Farm Laws Withdrawn: MSP માટે શું રોડમેપ છે ? કૃષિ કાયદા પરત લેવા પર કોંગ્રેસના પીએમ મોદીને 5 સવાલ

વડાપ્રધાનની જાહેરાત બાદ કોંગ્રેસના નેતાઓએ એક તરફ આ નિર્ણયને આવકાર્યો છે તો બીજી તરફ પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. કૃષિ કાયદાને પાછો ખેંચવાના વડાપ્રધાનના પગલા પર કોંગ્રેસે 5 પ્રશ્નો પણ પૂછ્યા છે.

Farm Laws Withdrawn: MSP માટે શું રોડમેપ છે ? કૃષિ કાયદા પરત લેવા પર કોંગ્રેસના પીએમ મોદીને 5 સવાલ
Farmers Protest
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2021 | 1:31 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આખરે ત્રણ કૃષિ કાયદાઓ (Farm Laws) પર તેમની સરકારનું પગલું પાછું ખેંચ્યું હતું અને દેશને તેમને “માફ” કરવા કહ્યું હતું અને MSP સંબંધિત મુદ્દાઓ પર વિચાર કરવા માટે એક સમિતિની રચના કરવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુ નાનક જયંતિ નિમિત્તે રાષ્ટ્રને સંબોધનમાં આ જાહેરાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, આ કાયદાઓને રદ્દ કરવાની બંધારણીય પ્રક્રિયા સંસદના આગામી શિયાળુ સત્રમાં પૂર્ણ કરવામાં આવશે.

આ નિર્ણય બાદ ખેડૂતોમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ ખેડૂત સંગઠનો આ જાહેરાત બાદ તુરંત જ આંદોલન છેડવાના નથી અને હવે આગળની કાર્યવાહી માટે શનિવારે ખેડૂત સંગઠનોની સામાન્ય સભા બોલાવવામાં આવી છે. વડાપ્રધાનની જાહેરાત બાદ કોંગ્રેસના નેતાઓએ એક તરફ આ નિર્ણયને આવકાર્યો છે તો બીજી તરફ પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. કૃષિ કાયદાને પાછો ખેંચવાના વડાપ્રધાનના પગલા પર કોંગ્રેસે 5 પ્રશ્નો પણ પૂછ્યા છે.

કોંગ્રેસ પણ આ પ્રશ્નો દ્વારા MSP નો રોડમેપ જાણવા માંગે છે. આ સાથે ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર શું કરશે તેની માહિતી પણ માંગવામાં આવી છે. ઈંધણના ભાવ મુદ્દે પણ કોંગ્રેસે સરકારને ભીંસમાં લીધી છે. આ સાથે એ પણ પૂછવામાં આવ્યું છે કે સરકાર એક્સાઈઝ ડ્યુટી પાછી ખેંચવાની જવાબદારી ક્યારે લેશે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

કોંગ્રેસના પીએમ મોદીને 5 સવાલ 1. દેશને જણાવો કે MSP નો રોડમેપ અને રસ્તો શું છે?

2. ફેબ્રુઆરી 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપ્યું હતું, પરંતુ NSO મુજબ, આજે સરેરાશ ખેડૂતની આવક પ્રતિદિન રૂ. 27 છે, ખેડૂતોની આવક બમણી કરવાની શું જોગવાઈ છે?

3. ખેડૂતનું ઇંધણ ડીઝલ 3 રૂપિયા 56 પૈસા એક્સાઇઝ વધારીને 28 રૂપિયા કર્યા, એક્સાઇઝ ક્યારે પાછી ખેંચાશે?

4. કૃષિ પરનો GST ક્યારે નાબૂદ થશે?

5. દેશમાં સરેરાશ ખેડૂત 74 હજાર રૂપિયાના દેવા હેઠળ છે, તેના દેવામાંથી મુક્તિ આપવાનો ઉપાય શું છે?

દેશને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, સંસદના આગામી સત્રમાં ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, “અમારી સરકાર નાના ખેડૂતોના કલ્યાણ માટે કૃષિ જગતના હિતમાં સત્ય નિષ્ઠાથી કૃષિ બીલ લાવી હતી. પરંતુ કેટલાક ખેડૂતોને અમે સમજાવી શક્યા નથી. ભલે ખેડૂતોનો એક વર્ગ તેનો વિરોધ કરે પણ અમારા માટે તે પણ મહત્વનું છે. ખેડૂતો, કૃષિ વિશેષજ્ઞો, તજજ્ઞો, નિષ્ણાંતો અને સરકારે આવા ખેડૂતોને સમજાવતા રહ્યાં”.

આ પણ વાંચો : Farm Laws: સંસદમાં કૃષિ કાયદા બિલની રજૂઆતથી લઈને પરત લેવાની જાહેરાત સુધીની તમામ ઘટનાઓની સંક્ષિપ્ત માહિતી

આ પણ વાંચો : Kisan Andolan News: કૃષિ કાયદા પરત લેવાની PM મોદીની જાહેરાત પર ટિકૈતે કહ્યું- આંદોલન હમણા પાછું નહીં ખેંચાય

g clip-path="url(#clip0_868_265)">