AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અત્યાર સુધીમાં સંસદના બંને ગૃહોમાંથી 141 સાંસદોને સ્પીકરે કર્યા સસ્પેન્ડ, જાણો શું કહે છે સંસદના નિયમો

સાંસદોના સસ્પેન્શનને લઈને સોનિયા ગાંધીએ બુધવારે કોંગ્રેસ સંસદીય દળની બેઠક બોલાવી છે. જેમા સાંસદોના સસ્પેન્શનને લઈને ચર્ચા થશે. સોમવારે 78 સાંસદો, મંગળવારે લોકસભાના વધુ 49 સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ત્યારે સસ્પેન્ડ થયેલા સાંસદોની સંખ્યા વધીને 141 થઈ ગઈ છે.

અત્યાર સુધીમાં સંસદના બંને ગૃહોમાંથી 141 સાંસદોને સ્પીકરે કર્યા સસ્પેન્ડ, જાણો શું કહે છે સંસદના નિયમો
| Updated on: Dec 19, 2023 | 9:03 PM
Share

સંસદના શિયાળુ સત્ર દરમિયાન મંગળવારે ફરી એકવાર લોકસભાના 49 સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ લોકસભા અને રાજ્યસભામાંથી સસ્પેન્ડ થનારા સાંસદોની સંખ્યા વધીને 141 થઈ ગઈ છે. આ પહેલા સોમવારે 78 સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા જે એક રેકોર્ડ છે. પહેલીવાર આટલી મોટી સંખ્યામાં સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વિપક્ષે આટલી મોટી સંખ્યામાં સાંસદોના સસ્પેન્શનને લઈને સવાલ ઉઠાવ્યા છે. વિપક્ષી ગઠબંધન INDIAની મીટિંગ પહેલા કોંગ્રેસ સહિત તમામ દળોએ આ સસ્પેન્શનને લોકતંત્રની હત્યા સમાન ગણાવ્યુ.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ જણાવ્યુ કે લોકતંત્રના નિયમોને કચરામાં ફેંકવામાં આવી રહ્યા છે. આ તરફ સત્તાધારી પાર્ટી તરફથી કહેવામાં આવ્યુ કે કોંગ્રેસ અને તેમના સહયોગીઓએ જે વ્યવહાર કર્યો છે તેનાથી સમગ્ર દેશનું માથું શર્મથી જુકી ગયુ છે. રાજ્યસભામાં સદનના નેતા પિયુષ ગોયલે કહ્યુ કે અધ્યક્ષ અને સભાપતિ બંનેનું અપમાન કરવામાં આવ્યુ. એવામાં હવે સવાલ એ ઉઠે છે કે આવુ કેમ કરવામાં આવ્યુ અને સંસદના નિયમો શું કહે છે.

સંસદની કાર્યવાહી પર બારીકાઈ નજર રાખનારાઓનુ કહેવુ છે કે એક જ દિવસમાં 78 સાંસદોને સસ્પેન્ડ કરવાએ એક આંચકો આપનારી ઘટના છે. વર્ષ 1989માં ઈંદિરા ગાંધીની હત્યાની તપાસ કરનાર ન્યાયધિશ ઠક્કર સમિતિના અહેવાલને સદનમાં રાખવાના મુદ્દે 15 માર્ચે લોકસભાના 63 સદસ્યોને સપ્તાહના બાકી રહેલા સેશન માટે સસ્પેન્ડ કરી દેવાયા હતા.

એકસાથે આટલી મોટી સંખ્યામાં સાંસદો સામે કેમ કરાઈ કાર્યવાહી ?

સંસદમાં સુરક્ષા ચૂક અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માગને લઈને હંગામાને કારણે સંસદીય કાર્યવાહીને બાધિત કરવા માટે બંને સદનોના સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. સંસદની સુરક્ષામાં ચૂક મુદ્દે પીએમ મોદીની ટિપ્પણી છત્તા વિપક્ષના નેતા અમિત શાહના નિવેદનની માગ પર અડગ છે. આ દરમિયાન કેટલાક સાંસદોએ પ્લેકાર્ડ લહેરાવ્યા તો સ્પીકરની ખુરશી સુધી પહોંચી ગયા હતા. લોકસભા અને રાજ્યસભા બંને સદનોમાં સાંસદોએ આ પ્રકારે દેખાવ કર્યા. રાજ્યસભામાં વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર કર્યા જેના કારણે સદનની કાર્યવાહી પણ બાધિત થઈ. ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિએ સાંસદોને સસ્પેન્ડ કર્યા હતા.

શું પહેલી વાર સંસદમાં થયો હંગામો

સંસદ અને હંગામાને બહુ જુનો નાતો છે. કોઈપણ પાર્ટી કે ગઠબંધન વિપક્ષમાં કેમ ન હોય, સંસદની અંદર સાંસદો દ્વારા હંગામો કરવાની પરંપરા ઘણી જુની છે. આ સત્ર દરમિયાન સંસદમાં હંગામો કેમ થયો, સંસદની કાર્યવાહી પર નજર રાખનારાઓનો તેની પાછળ અલગ અલગ મત છે. સવાલ ઉઠાવવા માટે સાંસદો પાસે સમયનો અભાવ, રાજનીતિક કે પ્રચારના ઉદ્દેશ્યથી પાર્ટી દ્વારા જાણીજોઈને વિક્ષેપ, તાત્કાલિક પગલાનો અભાવ સહિતનો તર્ક જાણકારો આપે છે. લોકસભા ચૂંટણી પહેલા આખરી પૂર્ણકાલીન સત્ર, છેલ્લા 10 વર્ષમાં વિપક્ષી સાંસદોના ઓછા સંખ્યાબળને કારણે પણ તેમની ભૂમિકા પર અસર પડી છે. સંસદે આ સંબંધે છેલ્લા 70 વર્ષમાં તેમના નિયમોને અપડેટ નથી કર્યા. તમામ દળોએ સંસદને બાધિત કર્યા છે.

સાંસદોને કોણ અને કેવી રીતે કરે છે સસ્પેન્ડ?

લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના સ્પીકરની સસ્પેન્શનમાં મુખ્ય ભૂમિકા હોય છે. લોકસભા અધ્યક્ષ સદન સંચાલનના નિયમ 373, 374 અને 374 એ મુજબ નિર્ણય કરે છે. રાજ્યસભામાં સભાપતિ નિયમાવલીના નિયમ 255 અને 256 અનુસાર કાર્ય કરે છે. બંને સદનોની પ્રક્રિયા મહદઅંશે સમાન હોય છે. જો સભાપતિને એવુ લાગે છે કે કોઈ સદસ્યનો વ્યવહાર અયોગ્ય અને અવ્યવસ્થિત છે તો તેને રાજ્યસભામાંથી બહાર જવાના નિર્દેશ આપી શકે છે. નિયમ 374 અંતર્ગત જો લોકસભા સ્પીકરને એવુ લાગે છે કે કોઈ સદસ્ય વારંવાર સદનની કાર્યવાહીમાં વિક્ષેપ પાડી રહ્યા છે તો તેને બાકી બચેલા સેશન માટે સસ્પેન્ડ કરી શકે છે.

આ પણ વાંચો: ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં મમતા- કેજરીવાલે આ વ્યક્તિને પીએમ પદના ઉમેદવાર બનાવવાનો રાખ્યો પ્રસ્તાવ- વાંચો

શું સાંસદોનું સસ્પેન્શન સામાન્ય બાબત છે?

આ વખતે સદનમાં જે સંખ્યા છે તે ઘણી વધારે છે પરંતુ અસામાન્ય નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં સસ્પેન્શનની સંખ્યામાં વધારો થયો છે. 2019 બાદથી બંને ગૃહોના મળીને 149 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવી ચુક્યા છે. જ્યારે 2014થી 19 સુધીમાં ઓછામાં ઓછા 81 સાંસદો અને 2009 થી 2014 સુધીમાં ઓછામાં ઓછા 36 સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા. આ હંમેશા એક ચર્ચાનો મુદ્દો રહ્યો છે અને તેને લઈને સવાલ ઉઠતા રહે છે.

દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">