઈક એવુ કર્યુ કે લોકો જોતા રહી ગયા
g clip-path="url(#clip0_868_265)">