Maharashtra : ‘મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને BJP દબાણમાં’, શિવસેના નેતા સંજય રાઉતે ભાજપ પર કર્યા પ્રહાર
સંજય રાઉતે કહ્યુ કે, મરાઠી હિતોની વાત કરવી એ કેન્દ્ર સરકારનું બેવડું ચરિત્ર દર્શાવે છે. તેઓ દુકાનોના નામ મરાઠીમાં લખવાનો વિરોધ કરે છે અને મરાઠી હિતોની વાત કરે છે, કેન્દ્ર સરકારનું આ દંભી વલણ છે.
Maharashtra : શિવસેનાના ઉપનેતા અને સ્થાયી સમિતિના અધ્યક્ષ યશવંત જાધવના ઘરે આજે ત્રીજા દિવસે પણ આવકવેરાના દરોડા શરૂ થયા છે. ત્યારે શિવસેનાના સાંસદ સંજય રાઉતે (Sanajy Raut) ફરી એકવાર ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. સંજય રાઉતે કહ્યું,”મને લાગે છે કે માત્ર મહારાષ્ટ્રમાં જ ‘આવક’ અને ‘ટેક્સ’ છે. ભાજપ શાસિત રાજ્યોમાં (BJP Government) કોઈ આવક નથી અને ટેક્સ પણ નથી.
કેન્દ્રીય તપાસ એજન્સીઓને મહારાષ્ટ્રમાં જ કામ મળી ગયુ..!
મુંબઈમાં નગરપાલિકાની ચૂંટણી (Mumbai Election) આવી રહી છે.આથી કેન્દ્રીય તપાસ એજન્સીઓને મહારાષ્ટ્રમાં જ કામ મળી ગયુ છે. તેઓ જે શોધવા માગે છે તે તેમને શોધવા દો. તમે શોધતા જ રહેશો,જનતા જોઈ રહી છે.મહારાષ્ટ્ર સૌથી વધુ ટેક્સ ચૂકવે છે.મહારાષ્ટ્રની જનતાને હેરાન કરવાનું કામ શરૂ થઈ ગયું છે. અમે આ બધું સહન કરીશું પણ મહારાષ્ટ્ર ઝુકશે નહીં.
ભાજપ માત્ર દુકાનોમાં મરાઠી બોર્ડ લગાવવાની વાત કરે છે
આ સિવાય સંજય રાઉતે કહ્યુ કે, મરાઠી હિતોની વાત કરવી એ કેન્દ્ર સરકારનું બેવડું ચરિત્ર દર્શાવે છે. સંજય રાઉતે કહ્યું કે તેઓ મરાઠી ભાષાને ચુનંદા ભાષાનો દરજ્જો આપતા નથી, દુકાનોના નામ મરાઠીમાં લખવાનો વિરોધ કરે છે અને મરાઠી હિતોની વાત કરે છે.કેન્દ્ર સરકારનું આ દંભી વલણ છે.
ભાજપે ઠાકરે સરકારના દુકાનદારોને તેમની દુકાનોના નામ મરાઠીમાં લખવાના આદેશનો વિરોધ કર્યો છે.આ અંગે સંજય રાઉતે કહ્યુ કે,’ભાજપના વર્તને હંમેશા બેવડા પાત્રને ઉજાગર કર્યું છે.મરાઠી લોકોને આર્થિક નુકસાન પહોંચાડે છે.મરાઠી લોકોના હાથમાં પૈસા નથી,જેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.
ઉત્તર પ્રદેશમાં પરિવર્તનનો પવન :સંજય રાઉત
રવિવારે મુંબઈમાં સજય રાઉત પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા.તેમણે કહ્યુ’અમે ઉત્તર પ્રદેશથી આવ્યા છીએ.આદિત્ય ઠાકરે પણ પ્રચાર માટે ગયા હતા.ઉત્તર પ્રદેશમાં પરિવર્તન આવી રહ્યું છે. લોકોએ સત્તા બદલવાનું મન બનાવી લીધું છે.હાલ અખિલેશ યાદવની તરફેણમાં વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે. આ વખતે ઉત્તર પ્રદેશમાં પરિવર્તન જોવા મળશે. તેમજ અખિલેશ યાદવની સત્તા આવશે.
આ પણ વાંચો : દિશા સલિયનના મૃત્યુ સંબંધિત કેસમાં ખોટા આરોપ બદલ ફસાયા આ કેન્દ્રીય મંત્રી, મુંબઈમાં FIR દાખલ