શિવસેના સાંસદ ભાવના ગવલી આજે પણ ED સમક્ષ હાજર નહિ થાય, જાણો શા માટે પુછપરછ મુલતવી રાખવા કરી માંગ ?
ભાવના ગવલીએ ફરી ED સમક્ષ 15 દિવસ પુછપરછ મુલતવી રાખવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે ED દ્વારા તેને સમન્સ પાઠવવામાં આવ્યુ હતુ.
Maharashtra : શિવસેના સાંસદ ભાવના ગવલી આજે પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ઓફિસમાં પૂછપરછ માટે હાજર થશે નહીં. ED એ મની લોન્ડરિંગ કેસમાં(Money Laundering Case) ભાવના ગવલીને પુછપરછ માટે બીજુ સમન્સ મોકલ્યુ હતુ. ત્યારે ભાવના ગવલીએ ફરી 15 દિવસ પુછપરછ મુલતવી રાખવા માંગ કરી છે. તમને જણાવી દઈએ કે, સાંસદ ગવલીને ચિકનગુનિયા થયો છે. જેને કારણે, તેમણે પૂછપરછ માટે ઇડી ઓફિસમાં આવવાની અસમર્થતા વ્યક્ત કરી છે.ઉલ્લેખનીય છે કે, ભાવના ગવલી યવતમાલ જિલ્લાના વાશિમથી સાંસદ છે અને શિવસેનાના નેતા છે.
ભાવના ગવલીએ ફરી 15 દિવસ પુછપરછ મુલતવી રાખવા કરી માંગ
ED એ ભાવના ગવલીને પૂછપરછ માટે 20 ઓક્ટોબરે બેલાર્ડ પિયર્ડ ઓફિસમાં હાજર રહેવા આદેશ કર્યો છે. ભાવના ગવલીને સવારે 11 વાગ્યે પૂછપરછ માટે આવવા આદેશ કરવામાં આવ્યો છે. ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં વધુ પુછપરછ માટે ભાવના ગવલીને બીજુ સમન્સ મોકલ્યુ છે, જે અંતર્ગત ગવલીએ પૂછપરછ માટે હાજર થવાનો ઇનકાર કર્યો છે. અગાઉ 4 ઓક્ટોબરના રોજ તેમને બોલાવવામાં આવ્યા હતા. પરંતુ ભાવના પૂછપરછ માટે હાજર થઇ ન હતી.
મની લોન્ડિરિંગ કેસમાં ભાવના ગવલીની મુશ્કેલી વધી !
ઇડી મની લોન્ડિરિંગ કેસમાં ભાવના ગવલીના ટ્રસ્ટમાં થયેલી 72 કરોડની ગેરરીતિની હાલ તપાસ કરી રહી છે. મહિલા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ, વાશિમ સ્થિત સાંસદ ભાવના ગવલીમાં (Bhavna Gawali) કર્મચારીઓ સાથે જોડાયેલા કેસો અને ગવલીના નજીકના સહયોગી સઇદ ખાન દ્વારા કરવામાં આવેલા રસ્તાના કામમાં કૌભાંડ મામલે ED દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે,12 ઓક્ટોબરના રોજ ED ના અધિકારીઓએ આ મામલે તપાસ કરી હતી. જેમાં તેમની પાસેથી મળેલી માહિતીના આધારે, ટ્રસ્ટના વડા ભાવના ગવલીની હવે પૂછપરછ હાથ ધરવામાં આવશે.
ભાવના ગવલી સામે આ આક્ષેપો છે
ભાવના ગવલીના નજીકના સહયોગી સઇદ ખાન હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. તેની પૂછપરછમાં ગેરરીતિના ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ભાવના ગવલીને તે કેસોમાં પૂછપરછ કરવા ઇડીએ (Enforcement Directorate) સમન્સ પાઠવ્યુ છે. તેમને 4 ઓક્ટોબરે સમન્સ પાઠવીને હાજર થવા માટે કહ્યું હતું. પરંતુ ભાવના ગવલી તે સમયે પણ હાજર રહી નહોતી. ઉપરાંત તેમણે 15 દિવસની મુદત વધારવા માટે ED સમક્ષ માંગ કરી હતી. હવે આ સમયગાળો પૂરો થયો છે. પરંતુ ભાવના ગવલીએ ફરી એક વખત ચિકનગુનિયાને ટાંકીને 15 દિવસ પુછપરછ મુલતવી રાખવા માંગ કરીછે. તેમના પર મહિલા પ્રતિષ્ઠાન ટ્રસ્ટને ખાનગી કંપનીમાં રૂપાંતરિત કરવાનો અને બનાવટી કંપનીઓ દ્વારા કંપનીના ખાતામાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરવાનો આરોપ છે.
આ પણ વાંચો : ગેંગસ્ટર સુરેશ પુજારીની ફિલિપાઈન્સમાં ધરપકડ, મુંબઈ પોલીસ 2007થી તેને શોધતી હતી
આ પણ વાંચો : Aryan Khan Bail : આર્યન ખાનની જામીન અરજી પર આજે કોર્ટનો ચુકાદો