AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parambir Singh Case: ભાગેડુ દરજ્જો રદ કરવા પરમબીર કોર્ટના શરણે, આજે ચાંદીવાલ કમિશન સમક્ષ થઈ શકે છે હાજર

ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ વિરુદ્ધ મુંબઈ અને થાણેમાં 5 કેસ નોંધાયેલા છે. ખંડણી કેસમાં પરમવીર સિંહ સહિત છ લોકો આરોપી છે. તેમાં સચિન વાઝે પણ સામેલ છે. આ કેસમાં સચિન વાઝેની ધરપકડ થઈ ચૂકી છે.

Parambir Singh Case: ભાગેડુ દરજ્જો રદ કરવા પરમબીર કોર્ટના શરણે, આજે ચાંદીવાલ કમિશન સમક્ષ થઈ શકે છે હાજર
Parambir Singh (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 10:35 AM
Share

મહિનાઓથી ગુમ થયેલા મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર (Former Mumbai Police Commissioner) પરમબીર  સિંહે (Param Bir Singh) નીચલી અદાલતમાં અરજી કરી અને મેજિસ્ટ્રેટની કોર્ટમાં તેમની વિરુદ્ધ અરજી દાખલ કરી તેમને ભાગેડુ જાહેર કરવાના આદેશને રદ કરવાની માંગણી કરી છે.

પરમબીર સિંહે એડવોકેટ ગુંજન મંગલા મારફત એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસબી ભાજીપાલે સમક્ષ અરજી દાખલ કરી છે. જેમાં તેમને ભાગેડુ જાહેર કરવાના આદેશને રદ કરવાની માગ કરવામાં આવી છે.

મહિનાઓ સુધી ગુમ થયા બાદ પરમબીર સિંહ મુંબઈ પહોંચ્યા, ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછ કરી મહિનાઓથી ગુમ થયેલા મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમ બીર સિંહ ગુરુવારે મુંબઈ પહોંચ્યા હતા. પરમબીર સિંહને કોર્ટે ફરાર જાહેર કર્યા છે. આ પહેલા બુધવારે લાંબા સમય બાદ મૌન તોડતા તેણે કહ્યું હતું કે તે ચંદીગઢમાં છે. તેણે એમ પણ કહ્યું કે તે ટૂંક સમયમાં મુંબઈમાં તેની સામેના કેસોની તપાસમાં જોડાશે. જે બાદ તે ગુરુવારે મુંબઈ પહોંચી ગયા હતા. જ્યાં પરમબીરસિંહ તેમની સામેના છેડતીના કેસમાં ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા હતા અને ક્રાઈમ બ્રાન્ચે પરમબીર સિંહની પૂછપરછ કરી હતી.

સૌથી પહેલા તે ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે પહોંચ્યા હતા અને લગભગ 7 કલાક સુધી તેની પૂછપરછ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, DCP નીલોત્પલ અને તેમની ટીમે ગોરેગાંવમાં નોંધાયેલા રિકવરી કેસમાં તેમની પૂછપરછ કરી છે. આ કેસમાં સિંહ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું અને થોડા દિવસો પહેલા તેને ભાગેડુ જાહેર પણ કરવામાં આવ્યો હતો.

ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ વિરુદ્ધ મુંબઈ અને થાણેમાં 5 કેસ નોંધાયેલા છે. ખંડણી કેસમાં પરમવીર સિંહ સહિત છ લોકો આરોપી છે. તેમાં સચિન વાઝે પણ સામેલ છે. આ કેસમાં સચિન વાઝેની ધરપકડ થઈ ચૂકી છે, જેને હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં કોર્ટમાં મોકલવામાં આવ્યો છે. આ જ ખંડણીના કેસમાં પણ ફોર્ટ કોર્ટે પરમવીર સિંહને ભાગેડુ જાહેર કર્યો છે.

સુપ્રીમ કોર્ટે સુરક્ષા આપવાનો આદેશ આપ્યો હતો સુપ્રીમ કોર્ટે સોમવારે કથિત છેડતીના કેસમાં પરમબીર સિંહને ધરપકડથી રક્ષણ આપ્યું છે. તેને મંજૂર કરતાં કોર્ટે પરમબીર સિંહને તપાસમાં સામેલ થવાનો નિર્દેશ આપ્યો હતો. સુનાવણી દરમિયાન પરમબીર સિંહના વકીલે કહ્યું હતું કે તેઓ દેશમાં છે. તેના વકીલે કહ્યું હતું કે, તે ફરાર થવા માંગતા નથી. તે ભાગવા માંગતા નથી. જો કે, મુદ્દો એ છે કે તે મહારાષ્ટ્રમાં પ્રવેશતાની સાથે જ તેનો જીવ જોખમમાં આવી જશે.

આ પણ વાંચો : Corona Update : કોરોનાના નવા વેરિયન્ટે વધારી ચિંતા, કેન્દ્રએ રાજ્યોને મુસાફરોનું ટેસ્ટિંગ અને સ્ક્રીનિંગ કરવા આપ્યા નિર્દેશ

આ પણ વાંચો : Tega Industries IPO : 1 ડિસેમ્બરે આવી રહી છે કમાણી માટેની તક, સંપૂર્ણ OFS છે IPO

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">