યુવાઓ કઈ દિશામાં જઈ રહ્યા છે ? ભાભીઓના પ્રેમમાં પડે છે અને પછી મોતના ઘાટ ઉતરે છે, જાણો શું છે આની પાછળનું રહસ્ય
ભારતમાં એવા સંબંધો વધી રહ્યા છે કે, જ્યાં સ્ત્રીઓની ઉંમર પુરુષ કરતા ઘણી વધારે હોય છે. કેટલીક સ્ત્રીઓ તેમના પ્રેમી કરતા 20 વર્ષ નાની હોય છે, જ્યારે કેટલીક તો 30 વર્ષ નાની હોય છે.

એક સમયે પ્રેમને સૌથી સુંદર સંબંધ માનવામાં આવતો હતો. લોકો કહેતા હતા કે, જો બે લોકો એકબીજાને પ્રેમ કરે છે , તો બાકીની દુનિયા તેમના વિશે શું વિચારે છે તેનાથી કોઈ ફરક પડતો નહોતો. જો કે, આજકાલ કેટલાક એવા કિસ્સાઓ બહાર આવ્યા છે કે જેને જોઈને અથવા તો સાંભળીને આપણે પોતે વિચારમાં પડી જઈએ છીએ.
નોંધનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં એવા સંબંધો વધી રહ્યા છે કે જેમાં સ્ત્રીની ઉંમર પુરુષ કરતાં ઘણી વધારે હોય છે. પ્રેમમાં પડેલા લોકોની ઉંમરમાં ક્યારેક 20 વર્ષનો તફાવત હોય છે, તો ક્યારેક 30 વર્ષનો તફાવત હોય છે. પ્રેમી-પંખીડાઓ સમાજનું વિચાર્યા વગર પ્રેમ કરી બેસે છે અને પછી અંતમાં રોવા બેસે છે.
પ્રેમમાં કોઈની હત્યા થઈ, કોઈએ આત્મહત્યા કરી અને ક્યાંક હત્યાને અકસ્માત તરીકે બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આજના સમયમાં આ વલણને સમજવું મહત્વપૂર્ણ છે, કારણ કે આ ફક્ત એક છોકરી કે છોકરાની વાત નથી. આ વાત સમાજની વિચારધારા, સંબંધોમાં શંકા અને અહંકાર તેમજ માનસિક તણાવની ઊંડાઈ દર્શાવે છે.
જાણો કેમ આ મુદ્દો મહત્ત્વનો છે?
- મે 2025 માં, નાગપુરમાં એક ઓફિસમાંથી 35 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો . તેણે લોખંડના સળિયાથી મારી કાઢવામાં આવી હતી. આ ઘટનામાં હત્યારો બીજો કોઈ નહીં પણ તેનો 25 વર્ષીય પ્રેમી હતો. તેણે પોલીસને કહ્યું, ” તે મારી સાથે વાત કરવાનું બંધ કરી રહી હતી, હું તે સહન કરી શક્યો નહી.”
- આવી જ રીતે, રાજસ્થાનના ઝુનઝુનુમાં એક 45 વર્ષીય મહિલાએ તેના 14 વર્ષ નાના પ્રેમીની મદદથી તેના પતિની હત્યા કરી. પહેલા તેઓએ દારૂ પીધો પછી હુમલો કર્યો અને લાશ છુપાવવાનો પ્રયાસ કર્યો . તેઓએ બધાને કહ્યું કે, આ એક અકસ્માત હતો. જો કે, પોલીસ તપાસમાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
- તેલંગાણામાં એક મહિલાએ તેના બોસ સાથે મળીને તેના પતિની હત્યા કરી. મહિલાનું તેના બોસ સાથે અફેર હતું અને આ સંબંધ વિશે કોઈને ખબર નહોતી, જ્યારે પતિની હત્યા કરવામાં આવી ત્યારે પોલીસ તપાસમાં ખબર પડી કે મહિલા તેના બોસ સાથે રિલેશનમાં હતી.
શું ઉંમરનો તફાવત જ એકમાત્ર કારણ છે?
આ બધા કિસ્સાઓમાં, હત્યાનું કારણ ફક્ત એક જ વસ્તુ હોય તેવું ન કહી શકાય પરંતુ એક વાત સ્પષ્ટ છે કે, જ્યારે પ્રેમીઓ વચ્ચે ઉંમરમાં વધારે તફાવત હોય, ત્યારે સંબંધો ઘણીવાર ભાવનાત્મક સંતુલન જાળવી શકતા નથી. ઘણીવાર નાનો જીવનસાથી સંબંધની ગંભીરતાને સમજી શકતો નથી અને પછી સંબંધ તૂટી જાય છે. હવે જો સંબંધમાં દખલગીરી કરવામાં આવે તો ગુસ્સો, બદલો અને અહંકાર ખૂબ જ ખતરનાક સ્વરૂપ ધારણ કરે છે.
બીજી બાજુ, સમાજ અને પરિવાર પણ આવા સંબંધોને સરળતાથી સ્વીકારતા નથી. જો સ્ત્રી ઉંમરમાં મોટી હોય, તો અનેક પ્રકારની વાતો સાંભળવી પડે છે. કેટલાક લોકો તો આવા સંબંધને ‘અશ્લીલ’ પણ કહે છે.