AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : ‘પુતિનનું બગડ્યુ છે બ્રેઈન, તેથી પરેશાન છે યુક્રેન’, કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેની રશિયા-યુક્રેન સંકટ પર અલગ વ્યાખ્યા

રામદાસ આઠવલેએ તેમની કાવ્યાત્મક શૈલીમાં કહ્યું છે, 'પુતિનનું બગડ્યુ છે બ્રેઈન, તેથી પરેશાન છે યુક્રેન'. આ શબ્દોમાં પોતાની લાગણી વ્યક્ત કરતાં રામદાસ આઠવલેએ રશિયા-યુક્રેનને અપીલ કરી છે કે ચર્ચા કરીને કોઈ રસ્તો કાઢે, શાંતિની આશા જગાવે.

Maharashtra : 'પુતિનનું બગડ્યુ છે બ્રેઈન, તેથી પરેશાન છે યુક્રેન', કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેની રશિયા-યુક્રેન સંકટ પર અલગ વ્યાખ્યા
Union Minister Ramdas Athawale (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 11:57 PM
Share

રશિયા-યુક્રેન યુદ્ધમાં (Russia Ukraine War) બોમ્બ, મિસાઈલ અને દારૂગોળાના ધડાકાના અવાજે દુનિયાને ચોંકાવી દીધી છે અને ચિંતામાં પણ નાખી દીધી છે. આવી સ્થિતિમાં, વિશ્વભરના ઘણા લોકો આ યુદ્ધ પર પોત-પોતાની રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે અને રશિયાને હુમલા રોકવાની અપીલ કરી રહ્યા છે. પ્રતિભાવ આપવાની રીતો અલગ અલગ હોઈ શકે છે, પરંતુ મોટાભાગના લોકોના સંદેશામાં સમાનતા છે, જેમા શાંતિને પ્રાધાન્ય છે. વિશ્વમાંથી આવેલી ઘણી બધી પ્રતિક્રિયાઓ તમે વાંચી હશે, સાંભળી હશે. અમે તમને જણાવી રહ્યા છીએ કે મહારાષ્ટ્રના મુંબઈથી રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ (Ramdas Athawale) આ સંકટ પર શું પ્રતિક્રિયા આપી છે.

રામદાસ આઠવલે દરેક મુદ્દા પર પોતાની શૈલીમાં પ્રતિક્રિયા આપવા માટે જાણીતા છે. તેઓ  સંસદમાં પણ આ જ રીતે રજુઆત કરે છે. દરેક વસ્તુમાં જોડકણાંનો ઉલ્લેખ હોય છે. લોકો ખડખડાટ હસી પડતા હોય છે. પરંતુ આ મુદ્દો ખૂબ જ ગંભીર છે. તેથી જ આઠવલેએ પોતાની વાત ગંભીરતાથી કહી છે.

ફરક એટલો જ છે કે તેઓ જે રીતે પ્રતિક્રિયા આપે છે તેમાં કોઈ ફેરફાર થયો નથી. રામદાસ આઠવલેએ તેમની કાવ્યાત્મક શૈલીમાં કહ્યું છે, ‘પુતિનનું બગડ્યુ છે બ્રેઈન, તેથી પરેશાન છે યુક્રેન’. આ શબ્દોમાં પોતાની લાગણી વ્યક્ત કરતાં રામદાસ આઠવલેએ રશિયા-યુક્રેનને અપીલ કરી છે કે ચર્ચા કરીને કોઈ રસ્તો કાઢે, શાંતિની આશા જગાવે.

ગો કોરોના ગો કવિતા પણ સોશિયલ મીડિયા પર થઈ હતી

આ પહેલા કોરોના પર રામદાસ આઠવલેની કવિતા ‘ગો કોરોના ગો’ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય થઈ હતી. હવે રશિયા-યુક્રેન સંકટ પર તેમણે પોતાની શૈલીમાં પ્રતિક્રિયા આપી છે. આ સિવાય રામદાસ આઠવલેએ રવિવારે અન્ય મુદ્દાઓ પર પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

છત્રપતિ શિવાજી મહારાજના વંશજ અને ભાજપના સાંસદ સંભાજી રાજે મરાઠા આરક્ષણના મુદ્દે રાજ્ય સરકારના વલણથી નારાજ છે. તેમણે રાજ્ય સરકાર પાસે 7 માંગણીઓ મૂકી હતી. આ માંગણીઓની પૂર્તિથી મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ અંગેની મુશ્કેલીઓ ઓછી થઈ શકે છે અને અનામત મેળવવાનો માર્ગ તૈયાર થઈ શકે છે.

પરંતુ રાજ્ય સરકારે 15 દિવસમાં માંગણીઓ સ્વીકારવાની ખાતરી આપીને 2 મહિના સુધી મામલો લટકાવી રાખ્યો હતો. તેના પર તેઓ મુંબઈના આઝાદ મેદાનમાં આમરણાંત ઉપવાસ પર બેઠા છે. આ મુદ્દા પર પ્રતિક્રિયા આપતા આઠવલેએ કહ્યું કે તેઓ મરાઠા આરક્ષણનું સમર્થન કરે છે અને 2 માર્ચે તેઓ આઝાદ મેદાન જશે અને સંભાજી રાજેને મળશે.

નવાબ મલિકના મુદ્દે કહ્યું, માણસ સારા છે, પણ સોદો સાચો નહોતો

NCP નેતા અને મંત્રી નવાબ મલિકને હાલમાં વિશેષ અદાલતે આઠ દિવસ માટે ED કસ્ટડીમાં મોકલી દીધા છે. તેના પર મુંબઈ વિસ્ફોટના આરોપી દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધિત લોકો સાથે પ્રોપર્ટીની લેવડ-દેવડ કરવાનો આરોપ છે. તેના જવાબમાં રામદાસ આઠવલેએ કહ્યું કે, ‘નવાબ મલિક સારા માણસ છે, પરંતુ તેમણે જે જમીનનો સોદો કર્યો છે તે સાચો નથી.’

આ પણ વાંચો :  મુંબઈના ઘણા ભાગોમાં પાવર કટના મુદ્દે મહારાષ્ટ્ર સરકાર ગંભીર, ઉર્જા મંત્રી નીતિન રાઉતે આપ્યા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ 

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">