વાપી: લૉકડાઉનમાં લૂંટાયા, ગોવા ફરવા ગયેલા 6 લોકો ફસાયા, જુઓ VIDEO

વાપી: લૉકડાઉનમાં લૂંટાયા, ગોવા ફરવા ગયેલા 6 લોકો ફસાયા, જુઓ VIDEO


લૉકડાઉન પહેલા ગોવા ફરવા ગયેલા વાપીના કેટલાક લોકોની હાલત કફોડી બની છે. પાછલા એક મહિનાથી આ તમામ નાગરિકો ગોવાની એક હોટલમાં ફસાયા છે અને હવે મદદ માટે તેઓએ એક વીડિયો વાયરલ કરીને સરકાર સમક્ષ મદદની ગુહાર લગાવી છે. વીડિયોમાં આ નાગરિકોએ હોટલ માલિક પર ગંભીર આરોપ લગાવ્યો છે. સરકારે લૉકડાઉનમાં નાગરિકો પાસેથી રૂપિયા ન વસુલવાનો આદેશ કર્યો છે, પરંતુ ગોવાના હોટલ માલિકે વાપીના નાગરિકો પાસેથી અત્યાર સુધીમાં 1 લાખ રૂપિયા પડાવ્યા છે. હવે રૂપિયા ન હોવાથી હોટલ માલિકે 31મી એપ્રિલ સુધીમાં હોટલ ખાલી કરવા ફરમાન કર્યું છે ત્યારે નાગરિકોએ વીડિયો વાયરલ કરીને સરકાર સમક્ષ મદદ કરવાની ગુહાર લગાવી છે.

આ પણ વાંચો: લોક્ડાઉન વચ્ચે કેન્દ્ર સરકારની મહત્વની જાહેરાત, જાણો કઈ સેવાઓને આપી છુટ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Click on your DTH Provider to Add TV9 Gujarati