AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નાગપુરમાં હ્રદય દ્રાવક કાર અકસ્માત, પુરપાટ ઝડપે આવતી કારની નીચે આવી જનાર ત્રણ વ્યક્તિનો ચમત્કારીક બચાવ, જુઓ વીડિયો

નાગપુર જિલ્લાના દહેગાંવથી એક હૃદયદ્રાવક કાર અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. અહીં તેજ ગતિએ આવી રહેલી એક કાર ત્રણ લોકો ઉપરથી પસાર થઈ ગઈ હતી, પરંતુ ત્રણેય લોકો બચી ગયા હતા.

નાગપુરમાં હ્રદય દ્રાવક કાર અકસ્માત, પુરપાટ ઝડપે આવતી કારની નીચે આવી જનાર ત્રણ વ્યક્તિનો ચમત્કારીક બચાવ, જુઓ વીડિયો
Nagpur Car Accident
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2022 | 10:34 PM
Share

બે દિવસ પહેલા કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ (Nitin Gadkari) સંસદમાં માહિતી આપી હતી કે ભારતમાં વિશ્વમાં સૌથી વધુ માર્ગ અકસ્માતો થાય છે. તેમણે ગૃહને એ પણ જણાવ્યું હતું કે સરકાર આ માર્ગ અકસ્માતોને રોકવા માટે કેટલી હદે ગંભીર છે અને શું પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમના નિવેદનના બે દિવસ પછી, તેમના સંસદીય મતવિસ્તાર મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના દહેગાંવમાંથી એક ભયાનક કાર અકસ્માતનો (Nagpur car accident) વીડિયો સામે આવ્યો છે. અહીં તેજ ગતિએ આવી રહેલી એક કાર ત્રણ લોકો ઉપરથી પસાર થઈ ગઈ હતી. પરંતુ ત્રણેય લોકો બચી ગયા હતા. જો કે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બંનેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ અકસ્માત સીસીટીવીમાં કેદ થયો છે.

નાગપુરના દહેગાંવમાં એક ઝડપી કારે બાઇકને ટક્કર મારી હતી. કાર તેમની ઉપરથી પસાર થઈ ગઈ. પરંતુ આશ્ચર્યજનક રીતે ત્રણેય લોકો બચી ગયા હતા. હાલ આ અકસ્માત બાદ કાર ચાલક ફરાર હોવાનું જણાવાય રહ્યું છે. આ અકસ્માતનો સીસીટીવી વિડીયો જે કોઈ જોઈ રહ્યું છે. તે આ વાતને લઈને આશ્ચર્ય દર્શાવી રહ્યું છે કે, આખરે આટલી જોરદાર ટક્કર બાદ પણ ત્રણેય લોકો કેવી રીતે બચી ગયા. સીસીટીવી ફૂટેજ જોનારા લોકો અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના જીવ બચવાની ઘટનાને ચમત્કાર માની રહ્યા છે.

કાર ઉપરથી પસાર થઈ, છતાં ત્રણેય મિત્રો બચી ગયા

મૃત્યુ ઉપરથી પસાર થયું

સીસીટીવી વીડિયોમાં એક કાર રોડની બાજુમાં પાર્ક કરેલી જોવા મળે છે. એક માણસ સાઇકલ પર આવતો દેખાય છે. આ દરમિયાન અચાનક એક બાઇક પલટી મારીને રોડ પર ખેંચાતી જોવા મળે છે. જેમાં એક કાળા રંગની કાર પાછળથી આવતી જોવા મળે છે. તે આ બાઇકને ખૂબ જ ઝડપે ટક્કર આપતી અને તેને આગળ ખેંચીને લઈ જતી જોવા મળે છે. આ દરમિયાન કાર રસ્તા પરથી આગળ જતી જોવા મળે છે. સીસીટીવી વિડિયોમાં ત્રણેય લોકો અકસ્માતને કારણે નીચે પડતાં જોવા મળે છે.

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
g clip-path="url(#clip0_868_265)">