AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: ત્રિપુરા હિંસાના વિરોધમાં બંધનું એલાન બન્યું હિંસક ! નાંદેડ, માલેગાંવ અને અમરાવતીમાં તોડફોડ અને પથ્થરમારો, લગભગ 23 ઘાયલ; દુકાનો તોડી

લઘુમતી સંગઠનોનો આરોપ છે કે તાજેતરમાં ત્રિપુરામાં મોટા પાયે સાંપ્રદાયિક હિંસા થઈ હતી. બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા બાદ ત્રિપુરામાં વાતાવરણ ગરમાયું હતું.

Maharashtra: ત્રિપુરા હિંસાના વિરોધમાં બંધનું એલાન બન્યું હિંસક ! નાંદેડ, માલેગાંવ અને અમરાવતીમાં તોડફોડ અને પથ્થરમારો, લગભગ 23 ઘાયલ; દુકાનો તોડી
મહારાષ્ટ્રના નાંદેડ, અમરાવતી અને માલેગાંવમાં હિંસા ફાટી નીકળી હતી.
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2021 | 7:58 AM
Share

ત્રિપુરા હિંસા (Tripura violence) ના વિરોધમાં મુસ્લિમ સંગઠનોએ શુક્રવારે મહારાષ્ટ્ર (Maharashtra violence) ના ઘણા શહેરોમાં બંધનું એલાન આપ્યું હતું, જે દરમિયાન ત્રણ શહેરોમાં હિંસા ફાટી નીકળી હતી. નાંદેડ(Nanded), માલેગાંવ (Malegaon) માં ફાટી નીકળેલી હિંસામાં લગભગ 23 લોકો અને 7 પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

બંને શહેરોમાં ટોળાએ દુકાનોને નિશાન બનાવી તોડફોડ કરી હતી. બીજી તરફ અમરાવતી (Amravati) માં ટોળાએ 22 જેટલી દુકાનોને આગ ચાંપી દીધી હતી. આ તોડફોડના વિરોધમાં ભાજપે આજે અમરાવતીમાં બંધનું એલાન આપ્યું છે. પોલીસે હિંસાની ઘટનાઓમાં 3 શકમંદોની અટકાયત કરી છે.

મહારાષ્ટ્રના ગૃહપ્રધાન દિલીપ વાલ્સે પાટીલે કહ્યું, “સ્થિતિ નિયંત્રણમાં છે. હું વ્યક્તિગત રીતે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા તેનું નિરીક્ષણ કરી રહ્યો છું. જો કોઈ દોષિત સાબિત થશે તો તેને બક્ષવામાં આવશે નહીં. આપણે સામાજિક સમરસતા જાળવવાની જરૂર છે, હું બધાને અપીલ કરું છું. હું પોલીસને પણ પરિસ્થિતિને કાબૂમાં લેવા અપીલ કરું છું. સંયમ અને શાંતિ જાળવી રાખો.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ત્રિપુરામાં હિંસા સામે આજે રાજ્યભરના મુસ્લિમોએ વિરોધ માર્ચ કાઢી હતી. આ દરમિયાન નાંદેડ, માલેગાંવ, અમરાવતી અને અન્ય કેટલાક સ્થળોએ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. હું તમામ હિંદુઓ અને મુસ્લિમોને શાંતિ જાળવવા અપીલ કરું છું.

મોરચો કાઢવા માટે પોલીસ પાસેથી પરવાનગી લેવામાં આવી ન હતી અમરાવતી ડીસીપી વિક્રમ સાલીએ જણાવ્યું કે પાંચ ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. અત્યારે અહીં શાંતિ છે. આ વિરોધ કૂચ માટે પોલીસની પરવાનગી લેવામાં આવી ન હતી. ફરિયાદના આધારે અમે સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરીશું. જણાવી દઈએ કે શુક્રવારે મુસ્લિમ સંગઠનોએ મહારાષ્ટ્રના ઘણા શહેરોમાં બંધનું એલાન આપ્યું હતું.

આ દરમિયાન ઘણી જગ્યાએ હિંસાના અહેવાલો છે. નાંદેડમાં, હિંસક ટોળાએ ઘણી દુકાનોમાં તોડફોડ કરી અને ભારે પથ્થરમારો કર્યો જેમાં 2 પોલીસકર્મીઓ ઘાયલ થયા. સરકારી વાહનોને નુકસાન થયું છે. બીજી તરફ માલેગાંવમાં ભારે હોબાળો થયો હતો અને હિંસક ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

અશોક ચવ્હાણે પણ હિંસાને ખોટી ગણાવી હતી નાંદેડના પાલક પ્રધાન અશોક ચવ્હાણે શુક્રવારે મોડી રાત્રે કહ્યું હતું કે ત્રિપુરાની ઘટના પર પ્રતિબંધ વ્યક્ત કરવા માટે લોકો નાંદેડમાં એકઠા થયા હતા પરંતુ લોકોએ હિંસાનો આશરો લીધો જે ખોટું છે. હાલ પરિસ્થિતિ કાબૂમાં છે અને ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

હિંસા કેવી રીતે ફાટી નીકળી? પ્રાપ્ત માહિતી અનુસાર, મહારાષ્ટ્રના નાંદેડમાં ભારત બંધના એલાનને હિંસક વળાંક લીધો છે. દુકાનો બળજબરીથી બંધ કરાવવામાં આવી છે અને પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો છે. નાંદેડમાં મુસ્લિમ સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. પરંતુ થોડી જ વારમાં આ પ્રદર્શન હિંસક બની ગયું અને દુકાનો પણ બળજબરીથી બંધ કરાવવામાં આવી. મોટી સંખ્યામાં રસ્તાઓ પર પથ્થરમારો પણ થયો હતો અને પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ હતી.

માલેગાંવમાં દુકાનોને પણ નુકસાન થયું છે અને પોલીસ સાથે અથડામણ થઈ છે. માલેગાંવ ઉપરાંત અમરાવતીમાં પણ ઉગ્ર હંગામો થયો હતો. ત્યાં પણ દુકાનો બંધ હતી અને પોલીસ સાથે ઘર્ષણના અહેવાલો છે.

મુસ્લિમ સંગઠનોનો આરોપ છે કે તાજેતરમાં ત્રિપુરામાં મોટા પાયે સાંપ્રદાયિક હિંસા થઈ હતી. બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા બાદ ત્રિપુરામાં વાતાવરણ ગરમાયું હતું. મુસ્લિમ સંગઠનોએ આરોપ લગાવ્યો હતો કે તેમને ત્યાં ધમકાવવામાં આવી રહ્યા છે અને હુમલો કરવામાં આવી રહ્યો છે.

મસ્જિદોને નુકસાન અને તોડફોડ કરવામાં આવી હોવાના અહેવાલો પણ હતા. પરંતુ પોલીસે તેમની તપાસમાં આ સમાચારને નકારી કાઢ્યા હતા. પરંતુ તે તંગ વાતાવરણ અને કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટને કારણે સમગ્ર દેશમાં ત્રિપુરા હિંસા સામે વિરોધ થયો.

આ પણ વાંચો: દેશના ઘણા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, જાણો કયા રાજ્યમાં કેવું રહેશે હવામાન

આ પણ વાંચો: સંસ્કૃતિ મંત્રાલયે લોન્ચ કરી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ મોબાઈલ એપ, આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી સંબંધિત મળશે માહિતી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">