શું ભારતમાં આવી રહી છે કોરોનાની ત્રીજી લહેર ? ઓમિક્રોન સહીતના આંકડાઓએ વધારી ચિંતા

કોરોનાનું નવું સ્વરૂપ ઓમિક્રોન ઝડપથી વિશ્વના 38 થી વધુ દેશોમાં પહોંચી ગયું છે. ભારતમાં પણ ઓમિક્રોનના કેસ સામે આવ્યા છે. આનાથી ચિંતા વધી છે. દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાનો ભય પણ લોકોને સતાવી રહ્યો છે.

શું ભારતમાં આવી રહી છે કોરોનાની ત્રીજી લહેર ? ઓમિક્રોન સહીતના આંકડાઓએ વધારી ચિંતા
પ્રતિકાત્મક તસવીર

કોરોનાનું નવું સ્વરૂપ ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યું છે. ઓમિક્રોન વેરિયન્ટના (Omicron Variant ) કેસ ભારતમાં પણ ધીમી ધીમે પ્રસરી રહ્યા છે. ઓમિક્રોનના ફેલાવાની વધુ ઝડપ જોઈને દેશમાં કોરોનાની ત્રીજી લહેર (third wave) આવવાનો ડર સતાવવા લાગ્યો છે. કેટલાક નિષ્ણાતોએ તેના વિશે વાત કરવાનું શરૂ કર્યું છે. તેમનુ કહેવુ છે કે ત્રીજી લહેર આવતા વર્ષની શરૂઆતના મહિનાઓમાં ટોચ પર આવશે.

નિષ્ણાતો દ્વારા કહેવામાં આવેલી કેટલીક બાબતો સાચી પડવાની સંભાવનાઓ છે. ટૂંક સમયમાં જ કોરોનાનું નવું સ્વરૂપ 38 થી વધુ દેશોમાં પહોંચી ગયું છે. આ વેરિયન્ટ ભારતમાં પણ  પહોચી ચૂક્યો છે. શનિવારે દેશમાં ઓમિક્રોનનો (Omicron) ચોથો કેસ સામે આવ્યો છે. વિદેશથી મુંબઈ પરત આવેલા યુવાનોમાં કોરોનાના નવા પ્રકારની પુષ્ટિ થઈ છે.

દેશનો ચોથો કેસ મુંબઈમા મુંબઈ નજીક આવેલા કલ્યાણ-ડોમ્બિવલી વિસ્તારમાં એક 33 વર્ષીય વ્યક્તિ ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત જોવા મળ્યો હતો. 24 નવેમ્બરે આ વ્યક્તિ દક્ષિણ આફ્રિકાના કેપટાઉનથી દુબઈ થઈને દિલ્હી આવ્યો હતો. દિલ્હીથી ફરી મુંબઈ પહોંચ્યો.

મહારાષ્ટ્રમાં, કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત વ્યક્તિની પુષ્ટિ થઈ છે. મુંબઈ નજીક આવેલા કલ્યાણ-ડોમ્બિવલી વિસ્તારમાં એક 33 વર્ષીય વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. 24 નવેમ્બરે આ વ્યક્તિ દક્ષિણ આફ્રિકાના કેપટાઉનથી દુબઈ થઈને દિલ્હી આવ્યો હતો. દિલ્હીથી ફરી મુંબઈ પહોંચ્યો. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ અમારી સહયોગી ન્યૂઝ ચેનલ Tv9 મરાઠી સાથે વાત કરતા આ સમાચારની પુષ્ટિ કરી છે.

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ ફોન પર વાતચીતમાં કહ્યું કે, ‘છેલ્લા ચાર-પાંચ દિવસથી અમે વિદેશથી આવેલા લોકોના જીનોમ સિક્વન્સિંગ મેળવી રહ્યા છીએ. તેનું પરીક્ષણ કસ્તુરબા ગાંધી હોસ્પિટલમાં શરૂ કરવામાં આવ્યું છે. આ પરીક્ષણોમાંથી, ઓમિક્રોન વેરિઅન્ટનો આ પહેલો કેસ છે જે સામે આવ્યો છે.

ઓમિક્રોન કયા કયા દેશોમાં પ્રસર્યો ? કોરોનાનું નવું વેરિયન્ટ ઓમિક્રોન અત્યાર સુધીમાં 38થી વધુ દેશોમાં ફેલાઈ ચૂક્યું છે. જેમાં ભારત, શ્રીલંકા, મલેશિયા, મેક્સિકો, ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, બોત્સ્વાના, બ્રાઝિલ, કેનેડા, ચેક રિપબ્લિક, ડેનમાર્ક, ફ્રાન્સ, જર્મની, ઘાના, હોંગકોંગ, આયર્લેન્ડ, ઇઝરાયેલ, ઇટાલી, જાપાન, મોઝામ્બિક, નેધરલેન્ડ, નાઇજીરીયાનો સમાવેશ થાય છે. , નોર્વે, પોર્ટુગલ, રિયુનિયન ટાપુઓ, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, સ્પેન, સ્વીડન, સ્વિટ્ઝર્લૅન્ડ, સંયુક્ત આરબ અમીરાત (UAE), યુનાઇટેડ કિંગડમ, અને યુનાઇટેડ સ્ટેટ્સ સહિત અન્ય દેશોનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ

UP Assembly Election 2022: આવતા અઠવાડિયે યુપીમાં ભાજપ કરશે છ રેલી, PM મોદી અને જેપી નડ્ડા સહિતના દિગ્ગજ નેતાઓ આપશે હાજરી

આ પણ વાંચોઃ

મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિયન્ટની દસ્તકથી તંત્રની વધી ચિંતા, સંપર્કમાં આવેલા તમામ લોકોની કરવામાં આવી તપાસ

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati