મહારાષ્ટ્ર બાદ છત્તીસગઢમાં બેકાબૂ કોરોના, દુર્ગ જિલ્લામાં અંતિમ સંસ્કાર માટે જગ્યાની અછત

દુર્ગ જિલ્લાની હાલત એવી છે કે કોરોનાથી મૃત્યુઆંક બેકાબૂ બની રહ્યો છે, દુર્ગ જિલ્લા કલેકટરે ન્યૂઝ એજન્સીને કહ્યું અગાઉ અંતિમ સંસ્કાર બે સ્થળોએ કરવામાં આવતા હતા. છેલ્લા બે દિવસમાં કોરોનાથી મૃત્યુઆંક વધ્યો છે અને ઘણા મૃતદેહોને સ્મશાનમાં લાવવામાં આવી રહ્યા છે. અમે અંતિમ સંસ્કાર માટે વધુ 2-3 સ્થાનો શોધી રહ્યા છીએ.

  • tv9 webdesk33
  • Published On - 18:30 PM, 3 Apr 2021
મહારાષ્ટ્ર બાદ છત્તીસગઢમાં બેકાબૂ કોરોના, દુર્ગ જિલ્લામાં અંતિમ સંસ્કાર માટે જગ્યાની અછત
મહારાષ્ટ્ર બાદ છત્તીસગઢમાં બેકાબૂ કોરોના

મહારાષ્ટ્ર પછી Corona  વાયરસને કારણે છત્તીસગઢ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય બની રહ્યું છે. શુક્રવારે છત્તીસગઢમાં કોરોના વાયરસના 4, 174 નવા કેસ નોંધાયા છે. જેની બાદ ત્યાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા 3 ,57, 978 પર પહોંચી છે.

જયારે દુર્ગ જિલ્લાની હાલત એવી છે કે Corona થી મૃત્યુઆંક બેકાબૂ બની રહ્યો છે. દુર્ગ જિલ્લામાં 964 કેસ નોંધાયા છે. પરિસ્થિતિ એવી બની ગઈ છે કે સ્મશાનગૃહો અને કબ્રસ્તાનમાં અંતિમ સંસ્કાર માટે કોઈ સ્થાન નથી. વહીવટી તંત્રે અહીં 6 એપ્રિલથી 14 એપ્રિલ સુધી લોકડાઉન લગાવી દીધું છે.

દુર્ગ જિલ્લા કલેકટરે ન્યૂઝ એજન્સીને કહ્યું અગાઉ અંતિમ સંસ્કાર બે સ્થળોએ કરવામાં આવતા હતા. છેલ્લા બે દિવસમાં કોરોનાથી મૃત્યુઆંક વધ્યો છે અને ઘણા મૃતદેહોને સ્મશાનમાં લાવવામાં આવી રહ્યા છે. અમે અંતિમ સંસ્કાર માટે વધુ 2-3 સ્થાનો શોધી રહ્યા છીએ.

દુર્ગમાં 6 થી 14 એપ્રિલ સંપૂર્ણ લોકડાઉન

દુર્ગ જિલ્લામાં Corona વાયરસના કેસો વધતા વહીવટી તંત્રએ 6 થી 14 એપ્રિલ સાત દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે. દુર્ગના જિલ્લા કલેકટર સર્વેશ્વર ભૂરે(Durg Collector Sarveshwar Bhure )એ લોકડાઉનની જાહેરાત કરી છે. કલેકટર સર્વેશ્વર ભૂરેએ નાગરિકોને અપીલ કરી છે કે જિલ્લામાં ઝડપથી ફેલાતા કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રિત કરવા માટે લોકડાઉન દ્વારા કોરોનાની ગતિને અંકુશમાં લેવી ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે.

સરકારે લોકડાઉન માટે જિલ્લાઓને છૂટ આપી
છત્તીસગઢમાં Corona વાયરસના વધતા જતા સંક્રમણને લઈને સરકાર એક પછી એક મહત્વપૂર્ણ નિર્ણયો લઇ રહી છે.
રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સ્થાનિક સંજોગોને ધ્યાનમાં રાખીને લોકડાઉન અંગે નિર્ણય લેવાનો અધિકાર જિલ્લા કલેક્ટરોને આપ્યો છે. આ અગાઉ રાજધાની રાયપુર સહિ‌ત રાજ્યના અનેક જિલ્લાઓમાં રાત્રે દુકાન નહીં ખોલવાના આદેશો જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય કેટલાંક જિલ્લાઓમાં રાત્રે કર્ફ્યુ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ રાયપુરમાં કલમ 144 પણ લાગુ છે.

મહારાષ્ટ્રમાં પણ લોકડાઉનની શક્યતા

મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની છે. જેના પગલે પુના જિલ્લામાં બાર, હોટલ અને રેસ્ટોરેન્ટને 7 દિવસ માટે બંધ છે. આ સાથે જ જિલ્લામાં સાંજના 6 થી સાંજના છ વાગ્યા દરમિયાન ૧૨ કલાકનો નાઇટ કર્ફ્યુ પણ લગાવવામાં આવ્યો છે.