Maharashtra: ‘હું પાટીલ છું, પાટીલ, સંજય રાઉત કરતાં પણ ખતરનાક ભાષામાં જવાબ આપી શકું છું’, ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે શિવસેના પર કર્યો પ્રહાર
'હું કોલ્હાપુર જિલ્લાના એક ગામનો પાટીલ છું. સંજય રાઉત સાથે હું ભયાનક ભાષામાં વાત કરી શકું છું. તેમના કરતા વધારે અપશબ્દ બોલી શકુ છું. જો હું શરૂ કરું, તો તેમને ભારે પડશે. પણ આવી ભાષા વાપરવી એ મારી સંસ્કૃતિ નથી. ચંદ્રકાંત પાટીલ પુણેમાં પત્રકારો સાથે વાત કરતા આ બોલી રહ્યા હતા.
મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના (BJP vs Shiv Sena) વચ્ચેની ખાઈ એટલી હદે વધી ગઈ છે કે તે મોટી લડાઈમાં ફેરવાઈ રહી છે. દલાલ, લફંગા સુધી તો અમે અહીં પણ લખી શકીએ છીએ. આવા ઘણા શબ્દોનો ઉપયોગ થઈ રહ્યો છે, જે અહીં લખી શકાય તેમ નથી. અંદાજ લગાવવા માટે એ જરૂર જણાવી દઈએ કે, એક દિવસ પહેલા જ સંજય રાઉતના શાબ્દિક હુમલાના જવાબમાં બીજેપી નેતા કિરીટ સોમૈયાએ કહ્યું હતું કે, ‘ડિક્શનરીમાં જેટલી ગાળો છે તે એકસાથે આપી દો, મારી માતાને વારંવાર પરેશાન થવાની જરૂર નહીં પડે.’ આજે (21 ફેબ્રુઆરી, સોમવાર) પણ કિરીટ સોમૈયાનો જવાબ આવ્યો છે કે, ‘સંજય રાઉતને ‘ભ’નો અર્થ સમજવાની જરૂર છે, હું ‘ભ’ છું, કે શું છું, મારી પત્ની જાણે છે.’ હવે આ અભદ્ર લડાઈમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ પણ કૂદી પડ્યા છે.
‘હું કોલ્હાપુર જિલ્લાના એક ગામનો પાટીલ છું. સંજય રાઉત સાથે હું ભયાનક ભાષામાં વાત કરી શકું છું. તેમના કરતા વધારે અપશબ્દ બોલી શકુ છું. જો હું શરૂ કરું, તો તેમને ભારે પડશે. પણ આવી ભાષા વાપરવી એ મારી સંસ્કૃતિ નથી. ચંદ્રકાંત પાટીલ પુણેમાં પત્રકારો સાથે વાત કરતા આ બોલી રહ્યા હતા.
ચંદ્રકાંત પાટીલ પર નિવેદન કરતા પહેલા સંજય રાઉતે તેમની ભાષા પર આપ્યું આ સ્પષ્ટીકરણ
વાસ્તવમાં સંજય રાઉતને પત્રકારોએ તેમની ભાષાના ઘટતા સ્તર અને અભદ્ર ભાષાના ઉપયોગનું કારણ પૂછ્યું હતું. તેના જવાબમાં સંજય રાઉતે કહ્યું કે, ‘હું એ જ ભાષા બોલું છું જે અન્ય વ્યક્તિ સમજે છે.’ આ જ વાતનો જવાબ ચંદ્રકાંત પાટીલે આપ્યો છે. તેલંગાણાના મુખ્યમંત્રી મુંબઈ આવ્યા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને મળ્યા. જેમાં ભાજપ વિરોધી પ્રાદેશિક પક્ષોનું ગઠબંધન બનાવવા અંગે ચર્ચા થઈ હતી. ચંદ્રકાંત પાટીલે પણ ભાજપ પર આ બધી બાબતોની અસર વિશે પોતાનો અભિપ્રાય આપ્યો હતો.
મહારાષ્ટ્ર અને તેલંગાણાના સીએમની બેઠક, ભાજપને કેટલું નુકસાન થશે
મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે તેલંગાણાના સીએમની મુલાકાત ભાજપ પર કેવી અસર કરશે? આ અંગે ચંદ્રકાંત પાટીલે કહ્યું કે, ‘2019ની લોકસભા ચૂંટણી વખતે પણ આ પ્રકારનું બિન-ભાજપ ગઠબંધન રચવામાં આવ્યું હતું અને એવી હવા ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે હવે ભાજપને બહુમતી મળવાની નથી. પણ શું થયું? પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપને 303 બેઠકો સાથે પૂર્ણ બહુમતી મળી છે. 2024ની ચૂંટણીમાં ભાજપની બેઠકો વધુ વધશે. ભાજપ વિરોધી શક્તિઓને સપના જોવા દો. સપના જોવામાં શું જાય છે? ગત વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાને ગોવામાં તમામ ઉમેદવારોના ભેગા કરીને 743 મત મળ્યા હતા.
ઉદ્ધવ ઠાકરે મારા મિત્ર – મારા મિત્ર, પવાર સંજય રાઉતની પાછળ કામ કરી રહ્યા છે
ચંદ્રકાંત પાટીલે કહ્યું કે, ‘સંજય રાઉત શરદ પવારના એજન્ડાને આગળ લઈ રહ્યા છે. સુપ્રિયા સુલે પોતાના દમ પર મુખ્યમંત્રી ન બની શકે. તેમણે સંજય રાઉત સાથે તેમની પુત્રીને આગળ લઈ જવાની છે. પરંતુ આમાં શિવસેના બરબાદ થઈ રહી છે. ઉદ્ધવ ઠાકરે મારા મિત્ર છે. શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેના ચિરંજીવ છે. ઘણા વર્ષોથી અમે સાથે કામ કર્યું છે. સંજય રાઉત કાલના આવ્યા છે. તેઓ અમને ન શીખવાડે. ઉદ્ધવ ઠાકરેએ સમજવું જોઈએ કે તેઓ કોના એજન્ડા પર કામ કરી રહ્યા છે. હું તેમને એટલું જ કહેવા માંગુ છું. હું કોઈને સલાહ આપી શકું તેવી સ્થિતિમાં નથી. મેં સંજય રાઉતને કોઈ સલાહ આપી નથી. ભગવાન પણ તેને સલાહ આપવાની હિંમત કરી શકે નહી. તેના જવાબમાં સંજય રાઉતે એમ પણ કહ્યું કે ચંદ્રકાંત પાટીલ તેમની પાર્ટી જુએ, અમને જ્ઞાન ન આપે.
આ પણ વાંચો : મુંબઈ: ઈન્ડિયાબુલ્સ ફાઈનાન્સ સેન્ટર પર EDના દરોડા, ઈન્ડિયાબુલ્સે કર્યો આ મોટો દાવો