ઈટાલીથી અમૃતસર આવેલ ચાર્ટડ ફ્લાઈટમા કોરોના વિસ્ફોટ, 125 મુસાફરો સંક્રમિત

ઈટાલીથી અમૃતસર આવેલ ચાર્ટડ ફ્લાઈટમા કોરોના વિસ્ફોટ, 125 મુસાફરો સંક્રમિત
Symbolic image

અમૃતસર એરપોર્ટ પર કુલ 180 મુસાફરો ઉતર્યા હતા. તેમાથી કોરોના સંક્રમિત જણાયેલા તમામ સંક્રમિતોને આઈસોલેટ કરવામાં આવ્યા છે. સંક્રમિત મુસાફરોને ઓમિક્રોન છે કે નહી તે જાણવા માટે તેમના સેમ્પલને તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Jan 06, 2022 | 4:05 PM

કોરોના (corona) ફરી એકવાર પંજાબમાં (Punjab) પ્રસરી ચૂક્યો છે, તો ઓમિક્રોનનો (Omicron) ખતરો પણ યથાવત છે. ગુરુવારે અમૃતસરના (Amritsar,) શ્રી ગુરુ રામદાસ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Shri Guru Ramdas International Airport) પર ઈટાલીથી (Italy) ચાર્ટડ ફ્લાઈટમાં (charter flight) પરત આવેલા 125 મુસાફરો કોરોના પોઝિટિવ (Corona positive) આવ્યા છે. અહીં કુલ 180 મુસાફરો ઉતર્યા હતા. તમામ સંક્રમિતોને આઈસોલેટ (Isolate) કરવામાં આવ્યા છે. તેમના સેમ્પલ ઓમિક્રોનને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. અહીં અમૃતસરના ડેપ્યુટી કમિશનર ગુરપ્રીત સિંહ કોરોના પોઝિટિવ આવ્યા બાદ ડીસી ઓફિસના કર્મચારીઓ પણ સંક્રમિત જોવા મળ્યા છે.

આ પહેલા બુધવારે જ્યારે પંજાબમાં ઓમિક્રોનના ચાર નવા કેસ સામે આવ્યા ત્યારે કુલ 1811 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાને કારણે ચાર લોકોના મોત પણ થયા છે. જેમાં જલંધરના એક જીમ ઓપરેટરનો પણ સમાવેશ થાય છે. કોરોના પોઝિટિવ રેટ પણ વધીને 7.95 ટકા થઈ ગયો છે. બુધવારે રાજ્યસભાના સભ્ય સુખદેવ સિંહ ઢિંડસા, પૂર્વ મંત્રી મનોરંજન કાલિયા, અમૃતસર જિલ્લાના ડીસી ગુરપ્રીત સિંહ ખૈરા અને કોર્પોરેશન કમિશનર સંદીપ ઋષિ, પટિયાલાના ડીસી સંદીપ હંસ, એડીસી ગુરપ્રીત સિંહ થિંદ અને મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. હરજિંદર સિંહનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. . ડીસી અમૃતસરને રસીના બંને ડોઝ મળ્યા છે.

પટિયાલામાં સૌથી વધુ 598 પોઝિટિવ મળી આવ્યા છે

પંજાબ રાજ્યમાં 27 ડોકટરો અને 22 શિક્ષકો પણ પોઝીટીવ આવ્યા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં પટિયાલા જિલ્લામાં સૌથી વધુ 598 નવા કેસ, મોહાલીમાં 300, લુધિયાણામાં 203, જલંધરમાં 183, પઠાણકોટમાં 163 અને અમૃતસરમાં 105 નવા કેસ નોંધાયા છે. જલંધર, પઠાણકોટ, બરનાલા અને મુક્તસરમાં એક-એક કોરોના દર્દીનું મોત થયું છે. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા વધીને 4434 થઈ ગઈ છે. તેમાંથી 53 દર્દીઓ ઓક્સિજન પર છે અને બે વેન્ટિલેટર સપોર્ટ પર છે.

આ પણ વાંચોઃ

ત્રીજી લહેરના ભણકારા ! રાજધાની સહિત મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોના તેમજ ઓમિક્રોનની સ્થિતિ

આ પણ વાંચોઃ

કોરોના સંક્રમણને પગલે 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 મોકૂફ રાખવાનો નિર્ણય, પંતગોત્સવ-ફલાવર શૉ રદ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati