AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

17 વર્ષ જૂનો અપરાધ…જાણો એ કેસ, જેના માટે Atique Ahmedને અમદાવાદથી પ્રયાગરાજ લવાયો, કોર્ટ આજે આપશે ચુકાદો

ઉમેશ પાલ હત્યા કેસનો આરોપી માફિયા અતીક અહેમદ અમદાવાદની સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ પહોંચ્યો છે. આજે અતીક અહેમદને એમપી એમએલએ કોર્ટમાં હાજર થવાનું છે.

17 વર્ષ જૂનો અપરાધ...જાણો એ કેસ, જેના માટે Atique Ahmedને અમદાવાદથી પ્રયાગરાજ લવાયો, કોર્ટ આજે આપશે ચુકાદો
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2023 | 7:32 AM
Share

ઉમેશ પાલ હત્યા કેસના આરોપી, માફિયા અતીક અહેમદ અમદાવાદની સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ પહોંચ્યો છે. આજે તેને એમપી એમએલએ કોર્ટમાં હાજર થવાનું છે. ઉમેશ પાલ હવે આ દુનિયામાં નથી, પરંતુ અતીક અહેમદ તેના જ અપહરણના 17 વર્ષ જૂના કેસનો મુખ્ય આરોપી છે. આ કેસની સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે. જજ ડૉ. દિનેશ ચંદ્ર શુક્લા આજે એટલે કે ગુરુવારે પોતાનો ચુકાદો આપશે.

સુનાવણી પૂર્ણ કર્યા બાદ, એમપી એમએલએ કોર્ટે 17 માર્ચે ચુકાદો અનામત રાખ્યો હતો અને નિર્ણય લીધો હતો કે 28 માર્ચે ચૂકાદો આપવામાં આવશે. બસપાના દિગ્ગજ નેતા રાજુ પાલનાની 25 જાન્યુઆરી 2005ના રોજ હત્યા કરવામાં આવી હતી. રાજુ પાલની સાથે અન્ય બે લોકોએ પણ જીવ ગુમાવ્યો હતો. તેમના નામ દેવીલાલ પાલ અને સંદીપ યાદવ હતા. રાજુ પાલ હત્યા કેસમાં ઉમેશ પાલ મુખ્ય સાક્ષી હતો. પરંતુ, 28 ફેબ્રુઆરી, 2006 ના રોજ, બદમાશો દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ આરોપ અતીક અહેમદ અને તેના સાગરિતો પર લગાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Atiq Ahmad : વાંચો કયા કેસમાં અતિક અહેમદને ઈલાહાબાદ કોર્ટમાં કરાશે હાજર

એવા આક્ષેપો પણ થયા હતા કે, માફિયા અતીક અહેમદ અને તેના સાગરિતોએ ઉમેશનું અપહરણ કર્યું હતું અને તેને તેની તરફેણમાં નિવેદન આપ્યું હતું કે તે ઘટનાસ્થળે હાજર ન હતો. જો કે, તે સમયે આ મામલે કોઈ એફઆઈઆર નોંધવામાં આવી ન હતી. પરંતુ, બીજા જ વર્ષે એટલે કે 2007માં ઉતર પ્રદેશ રાજ્યમાં બસપાની સરકાર બની. ત્યાર બાદ ઉમેશ પાલે 5 જુલાઈ 2007ના રોજ ધુમાનગંજ પોલીસ સ્ટેશનમાં અપહરણનો કેસ નોંધાવ્યો હતો.

ઉમેશ પાલે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, એફઆઈઆરમાં અતીક અહેમદ, તેના ભાઈ અશરફ, દિનેશ પાસી અને ખાન સુલત હનીફના નામ આરોપી તરીકે છે. આ સાથે ઈસરાર, આબિદ પ્રધાન, જાવેદ, ફરહાન, મલ્લી અને એજાઝ અખ્તર ઉપર પણ અપહરણનો આરોપ છે. આનો એક આરોપી અંસાર અહેમદ હવે આ દુનિયામાં નથી. આ સમગ્ર કેસમાં વર્ષ 2009માં કોર્ટે આરોપીઓ સામે આરોપો ઘડ્યા હતા. આ પછી કોર્ટમાં કેસની સુનાવણી શરૂ થઈ.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">