કુલગામમાં શુક્રવારથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 3 આતંકવાદીઓ થયા ઠાર
આતંકવાદીઓની હાજરીની ગુપ્ત માહિતી મળ્યા બાદ, સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના અખાલના જંગલ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, ત્યારબાદ શુક્રવારે સાંજથી જ આતંકવાદી અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું.

સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સતત કડકાઈથી કાર્યવાહી હાથ ધરી છે. શુક્રવાર સાંજથી કુલગામ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં 3 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. એન્કાઉન્ટની કાર્યવાહી હજુ પણ ચાલુ છે. ગઈકાલે એન્કાઉન્ટરમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા હતા. સુરક્ષાદળોને એવી માહિતી મળી છે કે, હજુ પણ એન્કાઉન્ટર સ્થળે 2 થી 3 આતંકવાદીઓ છુપાયેલા હોઈ શકે છે.
કુલગામમાં એન્કાઉટરમા માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ થઈ ગઈ છે. માર્યા ગયેલા ત્રણેય આતંકવાદીઓ સ્થાનિક હોવાનું સામે આવ્યું છે. જેમાં એક આતંકી કુલગામનો જ છે. જ્યારે અન્ય એક સોપોરનો અને બીજો એક પુલવામાનો રહીશ હતો. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા 28 વર્ષીય ઝાકિર અહેમદ ગની કુલગામના મુતલહામાનો રહેવાસી હતો, જ્યારે આદિલ રહેમાન દાંતો સોપોરના આરામપોરાનો રહેવાસી હતો અને હરિસ ડાર પુલવામાનો રહેવાસી હતો.
સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓની હાજરીની ગુપ્ત માહિતી મળ્યા બાદ, સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના અખાલના જંગલ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, ત્યારબાદ શુક્રવારે સાંજથી જ આતંકવાદી અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું.
રાત્રે ગોળીબાર બંધ કરવામાં આવ્યો
શુક્વારથી ચાલી રહેલ એન્કાઉન્ટરમાં ગઈ રાત્રે ગોળીબાર બંધ કરવામાં આવ્યો હતો. અને તપાસ હાથ ધરાતા 3 આતંકીઓ માર્યા ગયા હોવાની વિગતો સામે આવી છે. કુલગામમાં માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ થઈ ગઈ છે. એક કુલગામનો, એક સોપોરનો અને એક પુલવામાનો હતો. 28 વર્ષીય ઝાકિર અહમદ ગની કુલગામના મુતલહામાનો રહેવાસી હતો, જ્યારે આદિલ રહેમાન દાંતો સોપોરના આરામપોરાનો રહેવાસી હતો. હરિસ ડાર પુલવામાના રાજપોરાનો રહેવાસી હતો.
ત્રણેય આતંકવાદીઓને ગઈકાલે માર્યા ગયા હતા
અધિકારીઓએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં રાત્રે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર શરૂ થયા બાદ એન્કાઉન્ટરની કાર્યવાહી બંધ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે અખાલ જંગલ વિસ્તારમાં ઘેરાબંધી મજબૂત કરવામાં આવી હતી અને સમગ્ર વિસ્તારમાં વધારાના દળો પણ તૈનાત કરવામાં આવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શનિવારે સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ફરી ગોળીબાર શરૂ થયો હતો, જેમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા હતા.
આ પહેલા, શનિવારે, અધિકારીઓએ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ વિશે કહ્યું હતું કે આતંકવાદીઓ અને તેમના સંગઠનની ઓળખની ખાતરી કરવામાં આવી રહી છે. હાલમાં એન્કાઉન્ટર ચાલુ છે.
દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો