Vaccine On Wheels : મહારાષ્ટ્રમાં વેક્સિનેશનને વેગ આપવા અનોખી પહેલ, શાળાઓ અંગે કેબિનેટ બેઠકમાં લેવાશે નિર્ણય

રાજેશ ટોપેએ કહ્યુ, 'આજે અમે વેક્સીન ઓન વ્હીલ્સ પ્રોગ્રામનું ઉદ્ઘાટન કર્યું છે. આ વાહનો દ્વારા જ્યાં જરૂર હોય ત્યાં વેક્સિન આપી શકાશે. '

Vaccine On Wheels : મહારાષ્ટ્રમાં વેક્સિનેશનને વેગ આપવા અનોખી પહેલ, શાળાઓ અંગે કેબિનેટ બેઠકમાં લેવાશે નિર્ણય
Maharashtra Health minister Rajesh Tope (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2022 | 5:12 PM

Vaccine On Wheels : મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ (Rajesh Tope) આજે પૂણેમાં વેક્સીન ઓન વ્હીલ્સ પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો. આ પ્રોગ્રામથી હવે જ્યાં જરૂર હોય ત્યાં વેક્સિન આપી શકાશે. એટલે કે જે લોકો રસીકરણ કેન્દ્રમાં (Vaccination Center) રસી લેવા માટે આવી શકતા નથી અથવા તો એવા છેવાડાના વિસ્તારોમાં જ્યાંથી રસીકરણ કેન્દ્ર દૂર છે, ત્યાંના લોકો સુધી વેક્સિન પહોંચાડી શકાશે.

શાળા ફરીથી ખોલવાની માંગ ઉઠી

આ સિવાય મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના સંક્રમણને કારણે રાજ્ય સરકારે 15 ફેબ્રુઆરી સુધી શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. પરંતુ ઘણી શાળા પ્રશાસન અને વાલીઓ તરફથી શાળા ફરીથી ખોલવાની માંગ ઉઠી રહી છે. ગુરૂવારે કેબિનેટની બેઠકમાં પણ આ અંગે નિર્ણય લેવાય તેવી શક્યતા છે. તમને જણાવી દઈએ કે, રાજેશ ટોપેએ પુણેમાં પત્રકારો સાથેની વાતચીતમાં આ માહિતી આપી હતી.

વેક્સિનેશનેશને વેગ આપવા ‘વેક્સીન ઓન વ્હીલ્સ’ પ્રોગ્રામનું ઉદ્ઘાટન

રાજેશ ટોપેએ કહ્યુ કે, ‘આજે અમે વેક્સીન ઓન વ્હીલ્સ પ્રોગ્રામનું ઉદ્ઘાટન કર્યું. આ વાહનો દ્વારા જ્યાં જરૂર હોય ત્યાં રસી આપી શકાય છે. હાલમાં રાજ્યમાં રસીકરણ વધારવાની જરૂર છે. રાજ્યમાં કોવિડના દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. કોવિડમાંથી સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. મૃત્યુ પણ ઓછા નોંધાઈ રહ્યા છે. ઓક્સિજન અને ICU બેડની માંગ પણ ઓછી છે. હાલ કોરોના નિયંત્રણમાં છે. જેમાં રસીકરણની મોટી ભૂમિકા છે. આ સાથે તેણે લોકોને વેક્સિન લેવા પણ અપીલ કરી હતી.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

શાળાઓ અંગે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે

આ સાથે રાજેશ ટોપેએ શાળા ફરીથી શરૂ કરવાના મુદ્દે કહ્યુ કે, ‘મુખ્યમંત્રી આવતીકાલે કેબિનેટની બેઠકમાં (Cabinet Committee) આ અંગે નિર્ણય લઈ શકે છે. વધતા કોરોના સંક્રમણને કારણે રાજ્યમાં નવા નિયંત્રણો લાગુ કરવા પડ્યા હતા. કોરોનાની ત્રીજી લહેરની દહેશતને પગલે શાળાઓ ફરીથી બંધ કરવામાં આવી હતી. પરંતુ હવે કોરોના સંક્રમણ ઘટતા ફરી એકવાર શાળા શરૂ કરવાની માંગ વધી રહી છે. આવતીકાલે મળનારી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં શાળાઓ શરૂ કરવી કે નહીં તે અંગે ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો : Mumbai : પોલીસકર્મીઓ પર કોરોનાનુ ગ્રહણ, માત્ર એક દિવસમાં 28 પોલીસકર્મી થયા કોરોના સંક્રમિત

g clip-path="url(#clip0_868_265)">