વિશ્વાસઘાતથી શિવસેના અને મહારાષ્ટ્ર બંને થયા બદનામ, ઉદ્ઘવ ઠાકરેનો CM શિંદે પર પ્રહાર
ઉદ્ધવ ઠાકરેની મુલાકાત અને શુક્રવારે દિઘેની જન્મજયંતિ નિમિત્તે આયોજિત મેડિકલ કેમ્પને થાણે જિલ્લામાં શિવસેના (UBT)ને ફરીથી એકત્ર કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે. તેમને આનંદ મઠમાં દિઘેને પુષ્પાંજલિ અર્પણ કરી.

શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યપ્રધાન એકનાથ શિંદેના રાજકીય માર્ગદર્શક ગણાતા નેતા સ્વર્ગસ્થ નેતા આનંદ દિઘેની જન્મજયંતિની પૂર્વસંધ્યા પર મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક ચિકિત્સા શિવિરનું ઉદ્ઘાટન કર્યુ. આનંદ દિઘેની લોકપ્રિયતાએ થાણેને અવિભાજિત શિવસેના માટે સૌથી સુરક્ષિત સીટ બનાવી દીધી હતી, પરંતુ ગયા વર્ષે જૂનમાં શિંદેના બળવા પછી પ્રદેશમાં પાર્ટીનો મોટાભાગનો ટેકો તેમની (શિંદેની) બાળાસાહેબચી શિવસેનાના ખાતામાં ગયો હતો.
ઉદ્ધવ ઠાકરેની મુલાકાત અને શુક્રવારે દિઘેની જન્મજયંતિ નિમિત્તે આયોજિત મેડિકલ કેમ્પને થાણે જિલ્લામાં શિવસેના (UBT)ને ફરીથી એકત્ર કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે. તેમને આનંદ મઠમાં દિઘેને પુષ્પાંજલિ અર્પણ કરી. આનંદ મઠ દાયકાઓથી થાણેમાં શિવસેનાની ગતિવિધિઓનો ગઠ રહ્યો છે. આ અવસર પર ગયા વર્ષે જૂનમાં શિવસેનાના શિંદે અને 39 ધારાસભ્યોના બળવો અને મહા વિકાસ અઘાડી સરકારના પતનનો ઉલ્લેખ કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે શિવસેના અને મહારાષ્ટ્રને કપટ અને પક્ષપલટાથી બદનામ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના રાજકારણમાં થશે ઉથલપાથલ ? લોકસભા ચૂંટણીમાં શરદ પવાર આપશે ભાજપને સાથ, જાણો કોણે આપ્યું આ નિવેદન
શિવસેના પોતાના લક્ષ્યથી ડગી નથી
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ગુરુવારની નાની મુલાકાત અહીંના લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે હતી. તેની સાથે જ તેમને વાયદો કર્યો કે તે થાણેના લોકોનું રાજકીય સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા જલ્દી જ જનસભાને સંબોધિત કરવા પરત આવશે. તેમણે કહ્યું કે, મને સંતોષ છે કે હાલના પ્રતિકૂળ સંજોગો છતાં શિવસેના તેના લક્ષ્યથી હટી નથી. શિવસેનાના સુપ્રીમો (બાળ ઠાકરે)એ આપણને શીખવ્યું છે કે 80 ટકા સામાજિક કામ છે, માત્ર 20 ટકા રાજકીય કામ છે. સાચા સૈનિકો (શિવસૈનિક) અમારી સાથે છે.
જે અમને છોડીને ગયા, 50 કરોડ રૂપિયામાં વેચાયા
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જે લોકોએ છોડી દીધું તેઓએ પોતાને વેચવાનું પસંદ કર્યું. તેણે લોકોને પૂછ્યું કે શું તમે જાણો છો કે તેઓ કેટલામાં વેચાયા હતા. તેના પર લોકોએ જવાબ આપ્યો, 50 કરોડ રૂપિયા. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં રાહુલ ગાંધીના નેતૃત્વવાળી ભારત જોડો યાત્રા દરમિયાન પણ 50 કરોડ રૂપિયાનું આ સ્લોગન સાંભળી શકાય છે અને દાવો કર્યો હતો કે તેનો વીડિયો તેમને પાર્ટીના રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે બતાવ્યો હતો.