પુલવામા આતંકી હુમલા બાદ આ DMને આવ્યો ગુસ્સો અને છુટા કર્યા એવા આદેશો કે સેંકડો પાકિસ્તાનીઓએ દેશ છોડી તાત્કાલિક ભાગવું પડશે
પુલવામા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં આક્રોશ છે. તમામ લોકોનો ગુસ્સો પાકિસ્તાન જ નહીં, પણ તેના નાગરિકો સામે પણ ફૂટી રહ્યો છે. TV9 Gujarati Web Stories View more આજનું રાશિફળ તારીખ : 11-10-2024 ટેસ્ટમાં સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારનાર બેટ્સમેન ગંદુ અને પીળુ પડી ગયેલુ મોબાઈલ કવર મિનિટોમાં થઈ જશે સાફ, બસ કરી લો […]
પુલવામા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં આક્રોશ છે. તમામ લોકોનો ગુસ્સો પાકિસ્તાન જ નહીં, પણ તેના નાગરિકો સામે પણ ફૂટી રહ્યો છે.
બૉલીવુડે તો પાકિસ્તાની કલાકારો અને અભિનેતાઓ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. આવું જ એક પગલું બીકાનેર વહીવટી તંત્રે ભર્યું છે, કારણ કે પુલવામા હુમલામાં માર્યા ગયેલા શહીદોમાં રાજસ્થાનના પણ સપૂતો છે. તેથી રાજસ્થાનમાં પણ ભારે રોષ છે.
રાજસ્થાનના બીકાનેર જિલ્લા અધિકારી કુમાર પાલ ગૌતમે પુલવામા આતંકી હુમલા બાદ આદેશોની એક યાદી જાહેર કરી છે. આ આદેશો IPCની કલમ 144 હેઠળ તાત્કાલિક લાગુ કરી દેવાયા છે. આ આદેશોમાં એક કડક આદેશ આ પણ છે કે બીકાનેરમાં રહેતા પાકિસ્તાની નાગરિકો 48 કલાકની અંદર બીકાનેર જિલ્લો છોડી દે.
આ સાથે જ DM કુમાર પાલ ગૌતમે બીકાનેર સરહદી વિસ્તારમાં બનેલી હોટેલોમાં પાકિસ્તાની નાગરિકોના રોકાવા, તેમને આશ્રય આપવા ઉપર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. ડીએમનો આ આદેશ આગામી બે મહિના સુધી લાગુ રહેશે.
[yop_poll id=1583]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]