ભૂષણ સ્ટીલ અને ભૂષણ એનર્જી પર EDની મોટી કાર્યવાહી, 61.38 કરોડની સંપત્તિ જપ્ત

જપ્ત કરેલી મિલકતોમાં મહારાષ્ટ્રના રાયગઢમાં ખેતીની જમીન, ભૂષણ સ્ટીલના અગાઉના પ્રમોટરો દ્વારા નિયંત્રિત સંસ્થાઓના ગોડાઉનનો સમાવેશ થાય છે.

ભૂષણ સ્ટીલ અને ભૂષણ એનર્જી પર EDની મોટી કાર્યવાહી, 61.38 કરોડની સંપત્તિ જપ્ત
Enforcement Directorate
TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Nov 09, 2021 | 9:13 PM

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ભૂષણ સ્ટીલ લિમિટેડ (BSL), ભૂષણ એનર્જી લિમિટેડ (BEL) અને અન્યો સામે ચાલી રહેલી તપાસના ભાગરૂપે 61.38 કરોડ રૂપિયાની સંપત્તિ અસ્થાયી રૂપે જપ્ત કરી છે. એજન્સીએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જાહેર નાણાંના દુરુપયોગના સંબંધમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 (PMLA) હેઠળ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જપ્ત કરેલી મિલકતોમાં મહારાષ્ટ્રના રાયગઢમાં ખેતીની જમીન, ભૂષણ સ્ટીલના અગાઉના પ્રમોટરો દ્વારા નિયંત્રિત સંસ્થાઓના ગોડાઉનનો સમાવેશ થાય છે.

ઈડી (ED) એ Serious Frauds Investigation Office (SFIO) દ્વારા ભૂષણ સ્ટીલ લિમિટેડ, ભૂષણ એનર્જી લિમિટેડ અને અન્ય લોકો સામે જાહેર ભંડોળના દુરુપયોગ સંબંધિત ફરિયાદના આધારે EDએ મની લોન્ડરિંગ તપાસ શરૂ કરી હતી.

જાહેર ભંડોળની હેરાફેરીનો આરોપ

SFIO એ 16 ઓગસ્ટ, 2019 ના રોજ કંપની એક્ટ, 2013 અને ભારતીય દંડ સંહિતા, 1860 ની વિવિધ જોગવાઈઓ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી.

PMLA હેઠળ તપાસ દરમિયાન, એવું બહાર આવ્યું હતું કે BSL ના ભૂતપૂર્વ પ્રમોટર્સ નીરજ સિંઘલ, BB સિંઘલ અને અન્યોએ BSL માંથી ફંડ ડાયવર્ટ કર્યું હતું. ED એ જણાવ્યું હતું કે ભૂષણ એનર્જી લિમિટેડ દ્વારા તેમની સહયોગી કંપનીઓને આપવામાં આવેલી અસુરક્ષિત લોનના આડમાં જાહેર ભંડોળના રૂટીંગ દ્વારા વ્યવહારોના એક વિસ્તૃત અને જટિલ વેબ માધ્યમ દ્વારા ભંડોળની હેરાફેરી કરવામાં આવી હતી.

છેતરપિંડીની રકમનો ઉપયોગ સ્થાવર મિલકતો હસ્તગત કરવા માટે કરવામાં આવ્યો હતો. એજન્સીએ જણાવ્યું હતું કે વ્યવહારોનું વિસ્તૃત અને જટિલ વેબને આ પ્રોપર્ટીઝને નિષ્કલંક તરીકે રજૂ કરવા માટે પ્રોજેક્ટ કરવામાં આવ્યુ હતું.

ટાટા સ્ટીલના બોર્ડે ભૂષણ સ્ટીલના સંપાદનને મંજૂરી આપી

ટાટા સ્ટીલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ભૂષણ સ્ટીલના ટાટા સ્ટીલ સાથે મર્જરને મંજૂરી આપી દીધી છે. ભૂષણ સ્ટીલ (BSL) અને બામનીપાલ સ્ટીલ હવે આ બંનેની માલિકી ટાટા સ્ટીલની રહેશે. ટાટા સ્ટીલે મુશ્કેલીમાં મુકાયેલી આ કંપનીને મે 2018માં IBC હેઠળ બિડ કરીને હસ્તગત કરી હતી.

આ પણ વાંચો :  Stock Update : શેરબજારના ઉતાર – ચઢાવ વચ્ચે કરો એક નજર આજના Top Gainer અને Top Loser સ્ટોક્સ ઉપર

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati