Gulf Investment Summit : કલમ 370 દુર થયા બાદ, જમ્મુ-કાશ્મીરમાં 27 હજાર કરોડનુ રોકાણ, 7 લાખ લોકોને મળશે રોજગાર
Gulf Investment Summit: ગલ્ફ દેશોના પ્રતિનિધિ મંડળના સભ્યએ કાશ્મીર ખીણમાં રોજગારીની તકોની પ્રશંસા કરી અને કહ્યું કે આ સ્થળ "પૃથ્વી પર સ્વર્ગ જેવું" છે.
Gulf Investment Summit in Srinagar: જમ્મુ અને કાશ્મીરમાં (Jammu Kashmir) મૂડી રોકાણની તકો શોધવા માટે શ્રીનગરમાં ગલ્ફ ઇન્વેસ્ટમેન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા (Jammu Kashmir LG Manoj Sinha) એ ભાગ લીધો હતો. એલજી મનોજ સિન્હા અને ગલ્ફ દેશોના સીઈઓના પ્રતિનિધિઓએ ગલ્ફ ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં (Gulf Investment Summit) હાજરી આપ્યા બાદ ઘાટીના કારીગરો સાથે વાતચીત કરી હતી. ગલ્ફ ડેલિગેશનના એક સભ્યએ કાશ્મીર ખીણમાં રોજગારીની તકોની પ્રશંસા કરી અને કહ્યું કે આ સ્થળ “પૃથ્વી પર સ્વર્ગ જેવું” છે.
અમીરાત ઈન્ટરનેશનલ ઈન્વેસ્ટમેન્ટના વડા અબ્દુલ્લા અલ શૈબાનીએ જણાવ્યું હતું કે અમે જમ્મુ અને કાશ્મીરની અમારી મુલાકાતથી પ્રભાવિત થયા છીએ, જેમાં તેના લોકો માટે મોટી સંભાવનાઓ છે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ કહ્યું કે મારો અંદાજ છે કે જ્યારે મૂડીરોકાણ વાસ્તવિક સ્વરૂપે આકાર પામશે ત્યારે ઓછામાં ઓછા 6-7 લાખ લોકોને રોજગાર મળશે. અમારી પાસે 70,000 કરોડનો પ્રસ્તાવ છે, અમે 27,000 કરોડના મૂડીરોકાણને ક્લીયર કર્યા છે.
J&K| LG Manoj Sinha & delegates of CEOs from Gulf countries interact with artisans of the valley after attending the Gulf Investment Summit in Srinagar
We’re impressed with our visit to J&K, people here have a lot of potential: Abdullah Al Shaibani, Emirates Int’l Investment pic.twitter.com/JSkA5bK1OP
— ANI (@ANI) March 22, 2022
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુબઈ એક્સપોને આમંત્રણ આપ્યું હતું
જણાવી દઈએ કે ગલ્ફ દેશોનું 36 સભ્યોનું પ્રતિનિધિમંડળ, કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં રોકાણની તકો શોધવા માટે અહીં પહોંચ્યું છે. વાસ્તવમાં જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ જાન્યુઆરીમાં આયોજિત દુબઈ એક્સપો માટે આમંત્રણ આપ્યું હતું, જેના આધારે આ પ્રતિનિધિમંડળ અહીં પહોંચ્યું છે. અધિકારીઓએ આ માહિતી આપી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રતિનિધિમંડળમાં રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી, ટેલિકોમ, આયાત-નિકાસ અને અન્ય ક્ષેત્રોના ટોચના ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે અને શારજાહમાં શાસક પરિવારનો એક સભ્ય પણ તેનો ભાગ છે.
આ પણ વાંચોઃ
The Kashmir Files BO Collection Day 11 : વિવેક અગ્નિહોત્રીની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ટુંક સમયમાં જ રૂ. 300 કરોડનો આંકડો પાર કરી જશે
આ પણ વાંચોઃ