હેવાનિયતની હદ પાર : મહારાષ્ટ્રના રત્નાગીરીના જંગલમાં ગરોળી પર બળાત્કાર, પોલીસે ચારની કરી ધરપકડ
ઘટનાની જાણ થતા જ સાંગલી ફોરેસ્ટ રિઝર્વમાં તહેનાત જંગલ વિભાગના અધિકારીઓએ (Forest Officer) સીસીટીવી ફૂટેજની (CCTV Footage) મદદથી આરોપીઓને શોધી કાઢ્યા હતા.
Maharashtra : એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રના ગોથાણે ગામ નજીક સહ્યાદરી ટાઈગર રિઝર્વમાં (Sahydari Tiger Reserve) બંગાળ મોનિટર ગરોળી ( bengal monitor lizard) પર બળાત્કાર કરવા બદલ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, શિકારીઓ તરીકે ઓળખાતા આરોપીઓ કથિત રીતે ગોથાણે ખાતે ગાભા વિસ્તારમાં સહ્યાદરી ટાઈગર રિઝર્વના કોર ઝોનમાં પ્રવેશ્યા હતા અને આ કૃત્ય આચર્યું હતુ.
ઘટનાની જાણ થતા પોલીસ દોડતી થઈ
ગુનેગારોની ઓળખ સંદીપ તુકરામ, પવાર મંગેશ, જનાર્દન કામટેકર અને અક્ષય સુનીલ તરીકે કરવામાં આવી છે. મહારાષ્ટ્ર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે(Maharashtra Forest Department) આરોપીના મોબાઈલ ફોન ચેક કર્યા બાદ આ સમગ્ન ઘટનાની જાણ થઈ હતી. અધિકારીઓને કૃત્યનું રેકોર્ડિંગ મળ્યું જેમાં આરોપીએ મોનિટર ગરોળી સાથે કથિત રીતે ગેંગરેપ કરતા જોવા મળ્યા હતા.
જો કે બાદમાં સાંગલી ફોરેસ્ટ રિઝર્વમાં તહેનાત જંગલ વિભાગના અધિકારીઓએ (Forest Officer) સીસીટીવી ફૂટેજની (CCTV Footage)મદદથી આરોપીઓને શોધી કાઢ્યા હતા.જેમાં તેઓ જંગલમાં ફરતા જોવા મળ્યા હતા.વિગતો અનુસાર અધિકારીઓએ જણાવ્યું હતુ કે ત્રણ આરોપી કોંકણથી કોલ્હાપુરના ચંદોલી ગામમાં શિકાર માટે આવ્યા હતા.
દોષિતોને સાત વર્ષની જેલની સજા થઈ શકે છે
આ ઘટનાથી હેરાન થયેલા વન અધિકારીઓ આરોપીઓ સામેના આરોપો અંગે ચર્ચા કરવા માટે ભારતીય દંડ અદાલતમાં આ મુદ્દો ઉઠાવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેમની સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જેઓ જાણતા નથી તેમના માટે, બંગાળ મોનિટર ગરોળી એ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ આરક્ષિત પ્રજાતિ છે. જો દોષિત ઠેરવવામાં આવે, તો આરોપીને સાત વર્ષની જેલની સજા થઈ શકે છે.
બંગાળ મોનિટર લિઝાર્ડ
બંગાળ મોનિટર એક મોટી ગરોળી છે. આ ગરોળી ભારતીય ઉપખંડ તેમજ દક્ષિણપૂર્વ એશિયા અને પશ્ચિમ એશિયાના ભાગોમાં જોવા મળે છે. આ મોટી ગરોળી મુખ્યત્વે જમીન પર રહે છે. તેની કુલ લંબાઈ લગભગ 61 થી 175 સેમી (24 થી 69 ઇંચ) સુધીની હોય છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચો : Maharashtra Police Alert: આગામી તહેવારો પહેલા પોલીસ એલર્ટ, કોમી તણાવ ટાળવા માટે મહારાષ્ટ્રમાં 2 લાખ પોલીસકર્મીઓ તૈનાત