AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત-મ્યાનમાર-થાઇલેન્ડ હાઇવેનું 70 ટકા કામ પૂર્ણ, કેન્દ્રીય મંત્રી ગડકરીએ કરી જાહેરાત

ભારતથી થાઈલેન્ડ સુધીના રોડની પ્રગતિ અંગેના સવાલના જવાબમાં, કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, આ મહત્વપૂર્ણ રોડ પ્રોજેક્ટ પર લગભગ 70 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ હાઈવે મણિપુરના મોરેહને મ્યાનમાર થઈને થાઈલેન્ડના માએ સોટ સાથે જોડશે.

ભારત-મ્યાનમાર-થાઇલેન્ડ હાઇવેનું 70 ટકા કામ પૂર્ણ, કેન્દ્રીય મંત્રી ગડકરીએ કરી જાહેરાત
India Myanmar Thailand Highway (symbolic image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2023 | 7:49 PM
Share

India-Myanmar-Thailand Highway : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ, આજે રવિવારે કહ્યું કે ભારત-મ્યાનમાર-થાઈલેન્ડમાંથી પસાર થતા મહત્વકાંક્ષી હાઈવે પ્રોજેક્ટનું 70 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત, મ્યાનમાર અને થાઈલેન્ડ આ ત્રણેય દેશ, લગભગ 1,400 કિલોમીટર લાંબા હાઈવે પર કામ કરી રહ્યા છે. આ હાઈવેનું કામ પૂર્ણ થવાથી દક્ષિણપૂર્વ એશિયા સાથે જોડાયેલા દેશોમાં વેપાર, આરોગ્ય, શિક્ષણ અને પ્રવાસનને વેગ મળશે.

પ્રોજેક્ટની પ્રગતિ અંગેના પ્રશ્નના જવાબમાં, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, પ્રોજેક્ટ પર લગભગ 70 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ હાઈવે મણિપુરના મોરેહને મ્યાનમાર થઈને થાઈલેન્ડના માએ સોટ સાથે જોડશે.

હાલમાં, મંત્રી નીતિન ગડકરીએ આ હાઇવેને ચાલુ કરવાની સમયમર્યાદા અંગે કોઈ માહિતી આપી નથી. જો આ વ્યૂહાત્મક હાઇવે પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો તેમાં વિલંબ થયો છે. સરકારનું અગાઉનું લક્ષ્ય ડિસેમ્બર 2019 સુધીમાં તેને કાર્યરત કરવાનું હતું. જો કે હવે આ મહત્વપૂર્ણ હાઈવેને પૂર્ણ કરીને ઉપયોગમાં લેવા માટે આગામી 2027નું લક્ષ્યં નક્કી કરવામાં આવ્યું છે. ભારત અને મ્યાનમારમાં મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયુ છે. જે કામ બાકી રહ્યું છે તેમાંથી મોટાભાગનુ કામ થાઈલેન્ડમાં બાકી રહેવા પામ્યું છે.

2002માં તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ, થાઈલેન્ડ અને મ્યાનમાર સમક્ષ આ મહત્વપૂર્ણ રોડ અંગેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો રોડ ભારતના પશ્ચિમ બંગાળ, આસામ, નાગાલેન્ડ, મણિપુર થઈને મ્યાનમારમાં પ્રવેશશે. મ્યાનમારના માંડલે, નૈપ્યીડો, બોગો, યંગૂન અને મ્યાવાડી જેવા શહેર અને વિસ્તારમાં થઈને આ મહત્વપૂર્ણ રોડ થઈલેન્ડમાં પ્રવેશશે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">