14 વર્ષ બાદ માચિસના ભાવમાં થશે વધારો, 1 ડિસેમ્બરથી માસિચનો ભાવ થશે ડબલ
Matchbox Price Increase: પાંચ મુખ્ય માચિસ ઉદ્યોગના પ્રતિનિધિઓની સર્વસંમતિથી 1 ડિસેમ્બરથી માચિસની કિંમત 1 રૂપિયાથી વધારીને 2 રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે.
એક એવી વસ્તુ જેનો ભાવ 14 વર્ષથી વધ્યો નથી. મોંઘવારીના મારમાં તેનો વજન થોડો ઓછો જરૂર થયો છે, પરંતુ તેની કિંમત (Price) વધી નથી. પરંતુ હવે 14 વર્ષના સમયગાળા બાદ 1 રૂપિયામાં મળતી માચિસનું બોક્સ (Matchbox) મોંઘું થવા જઈ રહ્યું છે. આગામી મહિનાથી માચિસની ડબ્બી 2 રૂપિયામાં મળશે.
પાંચ મુખ્ય માચિસ ઉદ્યોગના પ્રતિનિધિઓની સર્વસંમતિથી 1 ડિસેમ્બરથી માચિસની કિંમત 1 રૂપિયાથી વધારીને 2 રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લી વખત માચિસની કિંમતમાં સંશોધન 2007 માં થયું હતું, ત્યારે તેની કિંમત 50 પૈસાથી વધીને 1 રૂપિયા કરવામાં આવી હતી. માચિસની કિંમતમાં વૃદ્ધિનો નિર્ણય ગુરૂવારે શિવકાશીમાં ઓલ ઈન્ડિયા ચેમ્બર ઓફ માચિસની બેઠકમાં લેવામાં આવ્યો હતો.
ઉદ્યોગના પ્રતિનિધિઓએ કાચા માલની કિંમતોમાં હાલમાં થયેલી વૃદ્ધિને કિંમત વધારાનું કારણ ગણાવ્યું છે. નિર્માતાઓએ જણાવ્યું કે, માચિસ બનાવા માટે 14 પ્રકારના કાચા માલની જરૂર હોય છે. એક કિલોગ્રામ લાલ ફોસ્ફરસની કિંમત 425 રુપિયાથી વધીને 810 રૂપિયા થઈ છે.
આ પ્રકારે મીણ 58 રૂપિયાથી 80 રૂપિયા, બહારનું બોક્સ બોર્ડ 36 રૂપિયાથી 55 રૂપિયા અને અંદરનું બોક્સ બોર્ડ 32 રૂપિયાથી 58 રૂપિયા સુધી પહોંચી ગયું છે. કાગળ, પોટેશિયમ ક્લોરેટ અને સલ્ફરની કિંમતમાં પણ 10 ઓક્ટોબરથી વૃદ્ધી થઈ છે. ડીઝલની વધતી કિંમત પણ બોઝ વધારી રહ્યું છે.
નેશનલ સ્મોલ મેચબોક્સ મૈન્યુફેક્ચરર્સ સંગઠનના સચિવ વીએસ સેથુરથિનમે જણાવ્યું કે, નિર્માતા 600 માચિસ (દરેક બોક્સમાં માચિસની 50 દિવાસળી) એક બંડલ 270 રૂપિયાથી લઈ 300 રૂપિયા સુધીમાં વેચાય રહ્યું છે. સંગઠને પોતાના યુનિટથી વેચાણ મૂલ્ય 60 ટકા વધારીને 430-480 રૂપિયા પ્રતિ બંડલ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં 12 ટકા જીએસટી અને પરિવહનનો ખર્ચ પણ શામેલ છે.
સમગ્ર તમિલનાડુમાં આ ઉદ્યોગમાં પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ તરીકે લગભગ ચાર લાખ લોકો કાર્યરત છે અને પ્રત્યક્ષ કર્મચારીઓમાં 90% થી વધુ મહિલાઓ છે. ઉદ્યોગ કર્મચારીઓને સારી ચૂકવણી કરી એક વધુ સ્થિર કાર્યક્ષમતાને આકર્ષવાની આશા રાખી રહ્યા છે.
આ પણ વાંચો: T20 World Cup : ભારતના એવા સ્ટાર ખેલાડીઓ જેમણે ટી 20 વર્લ્ડકપથી ડેબ્યુ કર્યું, હજુ પણ 2 ખેલાડી રમી રહ્યા છે.
આ પણ વાંચો: લમખાગા પાસમાં ફસાયેલા 17 ટ્રેકર્સમાંથી 11ના મોત, એરફોર્સનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ