AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai 26/11 Attack: શા માટે આતંકવાદીઓએ ચાબાડ હાઉસ પર કર્યો હુમલો? થયો મોટો ખુલાસો 

લશ્કર-એ-તૈયબાએ 2008માં મુંબઈમાં (Mumbai Attack) હુમલા કર્યા હતા. આ હુમલામાં લગભગ 174 લોકોના મોત થયા હતા, જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા હતા.

Mumbai 26/11 Attack: શા માટે આતંકવાદીઓએ ચાબાડ હાઉસ પર કર્યો હુમલો? થયો મોટો ખુલાસો 
Mumbai Attack
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 18, 2021 | 11:58 PM
Share

લંડનના યહુદી વીકલી ન્યૂઝપેપરે 2008ના મુંબઈ હુમલાને (Mumbai Attack) લઈને મોટો ખુલાસો કર્યો છે. ન્યૂઝ પેપરના લેખમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદીઓએ પોતાના ફાયદા માટે યહૂદી કેન્દ્ર ચાબાડ હાઉસને (Chabad House) શા માટે નિશાન બનાવ્યું. આતંકવાદીઓએ 26/11ના આતંકી હુમલામાં (26/11 terror attack) છ યહૂદીઓની પણ હત્યા કરી હતી. યહુદી ક્રોનિકલે (Yahudi Chronicle) ભારત સરકારના સૂત્રોનો હવાલો આપીને લખ્યું છે કે આતંકવાદીઓએ તકવાદી લક્ષ્ય હોવાના કારણે યહૂદી ચાબાડ હાઉસને નિશાન બનાવ્યું હતું.

યહુદી ક્રોનિકલનું કહેવું છે કે આતંકવાદીઓ વચ્ચેની વાતચીતના વાયર ટેપેડ રેકોર્ડિંગ્સ દ્વારા સામે આવ્યું છે કે વિશ્વભરના મીડિયાનું ધ્યાન આકર્ષિત કરવા માટે યહૂદીઓને (Terrorist On Yahudi Community) નિશાન બનાવવામાં આવ્યા હતા. એટલા માટે આતંકીઓએ હુમલા માટે ચાબડ હાઉસને પસંદ કર્યું હતું. યહુદી ક્રોનિકલનું કહેવું છે કે આતંકવાદીઓ એક સાથે અનેક સમુદાયો પર હુમલો કરીને વિશ્વભરના મીડિયાનું ધ્યાન ખેંચવા માંગતા હતા. યહુદી ક્રોનિકલના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત સરકારના સ્ત્રોતે એક ફિલ્મ નિર્માતાને વાયર ટેપ વિશે જણાવ્યું હતું.

શા માટે યહૂદી સમુદાયને નિશાન બનાવવામાં આવ્યો?

તેમનું કહેવું છે કે ફિલ્મના નિર્માતા યહૂદીઓ પર ડોક્યુમેન્ટ્રી બનાવી રહ્યા હતા. તેમને મળેલા રેકોર્ડિંગ અનુસાર આતંકવાદીઓ તેમના નિશાના માટે ચાબડ હાઉસ વિશે એકબીજાની વચ્ચે વાત કરી રહ્યા હતા. મુંબઈ આવ્યા પછી જ આતંકીઓને ખબર પડી કે તેઓ ક્યાં જઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે લશ્કર-એ-તૈયબાએ 2008માં મુંબઈમાં હુમલા કર્યા હતા. આ હુમલામાં લગભગ 174 લોકોના મોત થયા હતા. ત્યાં 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. આતંકવાદીઓએ હુમલા માટે ચાબાડ હાઉસને શા માટે પસંદ કર્યું તે અંગે લંડનના યહુદી વીકલી ન્યૂઝ પેપરએ મોટો ખુલાસો કર્યો છે. આ પાછળનું કારણ તેમણે પોતાના લેખમાં આપ્યું છે.

રિપોર્ટ અનુસાર આતંકવાદીઓ સારી રીતે જાણતા હતા કે યહૂદીઓને નિશાન બનાવવો મોટો મુદ્દો બની શકે છે. આ કારણે વિશ્વભરના મીડિયા તેમના પર ધ્યાન આપશે. આતંકવાદીઓ જાણતા હતા કે એક સમૃદ્ધ સમુદાય હોવાના કારણે ભારતમાં યહૂદીઓને ક્યારેય હેરાન કરવામાં આવ્યા નથી. મુંબઈમાં થયેલા હુમલાનો હેતુ અહીંની સંવાદિતા તોડવાનો હતો. આતંકવાદીઓ જાણતા હતા કે અહીં વિવિધ સમુદાયના 23 મિલિયનથી વધુ લોકો રહે છે.

ચાબાડ હાઉસ પર હુમલા પાછળનો ખાસ હેતુ

ઈઝરાયેલના ફિલ્મમેકર ઓરેન રોસેનફેલ્ડની ફિલ્મ 2022માં રીલિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં યહૂદીઓનો ઈતિહાસ બતાવવામાં આવ્યો છે. આતંકવાદીઓના રેકોર્ડિંગ પરથી સ્પષ્ટ થાય છે કે હુમલા માટે તેમણે ચાબાડ હાઉસને પસંદ કર્યું હતું. સશસ્ત્ર આતંકવાદીઓને તૈનાત કરવા માટે પણ રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટેપમાં સંભળાયેલો અવાજ પાકિસ્તાની આતંકવાદી ઝકીઉર રહેમાન લખવીનો છે. તેને મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ કહેવામાં આવે છે.

આ પણ વાંચો :  Omicronનો ખૌફ : TNએ કેન્દ્રને લખ્યો પત્ર, કહ્યું- વિદેશથી આવતા પ્રવાસીના ટેસ્ટિંગ માટેના નિયમો બદલવામાં આવે

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">