AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં 30 હજાર યુવાનો ભાગ લેશે, PM મોદી આજે કરશે ઉદ્ઘાટન

26th National Youth Festival: વડા પ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકના હુબલીમાં આજે 12 જાન્યુઆરીથી શરૂ થતા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. આ મહોત્સવ 16 જાન્યુઆરી સુધી ચાલશે. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું કે રાષ્ટ્રીય યુવા મહોત્સવની ઉજવણી દરમિયાન ઘણી સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવશે.

રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં 30 હજાર યુવાનો ભાગ લેશે, PM મોદી આજે કરશે ઉદ્ઘાટન
26th National Youth FestivalImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2023 | 9:31 AM
Share

National Youth Day 2023: કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય યુવા મહોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં દેશભરમાંથી 30,000 થી વધુ યુવાનો ભાગ લેશે. સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકના હુબલીમાં આજે 12 જાન્યુઆરીથી શરૂ થતા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. રાષ્ટ્રીય યુવા મહોત્સવ 16 જાન્યુઆરી સુધી ચાલશે. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું કે, રાષ્ટ્રીય યુવા મહોત્સવની ઉજવણી દરમિયાન ઘણી સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવશે.

તેમણે કહ્યું કે, દેશ આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યો છે. અમે આશા રાખીએ છીએ કે સશક્ત બનવા ઉપરાંત દેશના વિકાસમાં યુવાનો મહત્વની ભૂમિકા ભજવશે. અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, ભારતની પાંચ પરંપરાગત રમતો, મલખમ, યોગાસનને ઉત્સવમાં સમાવેશ કરવામાં આવશે, જેથી કરીને લોકો તેમના વિશે જાણી શકે અને ભવિષ્યમાં તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયકક્ષાની રમતો બની શકે.

1984માં રાષ્ટ્રીય યુવા દિવસ જાહેર કરાયો

ભારત સરકારે વર્ષ 1984માં આજના દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે જાહેર કર્યો હતો. 1985 થી દર વર્ષે, દેશ 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરે છે. સ્વામી વિવેકાનંદના ભાષણો, તેમના ઉપદેશો અને અવતરણો હંમેશા યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત રહ્યા છે.

વિકસિત યુવા – વિકસિત ભારત થીમ

આપણા પ્રતિભાશાળી યુવાનોને રાષ્ટ્ર નિર્માણ તરફ પ્રેરિત કરવા તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય સંસ્કૃતિના વૈશ્વિક ભાઈચારાનો સંદેશ આપવા માટે દર વર્ષે રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. તે દેશના તમામ ભાગોમાંથી વિવિધ સંસ્કૃતિઓને એકસાથે એકસાથે લાવે છે અને સહભાગીઓને એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવના સાથે જોડે છે. આ વર્ષે 12 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી સુધી કર્ણાટકના હુબલી-ધારવાડમાં “વિકસિત યુવા – વિકસિત ભારત” થીમ સાથે રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસ દેશના યુવાનો માટે ઉજવવામાં આવે છે, અને તેમને વિવેકાનંદના વિચારો અને ફિલસૂફી અપનાવવા પ્રોત્સાહિત કરે છે. આ ભારતનો 26મો રાષ્ટ્રીય યુવા ઉત્સવ છે.

g clip-path="url(#clip0_868_265)">