AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big News : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની સુરક્ષામાં ચૂક, શિંદેનું નામ લઈને કાફલામાં ઘૂસ્યો અજાણ્યો વ્યક્તિ !

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હાલ પુણેની બે દિવસની મુલાકાતે છે. આ દરમિયાન તેમના કાફલામાં એક અજાણ્યો વ્યક્તિ સુરક્ષાકર્મીઓને ચકમો આપીને અંદર ઘૂસી ગયો હોવાની ઘટના સામે આવી છે.

Big News : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની સુરક્ષામાં ચૂક, શિંદેનું નામ લઈને કાફલામાં ઘૂસ્યો અજાણ્યો વ્યક્તિ !
Union Home Minister Amit Shah
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2023 | 6:36 AM
Share

અમિત શાહની સુરક્ષામાં ચૂક થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ પુણેની બે દિવસીય મુલાકાતે છે, ત્યારે શનિવારે એક અજાણ્યો વ્યક્તિ સ્થાનિક પોલીસને ચકમો આપીને તેના કાફલામાં ઘૂસ્યો. તેઓ પોતાને સીએમ એકનાથ શિંદે અને તેમના સાંસદ પુત્ર શ્રીકાંત શિંદેના નજીકના ગણાવતા હતા. IB ટીમની નજર આ વ્યક્તિની ગતિવિધિઓ પર પડી, જે બાદ તે થોડીવારમાં જ ઝડપાઈ ગયો. પુણે પોલીસે આ વ્યક્તિને ઝડપી લીધો છે.

ગૃહ પ્રધાન અમિત શાહ હાલ મહારાષ્ટ્રના પ્રવાસે

હાલ અમિત શાહ અલગ-અલગ કાર્યક્રમોના સંદર્ભમાં બે દિવસીય પ્રવાસે છે. જો કે આ બધાની વચ્ચે શંકાસ્પદ યુવક સ્થાનિક પોલીસને ચકમો આપીને કાફલાની અંદર પ્રવેશવામાં સફળ થયો હતો. જો કે અધિકારીઓને આ અજાણ્યા વ્યક્તિની ગતિવિધિઓ પર શંકા ગઈ. ત્યારબાદ આ યુવકનો પીછો કરતા સ્થાનિક પોલીસે તેને પકડી પાડ્યો હતો.

અજાણ્યા વ્યક્તિનો પીછો કરી પોલીસે પકડી પાડ્યો

મહત્વનુ છે કે આ પહેલા અમિત શાહ પૂણેના ઓક્સફર્ડ એરપોર્ટ પર પહોંચ્યા હતા. CM એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે તેમનું સ્વાગત કર્યું હતુ. તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે, પાલક મંત્રી ચંદ્રકાંત પાટીલ, પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શેખર સિંહ, પોલીસ કમિશનર વિનય કુમાર ચૌબે પણ હાજર રહ્યા હતા.

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક થઈ હતી.કર્ણાટકમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન દરમિયાન PM મોદીએ હુબલીમાં રોડ શો કર્યો હતો. જ્યાં તેમની સુરક્ષામાં ક્ષતિ જોવા મળી હોવાનું સામે આવ્યુ હતુ. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જો કે બાદમાં હુબલી પોલીસે કહ્યું હતુ કે, રોડ શોમાં સુરક્ષામાં કોઈ ખામી નહોતી. પોલીસે દાવો કર્યો હતો કે, પીએમ મોદીના આગમન પહેલા લોકોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી.

Follow Us
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
ભરૂચઃ અંક્લેશ્વર ઔદ્યોગિક એકમો પર ઘેરાયું વીજ સંકટ, વીજ કાપનો નિર્ણય
ભરૂચઃ અંક્લેશ્વર ઔદ્યોગિક એકમો પર ઘેરાયું વીજ સંકટ, વીજ કાપનો નિર્ણય
ડાંગમાં નવરાત્રિમાં 30 થી વધુ આદિવાસી પરિવારોએ કરી ઘરવાપસી
ડાંગમાં નવરાત્રિમાં 30 થી વધુ આદિવાસી પરિવારોએ કરી ઘરવાપસી
વ્યારા સુગર મિલ સામે ખેડૂતોની 'છેલ્લી ચીમકી'
વ્યારા સુગર મિલ સામે ખેડૂતોની 'છેલ્લી ચીમકી'
અન્નપૂર્ણા ખોડલધામ રચવાનો ઈરાદો સામાજીક હશે તો સમાજ સ્વીકારશે:બાંભણિયા
અન્નપૂર્ણા ખોડલધામ રચવાનો ઈરાદો સામાજીક હશે તો સમાજ સ્વીકારશે:બાંભણિયા
Breaking: ચૈતર વસાવાના નાના ભાઈએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો કર્યો પ્રયાસ
Breaking: ચૈતર વસાવાના નાના ભાઈએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો કર્યો પ્રયાસ
વોકેશનલ ટ્રેનરોના પગારમાં મોટો કાપ, ઉકેલ નહીં આવે તો થશે 'આંદોલન'
વોકેશનલ ટ્રેનરોના પગારમાં મોટો કાપ, ઉકેલ નહીં આવે તો થશે 'આંદોલન'
g clip-path="url(#clip0_868_265)">