Chhota Udepur News : છોટાઉદેપુરમાં અકસ્માતની બે ઘટનામાં એકનું મોત, 3 ઘાયલ

Chhota Udepur News : છોટાઉદેપુરમાં અકસ્માતની બે ઘટનામાં એકનું મોત, 3 ઘાયલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2023 | 9:29 AM

એક અકસ્માત બોડેલી સેવાસદન પાસે થયો જેમાં ડમ્પર ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક સવાર મહિલાનું મોત થયું હતું. જ્યારે બાઈક ચાલાક તેના પતિને ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બોડેલી રેલવે ફાટક પાસે એક્ટિવા અને બાઈક સાથે અકસ્માત થતા બે વ્યક્તિને ગંભીર ઈજા થતા તેઓને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે

Chhota Udepur News: છોટાઉદેપુરના બોડેલી ગામે અકસ્માતના બે બનાવ બનવા પામ્યા હતા, એક અકસ્માત બોડેલી સેવાસદન પાસે થયો, જેમાં ડમ્પર ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક સવાર મહિલાનું મોત થયું હતું. જ્યારે બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.

આ પણ વાંચો:Gujarati Video: છોટાઉદેપુરમાં વર્ષો બાદ બનતા રસ્તાનું કામ અટવાયુ, 4 મહિના બાદ ઈજનેરને નબળી કામગીરીની થઈ જાણ

મહિલાનું નામ ઉષાબેન તરબદાનું હોવાનું જાણવા મળ્યું છે, જેમનું ધટના સ્થળ પર મોત નિપજ્યું હતું. જ્યારે બાઈક ચાલક તેના પતિને ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડમ્પર ચાલક હાલ ફરાર છે. બીજી અકસ્માતની ઘટનામાં બોડેલી રેલવે ફાટક પાસે એક્ટિવા અને બાઈક સાથે અકસ્માત થતા બે વ્યક્તિને ગંભીર ઈજા થતા તેઓને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. બોડેલી પોલીસે હાલ બન્ને બનાવમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

છોટા ઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(Input Credit: Makbul Mansuri)

Published on: Oct 08, 2023 08:02 AM
g clip-path="url(#clip0_868_265)">