શિવસેના સાંસદ રાહુલ શેવાલે પર બળાત્કારનો આરોપ, મહિલાએ સાકીનાકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
શિવસેનાના નેતા અને સાંસદ રાહુલ શેવાળે (MP Rahul Shewale) પર એક મહિલાએ બળાત્કારનો આરોપ (accused of rape) લગાવ્યો છે. આ અંગે મહિલાએ સાકીનાકા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.
શિવસેનાના નેતા અને સાંસદ રાહુલ શેવાળે (Rahul Shewale) પર એક મહિલાએ બળાત્કારનો (Rape) આરોપ લગાવ્યો છે. આ અંગે મહિલાએ સાકીનાકા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે. સાકીનાકા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે આ મામલે લેખિત અરજી છે, હજુ સુધી FIR નોંધવામાં આવી નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. 21 એપ્રિલે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ યુનિટે મહારાષ્ટ્રના મંત્રી ધનંજય મુંડે પાસેથી 5 કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરતી એક મહિલાની ધરપકડ કરી છે. મહારાષ્ટ્રના સામાજિક ન્યાય પ્રધાન અને એનસીપીના નેતા ધનંજય મુંડેએ એક મહિલા વિરુદ્ધ 5 કરોડ રૂપિયાની વસૂલાતની માંગણી કરતી ફરિયાદ દાખલ કરી હતી.
પોલીસે આ મામલે FIR નોંધી હતી. ફરિયાદ મુજબ એક પરિચિત વ્યક્તિએ 5 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. જો પૈસા નહીં આપે તો મહિલા પર બળાત્કારનો ખોટો કેસ કરવાની ધમકી આપી હતી. મુંબઈના મલબાર હિલ પોલીસ સ્ટેશનમાં આ મામલે FIR નોંધવામાં આવી હતી. આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. કેબિનેટ મંત્રી ધનંજય મુંડેને ધમકી આપનાર અને 5 કરોડ રૂપિયાની માંગણી કરનાર મહિલાએ તેમને ફેબ્રુઆરી અને માર્ચ વચ્ચે આંતરરાષ્ટ્રીય નંબર પરથી ફોન કર્યો હતો.
ઈન્ટરનેશનલ નંબર પરથી કર્યો હતો ફોન
ઈન્ટરનેશનલ નંબર પરથી ફોન કર્યા બાદ મહિલાએ તેમની પાસે પાંચ કરોડની દુકાન અને મોંઘા મોબાઈલ ફોનની માંગણી કરી હતી. જો માંગ નહીં સંતોષાય તો સોશિયલ મીડિયા પર મંત્રીને બદનામ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ ધમકી બાદ ધનંજય મુંડેએ એક ઓળખીતા વ્યક્તિ દ્વારા કુરિયરના માધ્યમથી મહિલાને ત્રણ લાખ રૂપિયા અને એક મોંઘો મોબાઈલ ફોન મોકલ્યો હતો.
પહેલા પણ કેસ નોંધાવી ચૂકી છે મહિલા
આ પછી પણ મહિલા મંત્રી પાસે પાંચ કરોડ રૂપિયાની માંગ કરતી રહી. આ પછી ધનંજય મુંડેએ આ મામલે પોલીસમાં ફરિયાદ કરી હતી. ગયા વર્ષે એક મહિલાએ મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં મંત્રી ધનંજય મુંડે વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. આ પછી મહિલાએ પોતાની ફરિયાદ પાછી ખેંચી લીધી હતી.