રાજકારણની ખીચડી રંધાશે ? આજે શરદ પવાર, એકનાથ શિંદે અને ફડણવીસ સાથે ડિનર પર કરશે ચર્ચા

આ પહેલીવાર નથી જ્યારે એનસીપી અને બીજેપી નજીક જોવા મળી હોય. આ પહેલા પણ બંને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ઘણી વખત મુલાકાત કરી ચુક્યા છે. પીએમ મોદી અને એનસીપી પ્રમુખ શરદ પવારની નિકટતા જાણીતી છે

રાજકારણની ખીચડી રંધાશે ? આજે શરદ પવાર, એકનાથ શિંદે અને ફડણવીસ સાથે ડિનર પર કરશે ચર્ચા
Sharad Pawar will discuss with Eknath Shinde and Fadnavis over dinner today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2022 | 8:49 AM

મહારાષ્ટ્રમાં (Maharashtra ) ભાજપ અને એનસીપી (NCP) વચ્ચે ફરી એક વખત નિકટતા જોવા મળી રહી છે. NCP (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના પ્રમુખ શરદ પવાર આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળે તેવી શક્યતા છે. આ મીટિંગ રાત્રે ડિનર પર થઈ શકે છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ બેઠક રાજકીય છે કે બીજું કંઈક. સૂત્રો દ્વારા જાણવા મળે છે કે મુંબઈ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીને લઈને ત્રણેય નેતાઓ વચ્ચે ચર્ચા થશે.

તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે એનસીપી અને બીજેપી નજીક જોવા મળી હોય. આ પહેલા પણ બંને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ઘણી વખત મુલાકાત કરી ચુક્યા છે. પીએમ મોદી અને એનસીપી પ્રમુખ શરદ પવારની નિકટતા જાણીતી છે. તે જ સમયે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પછી, જ્યારે શિવસેનાએ સીએમના નામ પર ભાજપને આંચકો આપ્યો, ત્યારે દેવેન્દ્ર ફડણવીસે ઉતાવળમાં અજિત પવાર સાથે સરકાર બનાવી. જોકે, આ સરકાર એક-બે દિવસમાં પડી ગઈ.

ડિનરમાં રાજકીય ચર્ચા નહીં થાય : સૂત્રો

ભાજપના સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું કે, “મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપી પ્રમુખ શરદ પવાર અને અન્ય લોકો બુધવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમના ગરવારે ક્લબમાં રાત્રિભોજન કરશે.” બીજી બાજુ દેવેન્દ્ર ફડણવીસના નજીકના સહયોગીએ જણાવ્યું કે, MCA એક ખૂબ જ પ્રતિષ્ઠિત સંગઠન છે. એમસીએની ચૂંટણીને લઈને દેવેન્દ્ર ફડણવીસ અને શરદ પાવર વચ્ચે વાતચીત થશે. આ દરમિયાન કોઈ રાજકીય ચર્ચા થશે નહીં.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આશિષ શેલાર અને શરદ પાવર જૂથ હાથ મિલાવે છે

તમને જણાવી દઈએ કે, આ વખતે મુંબઈ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી ખૂબ જ રસપ્રદ રહેશે, કારણ કે આ ચૂંટણી માટે એનસીપી પ્રમુખ શરદ પવાર અને બીજેપીના મુંબઈ અધ્યક્ષ આશિષ શેલાર એકસાથે જોડાયા છે. તેઓ એકબીજા સાથે જોડાઈ ગયા છે. તેમના જોડાણ પહેલા, ભૂતપૂર્વ ક્રિકેટર સંદીપ પાટીલને આંચકો લાગ્યો છે કારણ કે સંદીપ પાટીલે 8 ઓક્ટોબરે ઉમેદવારી નોંધાવી હતી. શરદ પવાર જૂથ પણ તેમને સમર્થન આપી રહ્યું હતું, પરંતુ છેલ્લી ઘડીએ શરદ પવારે સંદીપ પાટીલને ઝાટકો આપી આશિષ શેલાર સાથે હાથ મિલાવ્યા હતા. બીજી તરફ એનસીપીના સાથી પક્ષો રાજકીય ક્ષેત્રે અને ક્રિકેટના મેદાનમાં અલગ-અલગ આવતા ભાજપ-એનસીપી પર નિશાન સાધી રહ્યા છે.

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">