AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai: ‘ઘર-ઘર વેક્સિન’ પછી હવે BMC શરૂ કરી રહી છે ‘વેક્સીન ઓન વ્હીલ’

મુંબઈમાં 18 વર્ષથી ઉપરના 90 લાખ લોકો માટે કુલ 1 કરોડ 80 લાખ ડોઝની જરૂર છે. અત્યાર સુધીમાં 76 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. 19 લાખ લોકોએ બીજો ડોઝ પણ લઈ લીધો છે. દરેક વ્યક્તિને નવેમ્બરના અંત સુધીમાં વેક્સિન અપાઈ જશે.

Mumbai: 'ઘર-ઘર વેક્સિન' પછી હવે BMC શરૂ કરી રહી છે 'વેક્સીન ઓન વ્હીલ'
મુંબઈમાં ત્રણ મહિનામાં દરેકને વેક્સિન આપવામાં આવશે - BMC કમિશનર
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2021 | 8:06 PM
Share

15 ઓગસ્ટથી મુંબઈ લોકલ ટ્રેનમાં (Mumbai Local Train) જેમણે વેક્સિનના (Vaccination in Mumbai) બંને ડોઝ લઈ લીધા છે તેવા લોકો માટે મુસાફરી કરવાની છૂટ આપવામાં આવી છે, પરંતુ જેમણે હજુ સુધી વેક્સિન લીધી નથી, તેમની ચિંતા વધી છે. હવે તેઓ વહેલી તકે વેક્સિન મેળવવા માંગે છે. જે લોકોએ વેક્સિન નથી લીધી તે લોકો માટે એક મહત્વના સમાચાર છે.

આગામી ત્રણ મહિનામાં એટલે કે નવેમ્બરના અંત સુધીમાં મુંબઈના તમામ લોકોનું વેક્સિનેશન પૂર્ણ થઈ જશે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના કમિશનર ઈકબાલ સિંહ ચહલે મુંબઈમાં ત્રણ મહિનામાં દરેકને કોરોના વાયરસની વેક્સિન આપવાની ખાતરી આપી છે.

તમામ મુંબઈવાસીઓને નવેમ્બરના અંત સુધીમાં આપવામાં આવશે વેક્સિન 

હાલમાં મુંબઈમાં દરરોજ લગભગ 80 હજારથી 1 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. જ્યારે વેક્સિન વધુ ઉપલબ્ધ હોય ત્યારે એક દિવસમાં 1.5 લાખ લોકોને વેક્સિન આપવામાં આવે છે. આ રીતે BMC કમિશનર ઈકબાલ સિંહ ચહલના જણાવ્યા મુજબ આગામી સમયમાં મળનારા વેક્સિનના ડોઝની સંખ્યાના આધારે તમામ મુંબઈવાસીઓનું વેક્સિનેશન નવેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.

મુંબઈમાં 18 વર્ષથી વધુ ઉંમરના 90 લાખ લોકો છે, જેમને અત્યાર સુધીમાં 76 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. 19 લાખ લોકોએ બીજો ડોઝ પણ લઈ લીધો છે. મ્યુનિસિપલ, સરકારી અને ખાનગી સહિત કુલ 432 વેક્સિનેશન સેન્ટરોમાં વેકસીનેશન શરૂ કરવામાં આવ્યું છે. 18 વર્ષથી ઉપરના 90 લાખ લોકો માટે કુલ 1 કરોડ 80 લાખ ડોઝ (દરેક માટે બે ડોઝ) જરૂરી છે. અત્યાર સુધી જે ગતિએ વેક્સીનેશન ચાલુ છે તે જોતા નવેમ્બરના અંત સુધીમાં દરેકને વેક્સિન આપવામાં આવશે.

વેક્સિનના 14 દિવસ પછી જ મુંબઈ લોકલ જવાની પરવાનગી કેમ?

વેક્સિન લીધા પછી તમારે 14 દિવસ રાહ જોવી પડશે. આ પછી જ મુંબઈવાસીઓને મુંબઈ લોકલમાં મુસાફરી કરવાની છૂટ છે. આનું કારણ બીએમસી કમિશનરે પણ આપ્યું છે. કમિશનર ઈકબાલ સિંહ ચહલે જણાવ્યું હતું કે વેક્સિનના બીજા ડોઝ પછી 14 દિવસમાં કોરોના વાયરસ સામે લડવા માટે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ તૈયાર થાય છે. તેથી મુંબઈ લોકલમાં મુસાફરી માટે વેક્સિન લીધા પછી 14 દિવસ બાદ જવાનો નિયમ લાદવામાં આવ્યો છે.

મુંબઈમાં ડોર-ટુ-ડોર વેક્સિન બાદ હવે ‘વેક્સીન ઓન વ્હીલ’

બીએમસી હવે મુંબઈમાં ‘વેક્સીન ઓન વ્હીલ’ લોન્ચ કરી રહી છે. આ વેક્સીન ઓન વ્હીલ અંતર્ગત સ્થાનાંતર કરેલ કામદારો, હોકર્સ, એચઆઈવી દર્દીઓ, ટ્રાન્સજેન્ડર્સ, બાંધકામ કામ સાથે સંકળાયેલા લોકો, કુલીઓ અને મજૂર વર્ગનું કોરોના રસીકરણ કરવામાં આવશે. આ અંતર્ગત 4 વેક્સિન ઓન વ્હીલ તૈયાર કરવામાં આવી છે, જેમાં ડોકટરો, નર્સ સ્ટાફ વેક્સિનના ડોઝ રાખીને સમગ્ર મુંબઈમાં મુસાફરી કરશે અને લોકોને વેક્સિન આપશે.

આ ગાડીઓ મુંબઈના તમામ 24 વોર્ડમાં ફેરવવામાં આવશે. જેમને વેક્સિન આપવાની છે તેમની યાદી તૈયાર કરવામાં આવી છે અને તેના આધારે તેમને તેમના વિસ્તારોમાં જઈને વેક્સિન આપવામાં આવશે. આ વેક્સિન ઓન વ્હીલ BMC દ્વારા અમેરિકા-ઈન્ડિયા ફાઉન્ડેશનની મદદથી ચલાવવામાં આવશે.

આ પહેલા બીએમસીએ શહેરના વરિષ્ઠ નાગરિકો અને સગર્ભા સ્ત્રીઓ માટે ડોર ટુ ડોર વેક્સિનેશન અભિયાન પણ શરૂ કર્યું છે. મોબાઈલ વાનમાં વિવિધ હોકર્સ યુનિયન, એડ્સ નિયંત્રણ સંસ્થા અને એનજીઓ દ્વારા વહેલામાં વહેલી તકે મુંબઈ અને ઉપનગરોના તમામ વંચિત અને મજૂર વર્ગ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવશે. જેથી આખું મુંબઈ વહેલી તકે વેક્સિનેટેડ થઈ શકે.

આ પણ વાંચો : West Bengal: બળાત્કારને રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરે છે મમતા સરકાર, શુભેન્દુ અધિકારીએ લગાવ્યો આક્ષેપ

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">