મુંબઇ લોકલ ટ્રેનના ટાઈમ ટેબલમાં ફેરફાર, પીક અવર્સ દરમિયાનની ટ્રેનમાં વધારો કરાયો

Mumbai: અગાઉ CSMTથી બાંદ્રા વચ્ચે 2 ટ્રેન સેવા હતી, તે હવે ગોરેગાંવ સુધી ચાલશે. જ્યારે હાલમાં CSMTથી ગોરેગાંવ વચ્ચે 42 સેવાઓ છે. આ તમામ સેવાઓના વિસ્તરણ સાથે, હવે 106 સેવાઓ હાર્બર લાઇન પર ગોરેગાંવ સુધી ચાલશે.

મુંબઇ લોકલ ટ્રેનના ટાઈમ ટેબલમાં ફેરફાર, પીક અવર્સ દરમિયાનની ટ્રેનમાં વધારો કરાયો
Mumbai Local train
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2021 | 3:41 PM

મુંબઇ લોકલ ટ્રેનના(Mumbai local train) ટાઇમ ટેબલમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. કોરોના(Corona) સમયગાળા પછી મુસાફરો(Passengers)ની સુવિધાને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ રેલવે(Central Railway)એ હાર્બર, ટ્રાન્સ-હાર્બર લાઇન, બેલાપુર(Belapur), નેરુલ અને ખારકોપરને જોડતા ચોથા કોરિડોરના સમયપત્રકમાં સુધારો કર્યો છે. આ ટાઈમ ટેબલ(Time table) 1 ડિસેમ્બર 2021થી લાગુ થશે.

હાલમાં મુખ્ય લાઇનની સેવાઓમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સેન્ટ્રલ રેલવે(Central Railway)ના જનરલ મેનેજર અનિલ કુમાર લાહોટીએ જણાવ્યું હતું કે, ”પશ્ચિમ રેલવેના સંકલનમાં પનવેલથી અંધેરી અને CSMTથી અંધેરી સેવાઓના વિસ્તરણથી મુસાફરોનો સમય બચશે. તે મુસાફરોને નવી મુંબઈ અને મુંબઈ વચ્ચે એકીકૃત મુસાફરી કરવામાં પણ મદદ કરશે.”

હાર્બર સેવાઓનું ગોરેગાંવ સુધી વિસ્તરણ

સેન્ટ્રલ રેલવેએ હાર્બર લાઇનની સેવાઓને ગોરેગાંવ સ્ટેશન સુધી લંબાવી છે. આ સાથે હાર્બર લાઇનથી ગોરેગાંવ સુધી કુલ 106 સેવાઓ ઉપલબ્ધ થશે. રેલવે પણ આ વિસ્તરણને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વિસ્તરણ મુસાફરોને સુવિધા આપશે. સેન્ટ્રલ રેલવેના એક અધિકારીના જણાવ્યા અનુસાર હાલમાં સીએસએમટીથી અંધેરી સ્ટેશન સુધી 44 સેવાઓ ચાલી રહી છે. હવે તેને ગોરેગાંવ સુધી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પનવેલ અને અંધેરી વચ્ચે ચાલતી 18 સેવાઓને પણ ગોરેગાંવ સુધી લંબાવવામાં આવી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

હાર્બર લાઇન પર 614 સેવાઓ ચાલશે સેન્ટ્રલ રેલવેના જણાવ્યા અનુસાર  હાર્બર લાઇન પર લોકલ ટ્રેનની કુલ સંખ્યા 614 હશે, જ્યારે ટ્રાન્સહાર્બર લાઇન પર 262 સેવાઓ હશે.

પીક અવર્સ દરમિયાન સેવાઓમાં વધારો થયો ચોથા કોરિડોર પર, પીક અવર્સ દરમિયાન સેવાઓના સમયપત્રકમાં સુધારો કરવામાં આવ્યો છે, પરંતુ સેવાઓની કુલ સંખ્યા 40 માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. માનખુર્દથી શરૂ થતી સેવાઓ હવે પ્લેટફોર્મ નંબર 3ને બદલે પ્લેટફોર્મ નંબર 2 પરથી ચાલશે.

મુંબઇ લોકલ ટ્રેનના ટાઇમ ટેબલમાં કરેલા ફેરફારથી મુસાફરોને ઘણી રાહત થશે. ઘણી  ટ્રેનનું વિસ્તરણ થવાથી મુસાફરોને વારંવાર ટ્રેન બદલવાની મુશ્કેલીમાંથી મુક્તિ મળશે. ખાસ કરીને પીક અવર્સમાં ટ્રેનની ફ્રીકવન્સી વધતા મુસાફરોએ ઓછી ભીડનો સામનો કરવો પડશે.

આ પણ વાંચોઃ Farm Laws Repeal Bill 2021 : લોકસભા બાદ રાજ્યસભામાં પણ કૃષિ કાયદા પરત ખેંચવા માટેનું બિલ પાસ, લોકસભા આવતીકાલ સવાર સુધી સ્થગિત

આ પણ વાંચોઃ રાજયમાં ફરી કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી, 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી માવઠું પડશે

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">