Vaccination: એક જ દિવસમાં 43 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોનાની રસી, દેશમાં 50 કરોડથી વધુ લોકોને અપાઈ રસી
ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના 44,643 નવા કેસ આવવાના કારણે ચેપના કેસોની કુલ સંખ્યા 3,18,56,757 પર પહોંચી ગઈ છે, જ્યારે સારવાર હેઠળ દર્દીઓની સંખ્યામાં સતત ત્રીજા દિવસે વધારો થયો છે.
ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) મહામારી સામે યુદ્ધના ધોરણે રસીકરણ (Vaccination) ચાલી રહ્યું છે. દેશમાં રસીકરણની સંખ્યા 50 કરોડને પાર પહોંચી છે. આજે માત્ર 43.29 લાખથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે 18-44 વય જૂથમાં અત્યાર સુધીમાં 18.35 કરોડથી વધુ રસી ડોઝ આપવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ભારતમાં કોરોના સામે રસીકરણ અભિયાન આ વર્ષે 16 જાન્યુઆરીથી શરૂ થયું હતું.
સતત ત્રીજા દિવસે કોરોનાના કેસો વધ્યા
તમને જણાવી દઈએ કે ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના 44,643 નવા કેસ આવવાના કારણે ચેપના કેસોની કુલ સંખ્યા 3,18,56,757 પર પહોંચી ગઈ છે, જ્યારે સારવાર હેઠળ દર્દીઓની સંખ્યામાં સતત ત્રીજા દિવસે વધારો થયો છે. શુક્રવારે સવારે 8 વાગ્યા સુધી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અપડેટ કરેલા ડેટા અનુસાર વધુ 464 લોકોના મોતને કારણે મૃત્યુઆંક વધીને 4,26,754 થયો છે. સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ચેપના કુલ કેસોના 1.30 ટકા છે.
India’s cumulative #COVID19 vaccination coverage has crossed 50 crore landmark milestone (50,03,48,866), as per the 7 pm provisional report today. More than 43.29 lakh (43,29,673) vaccine doses have been administered today, as per the 7 pm provisional report: Govt of India
— tv9gujarati (@tv9gujarati) August 6, 2021
કોવિડ 19માંથી સાજા થનારા દર્દીઓનો દર 97.36 ટકા છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ 19ની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં 3,083નો વધારો થયો છે. મંત્રાલયે કહ્યું કે ગુરુવારે કોવિડ 19ની તપાસ માટે 16,40,287 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આ સાથે દેશમાં અત્યાર સુધી રોગચાળાની તપાસ માટે પરીક્ષણ કરાયેલા નમૂનાઓની કુલ સંખ્યા વધીને 47,65,33,650 થઈ ગઈ છે.
ડેટા અનુસાર ચેપનો દૈનિક દર 2.72 ટકા છે. છેલ્લા 11 દિવસથી તે ત્રણ ટકાથી ઓછો રહ્યો છે. સાપ્તાહિક ચેપ દર 2.41 ટકા નોંધાયો હતો. સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 3,10,15,844 થઈ છે અને મૃત્યુ દર 1.34 ટકા છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં કોવિડ 19 રસીના 49.53 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
ગયા વર્ષે ઓગસ્ટમાં કોરોના પીક પર હતો
ગયા વર્ષે 7 ઓગસ્ટે દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધુ થઈ ગઈ હતી. તે જ સમયે, ચેપના કુલ કેસો 16મી સપ્ટેમ્બરે 50 લાખ, 28મી સપ્ટેમ્બરે 60 લાખ, 11મી ઓક્ટોબરે 70 લાખ, 29મી ઓક્ટોબરે 80 લાખ અને 20 નવેમ્બરે 90 લાખને વટાવી ગયા હતા.
દેશમાં 19 ડિસેમ્બરે આ કેસો એક કરોડ, 4 મેના રોજ 2 કરોડ અને 23 જૂને 3 કરોડને પાર કરી ગયા હતા. મળતી માહિતી મુજબ વધુ 464 લોકો કે જેમણે પોતાનો જીવ ગુમાવ્યો. જેમાં મહારાષ્ટ્રમાં 120 અને કેરળમાં 117 લોકોના મોત થયા. દેશમાં આ રોગચાળાને કારણે અત્યાર સુધીમાં કુલ 4,26,754 લોકોના મોત નીપજ્યા છે. તેમાંથી મહારાષ્ટ્રમાં સૌથી વધુ 1,33,530 લોકો, કર્ણાટકમાં 36,705, તમિલનાડુમાં 34,230, દિલ્હીમાં 25,060, ઉત્તર પ્રદેશમાં 22,770, પશ્ચિમ બંગાળમાં 18,193 અને કેરળમાં 17,328 લોકોના મોત થયા છે.
આ પણ વાંચો: IPL 2021: ટૂર્નામેન્ટ માટે પ્રવાસ ખેડતા પહેલા BCCIએ ટીમ ફ્રેન્ચાઈઝીઓને કહ્યું પહેલા વેક્સીન!