TRP SCAM: રિપબ્લિક ટીવીએ મુંબઈ પોલીસને આ કેસમાં તપાસ સ્થગિત કરવા જણાવ્યું, સુપ્રિમ કોર્ટમાં કરી અરજી 

TRP કૌભાંડમાં 6 લોકોને મુંબઈ ક્રાઈમ બ્રાંચે સમન્સ પાઠવ્યા છે. જેમાં રિપબ્લિક ન્યૂઝ ચેનલના 4 વરિષ્ઠ સભ્યોને સમન્સ આપવામાં આવ્યુ છે તો સાથે હંસા રિસર્ચ ગ્રૂપના 2 સભ્યોને પૂછપરછ માટે બોલાવ્યા છે. મુંબઈ પોલીસ તરફથી કુલ 6ના આવતીકાલે પુછપરછ કરવામાં આવશે તો બીજી બાજુ રિપબ્લિક ન્યૂઝ ચેનલના એક વરિષ્ઠ અધિકારીએ સુપ્રિમ કોર્ટમાં કરેલી અરજીનો દાખલો […]

TRP SCAM: રિપબ્લિક ટીવીએ મુંબઈ પોલીસને આ કેસમાં તપાસ સ્થગિત કરવા જણાવ્યું, સુપ્રિમ કોર્ટમાં કરી અરજી 
Follow Us:
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: Oct 11, 2020 | 12:00 AM

TRP કૌભાંડમાં 6 લોકોને મુંબઈ ક્રાઈમ બ્રાંચે સમન્સ પાઠવ્યા છે. જેમાં રિપબ્લિક ન્યૂઝ ચેનલના 4 વરિષ્ઠ સભ્યોને સમન્સ આપવામાં આવ્યુ છે તો સાથે હંસા રિસર્ચ ગ્રૂપના 2 સભ્યોને પૂછપરછ માટે બોલાવ્યા છે. મુંબઈ પોલીસ તરફથી કુલ 6ના આવતીકાલે પુછપરછ કરવામાં આવશે તો બીજી બાજુ રિપબ્લિક ન્યૂઝ ચેનલના એક વરિષ્ઠ અધિકારીએ સુપ્રિમ કોર્ટમાં કરેલી અરજીનો દાખલો આપતા મુંબઈ પોલીસને એક પત્ર લખ્યો છે, જેમાં સમન્સ મુલતવી રાખતા આ કેસમાં તપાસ સ્થગિત કરવા જણાવ્યું છે. રિપબ્લિક ટીવીએ મુંબઈ પોલીસને આ કેસમાં તપાસ સ્થગિત કરવા જણાવ્યું છે. રિપબ્લિક ટીવીના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર (સીએફઓ) શિવ સુંદરમે મુંબઈ પોલીસને પત્ર લખીને જણાવ્યું છે કે તેઓ ફક્ત 14-15 ઓક્ટોબર સુધીમાં જ કથિત બનાવટી ટીઆરપી રેટિંગ કૌભાંડની તપાસમાં જોડાવા માટે ઉપલબ્ધ રહેશે અને મુંબઈ પોલીસને હાલની કાર્યવાહી સ્થગિત રાખવા જણાવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સાથે જ તેમને એ પણ કહ્યુ કે સુપ્રીમ કોર્ટે આ મામલે રિટ અરજીની સુનાવણી થાય ત્યા સુધી મુંબઈ પોલીસ આ મામલે તપાસ સ્થગિત રાખે. જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ (ક્રાઈમ બ્રાંચ) મિલિંદ ભરાંબેએ આ પત્ર મળવાની પુષ્ટિ પણ કરી છે. BARC (Broadcast audience research council)ની એક ફરિયાદના આધારે મુંબઈ પોલીસે આ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જણાવ્યા મુજબ રિપબ્લિક ટીવી અને અન્ય બે સ્થાનિક મુંબઈની ચેનલો નિર્ણાયક ડેટામાં હેરાફેરી કરવામાં સામેલ છે, જે દર્શાવે છે કે ટીવીના કયા કાર્યક્રમોને સૌથી વધુ જોવામાં આવે છે અને જાહેરાતકર્તાઓ દ્વારા તેનો ઉપયોગ જાહેરાત ખર્ચ સાથે સંબંધિત નિર્ણયો માટે કરવામાં આવે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">