AAPના આ નેતાનો દાવો, ભાજપમાં જોડાવા માટે કરવામાં આવી રહ્યું છે દબાણ, નહીં જોડાઈએ તો ED કરશે ધરપકડ

|

Apr 02, 2024 | 11:22 AM

દિલ્હી સરકારના મંત્રી આતિશી માર્લેનાએ કહ્યું છે કે મને ભાજપમાં જોડાવા માટે કહેવામાં આવ્યું છે. જો હું આવું નહીં કરું તો ED એક મહિનામાં મારી ધરપકડ કરશે. સાથે જ તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીના 4 નેતાઓ - હું, સૌરભ ભારદ્વાજ, દુર્ગેશ પાઠક અને રાઘવ ચઢ્ઢાને જેલમાં નાખવામાં આવશે.

AAPના આ નેતાનો દાવો, ભાજપમાં જોડાવા માટે કરવામાં આવી રહ્યું છે દબાણ, નહીં જોડાઈએ તો ED કરશે ધરપકડ
AAP

Follow us on

દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા આતિશી માર્લેનાએ મંગળવારે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે તેમને ભાજપમાં જોડાવાની ઓફર કરવામાં આવી છે. જો તે ભાજપમાં નહીં જોડાય તો ED દ્વારા તેની ધરપકડ કરવામાં આવશે. આતિશીએ કહ્યું કે આ ઓફર મને મારા નજીકના વ્યક્તિ દ્વારા આપવામાં આવી હતી. આ દરમિયાન આતિશીએ ઘણા વધુ ખુલાસા કર્યા. આતિશીએ વધુમાં કહ્યું કે, આમ આદમી પાર્ટીના ચાર નેતાઓની ધરપકડ કરવામાં આવશે. મને, સૌરભ ભારદ્વાજ, દુર્ગેશ પાઠક અને રાઘવ ચઢ્ઢાને જેલમાં ધકેલી દેવામાં આવશે.

આતિશીએ કહ્યું કે મારા પરિવારના સભ્યો અને મારા સંબંધીઓના ઘરે દરોડા પાડવામાં આવશે. આ પછી સમન્સ મોકલવામાં આવશે. પછી બધાની ધરપકડ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આતિશીએ ગઈકાલે એટલે કે સોમવારે જ આ ખુલાસાની માહિતી આપી હતી. સીએમ અરવિંદ કેજરીવાલને જેલ મોકલવામાં આવ્યા બાદ આતિષીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે તે મંગળવારે 10 વાગે મોટો ખુલાસો કરશે. તમને જણાવી દઈએ કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 15 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

હાલ તે દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. ગઈ કાલે જ્યારે કેજરીવાલ દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટમાં હાજર થયા ત્યારે કેજરીવાલની પત્ની ઉપરાંત આતિશી અને સૌરભ ભારદ્વાજ પણ કોર્ટમાં હાજર હતા. સુનાવણી દરમિયાન EDએ કોર્ટને જણાવ્યું કે પૂછપરછ દરમિયાન કેજરીવાલે આતિશી અને સૌરભ ભારદ્વાજનો ઉલ્લેખ કર્યો. કેજરીવાલે કહ્યું કે વિજય નાયરે તેમને નહીં પરંતુ આતિશી અને સૌરભને જાણ કરી હતી. આ બંને નામો સામે આવ્યા બાદ રાજકારણ વધુ તેજ બન્યું છે. ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સમાં ભાજપે કેજરીવાલ પર જોરદાર નિશાન સાધ્યું હતું.

Next Article