નેતાજીનો અલગ અંદાજ ! પોતાની દિકરીના લગ્નમાં ડાન્સ કરતા સાંસદ સંજય રાઉતનો વીડિયો થયો વાયરલ

|

Nov 29, 2021 | 6:03 PM

શિવસેના સાંસદ સંજય રાઉતની પુત્રી પૂર્વશી રાઉતના લગ્ન સમારોહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સંજય રાઉત NCP સાંસદ સુપ્રિયા સુલે સાથે ડાન્સ ફ્લોર પર ડાન્સ કરતા જોવા મળે છે.

નેતાજીનો અલગ અંદાજ ! પોતાની દિકરીના લગ્નમાં ડાન્સ કરતા સાંસદ સંજય રાઉતનો વીડિયો થયો વાયરલ
Sanjay Raut

Follow us on

Viral Video: શિવસેના સાંસદ સંજય રાઉતની (Sanjay Raut) પુત્રી પૂર્વશી રાઉત સોમવારે લગ્નના બંધનમાં બંધાઈ છે. આ લગ્ન સમારોહ નિમિતે સાંસદના ઘરે રવિવારે સંગીત કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે તેની દિકરીના લગ્નમાં સાંસદ સંજય રાઉત ખુશીથી ડાન્સ કરતા જોવા મળ્યા હતા. જેનો વીડિયો હાલ ઈન્ટરનેટ (Internet) પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે NCP સાંસદ સુપ્રિયા સુલે સાથે ડાન્સ (Dance) કરતા જોવા મળી રહ્યા છે. બંનેના ડાન્સનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર છવાયો છે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

તમને જણાવી દઈએ કે પોતાના તીક્ષ્ણ નિવેદનોને કારણે ચર્ચામાં રહેલ રાઉતની છબી એક ગંભીર નેતાની માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તેમનો આ વીડિયો જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

 

જુઓ વીડિયો

 

આ સોંગ પર સાંસદે ઠુમકા લગાવ્યા

વાયરલ થઈ રહેલા વીડિયોમાં સાંસદ સંજય રાઉત અને સુપ્રિયા સુલે ‘ Lamberghini’ સોંગ પર ધૂમ મચાવતા જોવા મળી રહ્યા છે. થોડા સમય બાદ રાઉતની પત્ની વર્ષા અને સુપ્રિયાના પતિ પણ આવે છે અને તેમની સાથે ડાન્સ કરે છે. વીડિયોમાં રાઉતના ચહેરા પર દિકરીના લગ્નની ખુશી સ્પષ્ટ જોવા મળી રહી છે.

 

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો યુઝર્સને (Users) ખુબ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોને રાજકીય પક્ષોના સમર્થકો અને નેતાઓના ચાહકોએ પણ જબરદસ્ત પ્રતિસાદ આપ્યો હતો. યુઝર્સ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝરે લખ્યુ ‘વાહ…સંજય ભાઉ’.જ્યારે અન્ય યુઝર્સ પણ નેતાજીના આ અંદાજની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

 

 

આ પણ વાંચો : Maharashtra: શાળાઓ ખોલવાને લઈને મુંઝવણ હજુ પણ યથાવત, કેબિનેટની બેઠકમાં કોઈ ચર્ચા ન થયાનું આરોગ્ય પ્રધાને જણાવ્યું

 

આ પણ વાંચો : મુંબઇ લોકલ ટ્રેનના ટાઈમ ટેબલમાં ફેરફાર, પીક અવર્સ દરમિયાનની ટ્રેનમાં વધારો કરાયો

Next Article