AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nainital Breaking News: નૈનીતાલમાં મોટો અકસ્માત, 32 મુસાફરોથી ભરેલી બસ ખીણમાં પડી, 6 લોકોના મોત

ઉત્તરાખંડના નૈનીતાલમાં બસ ખીણમાં પડતાની સાથે જ ઘટનાસ્થળે એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઈજાગ્રસ્ત મુસાફરોને ઘટના સ્થળેથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. હાલની પ્રાથમિક માહિતી મુજબ બસમાં મુસાફરી કરી રહેલા તમામ મુસાફરો હરિયાણાના હિસાર જિલ્લાના રહેવાસી છે.

Nainital Breaking News: નૈનીતાલમાં મોટો અકસ્માત, 32 મુસાફરોથી ભરેલી બસ ખીણમાં પડી, 6 લોકોના મોત
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2023 | 6:25 AM
Share

Nainital Breaking News: ઉત્તરાખંડના નૈનીતાલમાં રવિવારે એક મોટો અકસ્માત થયો હતો. મુસાફરોથી ભરેલી બસ ખીણમાં પડી હતી. આ અકસ્માત નૈનીતાલના કાલાધુંગી રોડ પર નલ્ની પાસે થયો હતો. બસમાં 32 લોકો સવાર હતા. જે હિસારથી નૈનીતાલ ફરવા આવ્યા હતા. બસ ખીણમાં પડતાની સાથે જ ઘટનાસ્થળે એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 6 મુસાફરોના મોત થયા છે.

આ પણ વાંચો: Chhota Udepur News : છોટાઉદેપુરમાં અકસ્માતની બે ઘટનામાં એકનું મોત, 3 ઘાયલ

ઘાયલ મુસાફરોને ઘટના સ્થળેથી બચાવી લેવામાં આવ્યા છે અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો બાકીના મુસાફરોને શોધવા માટે ઘટના સ્થળે બચાવ કામગીરી કરી રહી છે. બસ કયા કારણોસર ખીણમાં પડી? એ હજુ સુધી જાણી શકાયું નથી. હોસ્પિટલમાં દાખલ ઘણા ઘાયલ મુસાફરોની હાલત નાજુક છે.

બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે

સ્થળ પરથી જાણવા મળ્યું કે બસમાં 32 લોકો મુસાફરી કરી રહ્યા હતા. જે હરિયાણાના હિસારથી નૈનીતાલ ફરવા આવ્યા હતા. જ્યાં રવિવારે રાત્રે બસ ડ્રાયવરના કાબૂ બહાર નીકળી ગઈ હતી અને ખાડામાં પડી હતી. આ અકસ્માતમાં 6 મુસાફરોના મોત થયા છે. બાકીના મુસાફરોને મોડી રાત સુધી બચાવવાની કામગીરી ચાલુ રાખી કાઢવામાં આવી રહ્યા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ બસ ખીણમાં પડી જવાની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. ઘાયલોને યોગ્ય સારવાર આપવા સૂચના આપવામાં આવી છે. તેમણે ઘાયલ મુસાફરોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરી હતી.

પિથૌરાગઢમાં બોલેરો પર મોટો પથ્થર પડ્યો હતો

બીજી તરફ ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં રવિવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. પિથૌરાગઢમાં ધારચુલા-ગુંજી રોડ પર બોલેરો પર પહાડનો પથ્થર પડવાની ઘટના સામે આવે છે. આ અકસ્માતમાં ડ્રાઈવર સહિત 9 લોકોના મોત થયાની આશંકા છે. દુર્ઘટનાની માહિતી મળતા જ SSB, આર્મી અને SDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. CM પુષ્કર સિંહ ધામીએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
g clip-path="url(#clip0_868_265)">