ઉદ્ધવ ઠાકરેનો શિંદે પર પ્રહાર, “40 માથાવાળા રાવણે શ્રીરામનું ધનુષ-બાણ ફ્રીજ કરાવી દીધુ”

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Mina Pandya

Updated on: Oct 09, 2022 | 10:29 PM

Uddhav Thackeray: શિવસેનાનું ચૂંટણી ચિન્હ ધનુષ બાણને ફ્રીઝ કરવામાં આવ્યા બાદ રવિવારે ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક લાઈવ દ્વારા જનસંવાદ કર્યો. તેમણે EC પાસે તાત્કાલિક એક ચૂંટણી ચિન્હ અને નામ આપવાની માગ કરી છે.

ઉદ્ધવ ઠાકરેનો શિંદે પર પ્રહાર, 40 માથાવાળા રાવણે શ્રીરામનું ધનુષ-બાણ ફ્રીજ કરાવી દીધુ
ઉદ્ધવ ઠાકરે

કેન્દ્રીય ચૂંટણી પંચે શનિવારે શિવસેનાના ચૂંટણી ચિહ્નને સ્થિર કર્યા પછી ઉદ્ધવ ઠાકરેએ આજે (રવિવાર, ઑક્ટોબર 9) ​​ ફેસબુક લાઇવ દ્વારા જનસંવાદ કર્યો હતો. શિવસૈનિકો સાથે કરેલા આ સંબોધનમાં તેમણે કહ્યું, “આજે હું મારા પરિવાર સાથે વાતચીત કરી રહ્યો છું. બધું કર્યા પછી પણ કેટલાક લોકો અસંતુષ્ટ થઈ ચાલ્યા ગયા. કેટલાક લોકોએ આપણી સાથે દગો કર્યો છે. જેમને મુખ્યમંત્રી પદ જોઈતુ હતુ તેઓ તે પદ લઈને બેસી ગયા. તે હવે શિવસેના પાર્ટી પ્રમુખ બનવાનું સપનું જોઈ રહ્યા છે. ઘણી વખત અમે સહન કર્યું પણ હવે સહન નથી થતુ.”

આગળ, ઉદ્ધવ ઠાકરેએ કહ્યું ‘શિવાજી પાર્કમાં શિવસેનાની રેલી ન થાય તેના માટે પુરી તાકાત લગાવવામાં આવી છતાં પણ રેલી થઈ હતી. બે રેલીઓ થઈ હતી. પરંતુ એક દશેરા રેલી ફાઈવ સ્ટાર રેલી હતી. આપણી દશેરા રેલી અભૂતપૂર્વ હતી. નિષ્ઠા ખરીદી શકાતી નથી, તે આપણે દશેરાની રેલીમાં જોયું. હું આ માટે તમારો આભાર માનવા માંગુ છું.

‘શિવસેના’ એ જેમને નામ આપ્યું એમને જ તેમણે ડૂબાડી દીધુ’

શિવસેના નામ મારા દાદાએ આપ્યું હતું. થાણેએ શિવસેનાને પ્રથમ ચૂંટણી જીત અપાવી હતી. વસંતરાવ મરાઠે પ્રથમ કોર્પોરેટર બન્યા હતા. ઘણા લોકોને લાગે છે કે પાર્ટી તેમના દમ પર અહીં સુધી પહોંચી છે. એવું નથી આ માટે અનેક લોકોએ સહયોગ આપ્યો છે. પરંતુ કેટલાક લોકોએ માતા સમાન પક્ષની છાતી પર ખંજર ભોંકી દીધું છે. જે નામે તેમને નામ આપ્યુ, એ ઓળખને તેમણે ફ્રીઝ કરાવી દીધી.

‘મીંધે જુથનો ઉપયોગ થશે, પછી આગળ શું થશે?’

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું ‘ગઈકાલે ચૂંટણી પંચે શિવસેનાના ચૂંટણી ચિન્હને ફ્રીઝ કરી દીધું હતું. આ તો એવી વાત થઈ કે ચાલીસ માથાવાળા રાવણે ભગવાન શ્રી રામનું ધનુષ અને બાણ તોડી નાખ્યું. શિવસેના પાસેથી જ તાકાત મેળવ્યા બાદ તેમણે શિવસેનાનું જ ‘ધનુષ બાણ’ ફ્રીઝ કરાવી દીધુ. . આ ‘ધનુષ બાણ’ના તુટવાનો આનંદ આ મહાશક્તિને વધુ થઈ રહ્યો હશે. શિવસેનાને તોડીને તેમને શું મળ્યું? ભાજપ ‘મિંધે જૂથ’નો કેવી રીતે ઉપયોગ કરે છે, તે જોવાલાયક છે. જ્યારે તેમનો ઉપયોગ પણ નીકળી જશે, ત્યારે તેમનુ શું થશે તે જોવાલાયક થશે. ‘બોટલ પુરી થયા બાદ તેને કચરાપેટીમાં ફેંકી દેવામાં આવે છે.’

‘શિવસેનાને ખતમ કરવાનું કામ કોંગ્રેસે નથી કર્યું, તમે કર્યું’

વધુમાં શિવસેના પક્ષ પ્રમુખે કહ્યું ‘કોંગ્રેસે ક્યારેય શિવસેનાને ખતમ કરવાનું કામ કર્યું નથી, તમે કર્યું. થોડા સમય માટે પણ તમે ચૂંટણી ચિન્હ ફ્રીઝ કરાવી દીધુ, શિવસેનાનું નામ ફ્રીઝ કરાવી દીધુ. હવે સુપ્રીમ કોર્ટમાં જે 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો કેસ ચાલી રહ્યા છે. જો તેઓ ગેરલાયક ઠરશે તો આ પ્રતિકને ફ્રીઝ કરવાની જવાબદારી કોણ લેશે. કોઈ વાંધો નહીં, આ પણ એક પડકાર છે. સફળતાના બીજ સંકટમાં જ છુપાયેલા છે.

‘અમને તાત્કાલિક એક ચિહ્ન અને એક નામ આપો, આ જ છે EC સમક્ષ માંગ’

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમે ચૂંટણી પંચને પાર્ટી માટે ત્રણ નવા નામ અને ત્રણ ચૂંટણી પ્રતીક સૂચવ્યા છે. અમારી માંગ છે કે ચૂંટણી પંચ અમને વહેલી તકે નામ અને ઓળખ આપે. ઉદ્ધવ ઠાકરેએ ત્રણ નામ આપ્યા- શિવસેના બાળાસાહેબ ઠાકરે, શિવસેના બાળાસાહેબ પ્રબોધંકર ઠાકરે, શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે. આ સિવાય ઉદ્ધવ ઠાકરેએ ત્રિશૂળ, ઉગતો સૂર્ય, મશાલ એમ ત્રણ ચૂંટણી ચિન્હો પણ બતાવ્યા. આ પછી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે બીજું શું કરે, અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. અમારી માંગ છે કે ચૂંટણી પંચે તરત જ પક્ષનું ચૂંટણી ચિન્હ અને નામ આપે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati