જમ્મૂ-કાશ્મીરમાં ઝડપી જ તૈનાત થશે CRPFની વધુ 5 કંપની, સતત થઈ રહેલી હત્યાઓ બાદ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

|

Nov 09, 2021 | 10:03 PM

કાશ્મીરમાં થઈ રહેલા આતંકી હુમલાને જોતા સુરક્ષા દળોની તૈનાતી વધારવામાં આવી છે. હવે સીઆરપીએફના વધુ જવાનો નોર્થ અને સાઉથ કાશ્મીરથી બોલાવવામાં આવ્યા છે.

જમ્મૂ-કાશ્મીરમાં ઝડપી જ તૈનાત થશે CRPFની વધુ 5 કંપની, સતત થઈ રહેલી હત્યાઓ બાદ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
File Image

Follow us on

જમ્મૂ અને કાશ્મીર (Jammu Kashmir)માં તાજેત્તરમાં થયેલી હત્યાઓ બાદ સુરક્ષાને ધ્યાનમાં રાખીને CRPF (Central Reserve Police Force)ની 5 વધુ કંપનીઓને તૈનાત કરવામાં આવશે. છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા લોકોની હત્યા બાદ 25 કંપનીઓ જમ્મૂ-કાશ્મીર મોકલવામાં આવી હતી.

 

હવે ફરી એક વખત CRPFને તૈનાત કરવામાં આવી રહી છે. એક અઠવાડિયામાં તમામ જવાનોને કેન્દ્રશાસિત પ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવશે. અધિકારીઓનું કહેવું છે કે આ વર્ષે કેન્દ્રશાસિત પ્રદેશમાં સુરક્ષાદળોએ લગભગ 112 આતંકીઓને ઠાર કર્યા છે. ત્યારે 135 આતંકી પકડાયા હતા અને 2 આતંકીએ પોતાને સરન્ડર કરી દીધા હતા.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

 

કાશ્મીરમાં થઈ રહેલા આતંકી હુમલાને જોતા સુરક્ષા દળોની તૈનાતી વધારવામાં આવી છે. હવે સીઆરપીએફના વધુ જવાનો નોર્થ અને સાઉથ કાશ્મીરથી બોલાવવામાં આવ્યા છે. તેઓ હાલમાં શ્રીનગરના જુદા જુદા સમુદાય કેન્દ્રોમાં રોકાયા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને CRPF દળોને તૈનાત કરવાની યોજના બનાવવામાં આવી છે. CRPFના જનસંપર્ક અધિકારી અભિરામ પંકજે જણાવ્યું કે જરૂરિયાતને ધ્યાનમાં રાખીને શહેરમાં એકસ્ટ્રા દળને તૈનાત કરવામાં આવ્યું છે.

જમ્મૂ-કાશ્મીરમાં થશે વધુ CRPFની તૈનાતી

તેમને જણાવ્યું કે જવાનોને રોકાવાની વ્યવસ્થા પણ તંત્રએ કરી છે. તેમને કહ્યું કે તંત્રના આદેશ પર જ જવાનોની તૈનાતી કરવામાં આવી રહી છે. જે જગ્યાને તંત્ર પસંદ કરે છે, જવાનોને ત્યાં જ રાખવામાં આવે છે. ત્યારે CRPFના જવાનોને સામુદાયિક કેન્દ્રોમાં રાખવા પર વિવાદ ઉભો થયો છે. નેકાં અને પીડીપીએ ઘણા સવાલો ઉભા કરતા તેની આલોચના કરી છે. નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાનું કહેવું છે કે જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ ખુબ ખરાબ થઈ ગઈ છે.

 

સતત નાગરિકોને નિશાનો બનાવી રહ્યા છે આતંકી

ઉમરનું કહેવું છે કે સીએમ તરીકે તેમણે જે કોમ્યુનિટી સેન્ટર અને મેરેજ હોલ બનાવ્યા હતા તેનો સૈનિકો માટે બેરેક તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મહેબૂબા મુફ્તીએ પણ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે લોકોને ચૂપ કરવા માટે દરરોજ કડક કાયદા લાગુ કરવામાં આવે છે.

જમ્મૂ કાશ્મીરમાં આતંકીઓના હુમલા ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા. સોમવારે એક વખત ફરીથી એક સામાન્ય નાગરિકને મોતને ઘાટ ઉતારી દીધો. જાણકારી મુજબ સોમવારે આતંકીઓએ એક સામાન્ય નાગરિક પર હુમલો કર્યો, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પણ સારવાર દરમિયાન જ તેનું મૃત્યુ થયું. જમ્મૂ-કાશ્મીર પોલીસ તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ હુમલો જુના શ્રીનગરના એક વિસ્તારમાં થયો હતો.

 

આ પણ વાંચો: NSA ની બેઠકમાં આતંકવાદ અને ડ્રગ્સની હેરાફેરી પર થશે ચર્ચા, આ કારણથી બેઠકમાં નહી જોડાય ચીન

 

આ પણ વાંચો: ભૂષણ સ્ટીલ અને ભૂષણ એનર્જી પર EDની મોટી કાર્યવાહી, 61.38 કરોડની સંપત્તિ જપ્ત

Next Article