Maharashtra: FIR રદ કરાવવા મહિલાનો મંત્રાલયની બહાર આત્મહત્યાનો પ્રયાસ, જાણો સમગ્ર વિગત

મુંબઈના નવા પોલીસ કમિશનર સંજય પાંડેએ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોતાનો અંગત મોબાઈલ નંબર ફેસબુક પર શેયર કર્યો છે.

Maharashtra: FIR રદ કરાવવા મહિલાનો મંત્રાલયની બહાર આત્મહત્યાનો પ્રયાસ, જાણો સમગ્ર વિગત
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2022 | 5:26 PM

Maharashtra : મુંબઈમાં (Mumbai) એક 60 વર્ષીય મહિલાએ તેની સામે નોંધાયેલી FIR રદ કરવાની માંગ કરીને મંત્રાલયની બહાર પોતાની જાત પર કેરોસીન રેડીને આત્મવિલોપનનો (Suicide) પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના ગુરુવારે સાંજે બની હતી. શહેરના વિક્રોલી પાર્કસાઈટ વિસ્તારની રહેવાસી મહિલા મંત્રાલયમાં આવી અને પાર્કસાઈટ પોલીસ સ્ટેશનમાં (Police Station)  તેના વિરુદ્ધ નોંધાવેલી FIR રદ કરવાની માંગ કરી.

મહિલાના કહેવા પ્રમાણે તેને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવી છે અને તેને ન્યાય મળી રહ્યો નથી. જે બાદ તેણે સાંજે 5.30 વાગ્યાની આસપાસ કેરોસીન રેડીને આત્મદાહ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે મંત્રાલયની નજીક તૈનાત પોલીસકર્મીઓએ (Mumbai Police) સમયસર તેને રોકતા તેનો જીવ બચી ગયો હતો.

મુંબઈ કમિશનરે પોતાનો મોબાઈલ નંબર સામાન્ય જનતા સાથે શેયર કર્યો

મુંબઈના નવા પોલીસ કમિશનર સંજય પાંડેએ(Sanjay Pandey)  કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોતાનો અંગત મોબાઈલ નંબર ફેસબુક પર શેર કર્યો છે. મોબાઈલ નંબર આપતા તેમણે લોકોને કહ્યું છે કે, તેઓ તેમના સૂચનો શેયર કરવા માટે તેમનો સીધો સંપર્ક કરી શકે છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું,’નાના કે મોટા સૂચનો આવકાર્ય છે. હું બધા સંદેશાઓનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. અમે સાપ્તાહિક ધોરણે શું કામ કરી રહ્યા છીએ તે પણ હું તમારી સાથે શેર કરીશ’. વધુમાં તેમણે લખ્યુ કે,’હું મારો અંગત નંબર શેયર કરી રહ્યો છું.તમે  WhatsApp ,Facebook તેમજ Twitter પર સુચનો મોકલી શકો છો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

સદાનંદ દાતે ઓનલાઈન મુલાકાત લેવાની તક આપી

મીરા-ભાઈંદર-વસાઈ વિરારના પોલીસ કમિશનર સદાનંદ દાતેએ પણ કોરોનાકાળ દરમિયાન સામાન્ય લોકો માટે ઑનલાઈન મુલાકાતની સુવિધા શરૂ કરી છે. આ સુવિધા હજુ ચાલુ છે. તેમણે લગભગ દોઢ વર્ષ પહેલા ઓનલાઈન મુલાકાત માટે વોટ્સએપ નંબર અને EMAIL આઈડી શેર કર્યું હતું. જો કોઈ આ અંગે ફરિયાદ કરે છે તો દાતા પોતે નિર્ધારિત દિવસે અને સમય પર એપોઈન્ટમેન્ટ આપીને વીડિયો કોલ દ્વારા તેની સાથે વાત કરે છે.

આ પણ વાંચો : Maharashtra: અનિલ દેશમુખનું નિવેદન નોંધવા જેલ પહોંચી CBI ટીમ, પૂર્વ ગૃહમંત્રીની વધી શકે છે મુશ્કેલી

g clip-path="url(#clip0_868_265)">