ભારત જોડો બાદ હવે હાથ પગ તોડો યાત્રાનું નિવેદન આપનારા કોંગ્રેસના નેતા સામે ફરિયાદ દાખલ

|

Jan 28, 2023 | 7:46 AM

ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કોંગ્રેસની આગામી ઝુંબેશ હાથ-પગ તોડવા જોઈએ. ફરિયાદને ટાંકીને પોલીસ અધિકારીએ કહ્યું કે જૈને ગુરુવારે જબલપુરમાં યોજાયેલી તેમની પાર્ટીની જાહેર સભા દરમિયાન આ વાંધાજનક ટિપ્પણી કરી હતી.

ભારત જોડો બાદ હવે હાથ પગ તોડો યાત્રાનું નિવેદન આપનારા કોંગ્રેસના નેતા સામે ફરિયાદ દાખલ
Gujarat Congress

Follow us on

કોંગ્રેસના જબલપુર જિલ્લા ગ્રામીણ અધ્યક્ષ નિલેશ જૈન વિરુદ્ધ કથિત રીતે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ શુક્રવારે અહીં કેસ નોંધવામાં આવ્યો છે. ગુરુવારે અહીં કોંગ્રેસની જનસભાને સંબોધતા જૈને કહ્યું હતું કે, હું તમામ લોકોને કહેવા માંગુ છું કે (કોંગ્રેસની) ભારત જોડો યાત્રા પણ શરૂ થઈ ગઈ છે, આજથી હાથ સે હાથ જોડો યાત્રા પણ શરૂ થઈ છે અને તે પછી જો આપણે કોઈ સાંભળતું નથી, તો કોંગ્રેસનું આગામી અભિયાન જબલપુરમાં ભ્રષ્ટાચારીઓ સામે હાથ-પગ તોડવા જોઈએ.

જૈનના નિવેદનનો વીડિયો ટ્વિટર પર શેર કરતા મધ્ય પ્રદેશ બીજેપી પ્રવક્તા નરેન્દ્ર સલુજાએ લખ્યું, કોંગ્રેસનું આગામી અભિયાન હાથ-પગ તોડવાનું છે, જબલપુરના નવનિયુક્ત જિલ્લા અધ્યક્ષ નિલેશ જૈન આવી ભાષા બોલી રહ્યા છે.

પીએમ મોદી પર હિંસક ટિપ્પણી કરવામાં આવી છે

આ પહેલા તેમના એક પૂર્વ મંત્રી (રાજા પત્રિયા)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે હિંસક ટિપ્પણી કરી હતી અને તે હજુ પણ જેલમાં છે. શાહપુરા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર એસએલ વર્માએ જણાવ્યું કે ભારતીય જનતા યુવા મોરચાના જબલપુર જિલ્લા ગ્રામીણ અધ્યક્ષ રાજમણિ સિંહની ફરિયાદ પર જૈન વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 504 સહિત સંબંધિત કલમો હેઠળ આ FIR નોંધવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

કોંગ્રેસ નેતાએ જાહેર સભામાં આપ્યું નિવેદન

તેમણે કહ્યું કે સિંહે તેમની ફરિયાદમાં કહ્યું છે કે જૈન કહી રહ્યા છે કે ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કોંગ્રેસની આગામી ઝુંબેશ હાથ-પગ તોડવા જોઈએ. ફરિયાદને ટાંકીને પોલીસ અધિકારીએ કહ્યું કે જૈને ગુરુવારે જબલપુરમાં યોજાયેલી તેમની પાર્ટીની જાહેર સભા દરમિયાન આ વાંધાજનક ટિપ્પણી કરી હતી.

ભારત જોડો યાત્રામાં રાજનીતિ

ભારત જોડો યાત્રામાં દરેક વખતે રાજનીતિની ચર્ચા શા માટે થાય છે, જવાબમાં રાહુલ ગાંધી કહે છે કે ‘ આ યાત્રા ભારતને જોડવાની યાત્રા છે. આ યાત્રા કોગ્રેસ પાટી માટે કોગ્રેસના વર્કર માટે ખાસ મારા માટે તપસ્યા જેવી છે. આનાથી અમે ઘણું શીખવા મળ્યું.3800 કિલોમીટરની યાત્રા છે. કોગ્રેસ એક પોલીટીકલ પાર્ટી છે, અને કોગ્રેસ પાર્ટીનું આ યાત્રામાં જોડાણ રહે તો,થોડી રાજનૈતિક વાતો તો થશે અને એ નેચરલ છે, લોકો અમને પુછે આવીને મળે છે, તેમના સવાલોની ચર્ચા કરે છે, એમા તે પોલિટીકલ બાબતો કહે કે સવાલ ઉઠાવે છે હું એ લોકોના સવાલને લોકો સમક્ષ રજુ કરૂ છું.’

Published On - 7:46 am, Sat, 28 January 23

Next Article