AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પદ્મભૂષણથી સન્માનિત થયા બાદ આનંદ મહિન્દ્રાએ પોતાને ‘અયોગ્ય’ ગણાવ્યા! કારણ જણાવી લોકોનું જીતી લીધું દિલ

આનંદ મહિન્દ્રાએ અન્ય એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, "વર્તમાન સરકારે પદ્મ પુરસ્કાર સન્માનિતની યાદીમાં પરિવર્તનકારી ફેરફાર કર્યો છે. હવે ધ્યાન દેશના લોકો પર છે જેઓ સમાજ અને દેશના સુધારણામાં પોતાનું અજોડ યોગદાન આપે છે.

પદ્મભૂષણથી સન્માનિત થયા બાદ આનંદ મહિન્દ્રાએ પોતાને 'અયોગ્ય' ગણાવ્યા! કારણ જણાવી લોકોનું જીતી લીધું દિલ
Anand Mahindra honored with Padma Bhushan
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 7:21 AM
Share

આ વર્ષે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત દેશના નાગરિક પુરસ્કાર સમારોહમાં 7 લોકોને પદ્મ વિભૂષણ, 10 લોકોને પદ્મ ભૂષણ અને 102 લોકોને પદ્મ શ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2021 માટે જે લોકોને નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે તેમાં સામાન્ય લોકોથી લઈને મોટી હસ્તીઓ સામેલ છે. જે લોકોએ પોતાના કામ અને મજબૂત ઈરાદાથી દેશને ગૌરવ અપાવ્યું તેમાં હરેકલા હજબાનું નામ સામેલ છે જેમણે રસ્તા પર નારંગી વેચીને કમાયેલા પૈસાથી બાળકોના શિક્ષણ માટે ગામમાં શાળા ખોલી છે.

આનંદ મહિન્દ્રાને સન્માનિત કરાયા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશના જાણીતા ઉદ્યોગપતિ અને મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાને રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. આનંદ મહિન્દ્રાને વેપાર અને ઉદ્યોગમાં તેમના યોગદાન બદલ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આનંદ મહિન્દ્રાના નેતૃત્વ હેઠળ મહિન્દ્રા ગ્રૂપે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓટોમોબાઈલથી લઈને આઈટી અને એરોસ્પેસ સુધીના ઘણા મુખ્ય ઔદ્યોગિક ક્ષેત્રોમાં પોતાનું અને દેશનું નામ રોશન કર્યું છે.

જાણો આનંદ મહિન્દ્રાએ એવોર્ડનો શ્રેય કોને આપ્યો? રાષ્ટ્રપતિના હાથે પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત થયા બાદ આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી. આ સાથે તેણે એક એવી વાત પણ કહી, જેણે આખા દેશનું દિલ જીતી લીધું. આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર લખ્યું, “મારા પદ્મ ભૂષણ પુરસ્કાર માટે તમારા અભિનંદન બદલ આપ સૌનો આભાર. એક જૂની કહેવત છે – જો તમે વાડની ઉપર કાચબાને જોશો, તો તમે ખાતરીપૂર્વક જાણો છો કે તે જાતે ત્યાં પહોંચશે નહીં. હું મહિંદ્રાઈટ્સના ખભાના ટેકે ઉભો છું.

આનંદ મહિન્દ્રાએ અન્ય એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, “વર્તમાન સરકારે પદ્મ પુરસ્કાર સન્માનિતની યાદીમાં પરિવર્તનકારી ફેરફાર કર્યો છે. હવે ધ્યાન દેશના લોકો પર છે જેઓ સમાજ અને દેશના સુધારણામાં પોતાનું અજોડ યોગદાન આપે છે. હકીકતમાં, હું આવા લોકોની યાદીમાં સામેલ થવાને લાયક નથી લાગતો.”

આનંદ મહિન્દ્રા પોતાને પદ્મ પુરસ્કાર માટે લાયક નથી માનતા આનંદ મહિન્દ્રાના આ બે ટ્વિટમાં બે બહુ મોટા સંદેશ છુપાયેલા છે. પહેલા ટ્વીટમાં તેણે કહ્યું હતું કે, જે કામ માટે તેમને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે તેને પૂર્ણ કરનાર તે એકમાત્ર વ્યક્તિ નથી. તેમને આ સન્માન માટે લાયક બનાવવા માટે, મહિન્દ્રા સાથે એક યા બીજી રીતે જોડાયેલા તમામ લોકોનો સહકાર છે. તે જ સમયે, અન્ય એક ટ્વિટ દ્વારા, તે કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે કે અગાઉની સરકારોમાં, ફક્ત તે જ લોકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા જેઓ પહેલાથી જ મોટી હસ્તી હતા. જ્યારે આ સરકારમાં એવા લોકોનું સન્માન કરવામાં આવી રહ્યું છે જેઓ પાયાના સ્તરેથી દેશના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે. આ જ કારણ છે કે તેઓ પોતાની સાથે ઉભા રહેવા માટે પોતાને લાયક નથી માનતા.

આ પણ વાંચો : Petrol Diesel Price Today: રાહતના સમાચાર, આજે પણ મોંઘુ ન થયું તમારા વાહનનું ઇંધણ, જાણો પેટ્રોલ – ડીઝલના ભાવ

આ પણ વાંચો : Paytm IPO: શા માટે પેટીએમ આઈપીઓને જોખમભર્યો માનવામાં આવી રહ્યો છે? શું છે ફંડ મેનેજરનો દાવો, જાણો અહી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">