મહારાષ્ટ્ર સમગ્ર દેશમાં કોરોના વેક્સિન આપવામાં નંબર વન રાજ્ય બન્યું

શનિવારે (4 સપ્ટેમ્બર) સાંજે 7 વાગ્યા સુધીમાં, 11 લાખ 91 હજાર 921 લોકોને એક દિવસમાં રસી આપવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં રસીકરણ અભિયાનનો આ અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે.

મહારાષ્ટ્ર સમગ્ર દેશમાં કોરોના વેક્સિન આપવામાં નંબર વન રાજ્ય બન્યું
મહારાષ્ટ્રએ બનાવ્યો રસીકરણનો નવો રેકોર્ડ

મહારાષ્ટ્રએ ફરી એક વખત મોટો રેકોર્ડ બનાવ્યો છે. રસીના બંને ડોઝ આપવામાં મહારાષ્ટ્ર દેશમાં પ્રથમ નંબરે છે. શનિવાર (4 સપ્ટેમ્બર) સાંજે 7 વાગ્યા સુધી એક દિવસમાં 11 લાખ 91 હજાર 921 લોકોને રસી આપવામાં આવી હતી. આ રીતે, રાજ્યમાં રસીકરણ અભિયાન હેઠળ (Vaccination in Maharashtra)  અત્યાર સુધીમાં આપવામાં આવેલી રસી ડોઝની કુલ સંખ્યા 6 કરોડ 27 લાખ સુધી પહોંચી ગઈ છે. દેશમાં ઉત્તરપ્રદેશ પછી મહારાષ્ટ્રએ આ રેકોર્ડ બનાવ્યો છે.

રાજ્યમાં 21 ઓગસ્ટે એક જ દિવસમાં 11 લાખ 4 હજાર 464 લોકોને રસી આપીને મહારાષ્ટ્રએ અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ બનાવ્યો હતો. શનિવારે મહારાષ્ટ્રએ તે રેકોર્ડ તોડ્યો અને નવી ઉંચાઈ હાંસલ કરી. શનિવારે રસીકરણ અભિયાન અંતર્ગત 11 લાખ 91 હજાર 921 લોકોને સાંજે 7 વાગ્યા સુધી રસી આપવામાં આવી હતી.

આ રસીકરણ કાર્યક્રમનો અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે અને આ રેકોર્ડ હાંસલ કરવામાં આરોગ્ય વિભાગે તમામ પાસાઓને ધ્યાને લીધા છે. જાહેર આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ ડો.પ્રદીપ વ્યાસે (Dr. Pradeep Vyas, Additional Chief Secretary of Health, Maharashtra)  રેકોર્ડ હાંસિલ થયા બાદ આ વાત કરી હતી.

રસીના બંને ડોઝ આપવામાં મહારાષ્ટ્ર દેશમાં નંબર વન છે

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 6 કરોડ 15 લાખ 16 હજાર 137 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. બંને ડોઝ લેનારા લોકોની સંખ્યાના સંદર્ભમાં મહારાષ્ટ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. કોરોના વિરોધી રસીકરણ સાથે જોડાયેલા અને શનિવારે જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટ અનુસાર મહારાષ્ટ્રમાં 1 કરોડ 71 લાખ લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

દિવસ દરમિયાન 4 હજાર 130 નવા કેસ, 2 હજાર 506 લોકો કોરોનાથી સાજા થયા

આ દરમિયાન, શનિવારે રાજ્યમાં 4 હજાર 130 નવા કોરોનાના કેસો નોંધાયા અને 2 હજાર 506 લોકો કોરોનામાંથી સાજા થઈને ઘરે ગયા. એ જ રીતે, શનિવારે રાજ્યમાં કોરોનાથી 64 લોકોના મોત થયા હતા. એક રીતે, ભલે એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ  ઘટી રહ્યું છે.

પરંતુ તેમ હોવા છતાં, દરરોજ મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત દર્દીઓ બહાર આવી રહ્યા છે. ઉપરાંત, એ પણ ભૂલવું ન જોઈએ કે કોરોનામાંથી સાજા થતા દર્દીઓની સંખ્યા કરતા કોરોનાના નવા કેસ સતત બહાર આવી રહ્યા છે. અને કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે.

આ પણ વાંચો :  Vaccination : 1 કરોડથી વધારે કોરોના રસીના ડોઝ આપનાર દેશનો પ્રથમ જિલ્લો બન્યો મુંબઈ, બનાવ્યો રેકોર્ડ

આ પણ વાંચો : Rain Alert: મુંબઈ, થાણેમાં મુશળધાર વરસાદની આગાહી, આગામી 4 દિવસ સુધી કોંકણ, મરાઠવાડામાં પડી શકે છે ભારે વરસાદ

Click on your DTH Provider to Add TV9 Gujarati