AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka: Banની ધમકીઓથી ડરતું નથી બજરંગ દળ, કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ VHPનું મોટુ નિવેદન

કર્ણાટકમાં ભાવિ કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતા VHP મહાસચિવ મિલિંદ પરાંડેએ કહ્યું કે જો કોંગ્રેસ બજરંગ દળ પર પ્રતિબંધ મૂકશે તો અમે ધર્મ, સમાજ અને સંસ્કૃતિ માટે જે યોગ્ય છે તે કરીશું.

Karnataka: Banની ધમકીઓથી ડરતું નથી બજરંગ દળ, કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ VHPનું મોટુ નિવેદન
ફાઈલ ફોટોImage Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: May 14, 2023 | 7:12 PM
Share

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 135 બેઠકો મેળવીને જીત મેળવી હતી, જે બાદ ફરી એકવાર બજરંગ દળ પર પ્રતિબંધ લગાવવાની ચર્ચાઓ થવા લાગી છે. બીજી બાજુ, વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના મહાસચિવ મિલિંદ પરાંડેએ આ મામલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા, તેમણે કહ્યું કે અમે અમારા સહયોગી સંગઠન બજરંગ દળના પ્રતિબંધની ધમકીથી ડરતા નથી, કોંગ્રેસ પાર્ટી દ્વારા તેના વચન મુજબ મેનિફેસ્ટોમાં કહ્યું હતું કે કોંગ્રેસની કર્ણાટકમાં સરકાર આવશે તો બજરંગ દળને બેન કરવામાં આવશે.

આ પણ વાચો: Viral Video: કર્ણાટકમાં કોંગ્રેસની જીત પર Pakistan ઝિંદાબાદના લાગ્યા નારા, પોલીસે નોંધી FIR

એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા પરાંડેએ કહ્યું કે કર્ણાટકમાં સરકાર બનાવ્યા બાદ જો કોંગ્રેસ હિન્દુઓ પ્રત્યે નફરતના કારણે બજરંગ દળ પર પ્રતિબંધ મૂકશે તો અમે અમારી સંસ્કૃતિ, ધર્મ અને સમાજની રક્ષા માટે જે યોગ્ય હશે તે કરીશું. આ માટે અમે પહેલેથી જ તૈયાર બેઠા છીએ. 1992માં બાબરી ધ્વંસનો ઉલ્લેખ કરતાં VHP નેતાએ કહ્યું કે તે સમયે પણ કોંગ્રેસે અમારા સંગઠન પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ કોર્ટે પ્રતિબંધ ખોટો હોવાનું કહીને પ્રતિબંધ ઉઠાવી લીધો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આકરી ટીકા કરી હતી

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં બજરંગ દળ પર પ્રતિબંધ લગાવવાની વાત કરી હતી. તેમણે બજરંગ દળની તુલના પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) જેવા સંગઠન સાથે કરી હતી. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રદેશ ભાજપની સાથે કોંગ્રેસની પણ આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના લોકોએ પહેલા ભગવાન રામ પર પ્રતિબંધ લગાવ્યો, હવે તેઓ હનુમાનજી પર પ્રતિબંધ લગાવવામાં લાગેલા છે.

ત્રણ દાયકા બાદ કોંગ્રેસે મોટા વોટ શેર સાથે જીત મેળવી છે

જેના પર કોંગ્રેસે પલટવાર કરતા કહ્યું કે ભાજપના લોકો બિનજરૂરી રીતે બજરંગ બલીની તુલના બજરંગ દળ સાથે કરી રહ્યા છે. આ સાથે જ કર્ણાટકમાં જીત બાદ કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભગવાન હનુમાન કોંગ્રેસની સાથે છે. તમને જણાવી દઈએ કે કર્ણાટકમાં એક અઠવાડિયા પહેલા ચૂંટણી થઈ હતી. જેનું પરિણામ શનિવારે એટલે કે 13મી મેના રોજ આવ્યું હતું. ત્રણ દાયકા બાદ ફરી એકવાર કોંગ્રેસ પાર્ટીએ મોટા વોટ શેર સાથે જીત મેળવી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">