કોરોના સંક્રમણને પગલે 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 મોકૂફ રાખવાનો નિર્ણય, પંતગોત્સવ-ફલાવર શૉ રદ

કોરોના સંક્રમણને પગલે 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 મોકૂફ રાખવાનો નિર્ણય, પંતગોત્સવ-ફલાવર શૉ રદ

| Updated on: Jan 06, 2022 | 1:18 PM

વિશ્વભરમાં આ મહામારીના કેસો ફરી પાછા વધવા લાગ્યા છે અને આ મહામારીનું સંક્રમણ વધે નહીં તેવા હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

કોરોના મહામારીને પગલે હાલ દેશ અને રાજયમાં સ્થિતિ વણસી રહી છે. ત્યારે વાઇબ્રન્ટ સમિટ (Vibrant Gujarat Global Summit)મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. 10 થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (Vibrant Gujarat Global Summit )હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. બાદમાં સમિટને લઇને નવી તારીખો જાહેર કરવામાં આવશે.

નોંધનીય છેકે રાજય અને દેશમાં કોરોનાની સાથેસાથે ઓમિક્રોનના કેસોમાં પણ સતત વધારો નોંધાઇ રહ્યો છે. તેમાં પણ છેલ્લા પાંચ દિવસથી કોરોના (Corona) સંક્રમણમાં વિસ્ફોટ નોંધાયો છે. વિશ્વભરમાં આ મહામારીના કેસો ફરી પાછા વધવા લાગ્યા છે અને આ મહામારીનું સંક્રમણ વધે નહીં તેવા હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

મુખ્યમંત્રીએ તમામ બાબતોને ધ્યાનમાં લઇને રાજ્યના નાગરિકોના હિતમાં આગામી તા. 10થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 (Vibrant Gujarat Global Summit) હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.

 

 


ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. એવામાં સંજોગોમાં સરકારના જ કેટલાક ઉચ્ચ અધિકારીઓ નારાજગી સાથે મુખ્યમંત્રી સહિત મંત્રીઓને વાઈબ્રન્ટ સમિટ વર્ચ્યુઅલી કરવા માટે દબાણ કરી રહ્યા હતા. માત્ર અધિકારીઓ જ નહીં, વાઈબ્રન્ટના આમંત્રિત ઉદ્યોગપતિઓ અને વિદેશના પ્રતિનિધિઓ પણ સરકારના ઓનગ્રાઉન્ડ જ વાઈબ્રન્ટ યોજવાના વલણ સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ બધી સ્થિતિઓને પગલે સરકારે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કરી નવી તારીખો હવે પછી જાહેર કરવાનું જણાવ્યું છે.

અમદાવાદમાં પતંગોત્સવ અને ફલાવર શો રદ કરાયો

તો બીજી તરફ કોરોના મહામારીને પગલે અમદાવાદમાં પતંગોત્સવ અને ફલાવર શોને પણ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનાર આ બંને કાર્યક્રમો રદ કરવાનો આખરે સરકારે પ્રજાના હિતમાં નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો : Ahmedabad : સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા સંત સંમેલનમાં હાજર 40 લોકો કોરોના સંક્રમિત

આ પણ વાંચો : Banaskantha : આંતરરાષ્ટ્રીય સીમા પર BSF ની સદભાવના, અજાણતા ફેંસિંગ સુધી પહોંચેલા યુવકને પાકિસ્તાન સેનાને પરત સોંપ્યો

 

Published on: Jan 06, 2022 11:57 AM
g clip-path="url(#clip0_868_265)">