AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : મુંબઈમાં KCR ને મળ્યા પછી શરદ પવારે ભાજપ વિરુદ્ધ ગઠબંધન પર બોલવાનું ટાળ્યુ

સૌથી મહત્વની વાત એ છે કે કેસીઆર શિવસેનાના નેતા સીએમ ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા. NCP નેતા શરદ પવાર સાથે વાત કરી. કોંગ્રેસના કોઈ નેતાને મળ્યા નથી. તેના પર કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેની પ્રતિક્રિયા પણ આવી છે.

Maharashtra : મુંબઈમાં KCR ને મળ્યા પછી શરદ પવારે  ભાજપ  વિરુદ્ધ ગઠબંધન પર બોલવાનું ટાળ્યુ
Joint press conference of Sharad Pawar and KCR
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2022 | 12:09 AM
Share

તેલંગાણાના સીએમ કે. ચંદ્રશેખર રાવ રવિવારે મહારાષ્ટ્રના (Maharashtra) મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ એનસીપીના વડા શરદ પવારને મુંબઈમાં તેમના સિલ્વર ઓક નિવાસસ્થાને મળ્યા હતા. આ બેઠક લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી. આ પછી બંનેએ સાથે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં શરદ પવારે ગરીબી પર વાત કરી, બેરોજગારી પર વાત કરી, ભૂખમરા પર વાત કરી, દેશના વિકાસ સાથે જોડાયેલી સમસ્યાઓ પર વાત કરી, પરંતુ ભાજપ સામે ગઠબંધન કરવા  અને અને તેમાં કોંગ્રેસની ભાગીદારીના મુદ્દે કઈ નિવેદન આપ્યુ ન હતું. પરંતુ કેસીઆરએ કોઈપણ ખચકાટ વિના સ્પષ્ટપણે કહ્યું કે દેશમાં બધું બરાબર નથી ચાલી રહ્યું. પરિવર્તન માટે, સમાન વિચારધારાવાળા લોકો સાથે આવવું જરૂરી છે અને શરદ પવાર સૌથી વધુ અનુભવી છે, તેથી તેમણે બિન-ભાજપ દળોનું નેતૃત્વ કરવું જોઈએ. ટૂંક સમયમાં બધા બારામતીમાં મળશે.

તેલંગાણાએ દેશને રસ્તો બતાવ્યો છે

શરદ પવારે પત્રકાર પરિષદમાં કહ્યું કે, આજની બેઠક થોડી અલગ છે. સામાન્ય રીતે આવી બેઠક બાદ એવી ચર્ચાઓ શરૂ થાય છે કે શું ગઠબંધન થઈ રહ્યું છે? આજની બેઠકમાં, અમે દેશમાં જે સમસ્યાઓ છે તેમાંથી બહાર નીકળવા માટે શું કરવું જોઈએ તે વિશે વાત કરી. ગરીબીની સમસ્યાઓ પર વાત થઈ, ભૂખમરાની વાત થઈ, બેરોજગારીની વાત થઈ, ખેડૂતોની સમસ્યાઓ પર વાત થઈ, તેલંગાણાએ દેશને રસ્તો બતાવ્યો છે. તેમણે ખેડૂતો માટે સારું કામ કર્યું છે. બહુ રાજકીય ચર્ચા થઈ ન હતી. આ સમસ્યાઓનું નિરાકરણ શોધવામાં વિકાસના કામો માટે સૌએ સાથે આવવાની વાત કરી હતી.

બિન-ભાજપ દળોનું સંમેલન યોજાશે બારામતીમાં

સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કેસીઆરે કહ્યું, આ દેશ યોગ્ય રીતે ચાલી રહ્યો નથી. આઝાદીના 75 વર્ષ પછી પણ દેશ અપેક્ષા મુજબ પ્રગતિ કરી શક્યો નથી. આના કારણો શોધવા જરૂરી છે અને તેનો ઉકેલ પણ શોધવો જરૂરી છે. અમે તેમની સાથે માત્ર ચર્ચા જ નથી કરી, પણ તેમને અમને માર્ગદર્શન આપવા માટે અપીલ પણ કરી હતી. અમારી સાથે જોડાવા માગતા તમામ લોકો સાથે અમે વાત કરીશું. ત્યાર બાદ જે પણ કાર્યક્રમ થશે તે દેશની સામે રજૂ કરીશું. સમાન વિચારધારા ધરાવતા પક્ષો અને નેતાઓને એક કરવા જરૂરી છે. અમે ઈચ્છીએ છીએ કે શરદ પવાર આ મામલે અમારું નેતૃત્વ કરે. કદાચ અમે બધા બારામતી (શરદ પવારના વિસ્તાર)માં મળીએ.”

કેસીઆરે જે સીએમ ઉદ્ધવ સાથે થયેલી વાત કહી

કેસીઆરે તેલંગાણા રાજ્યની રચના માટેના સમર્થન બદલ પવારનો પણ આભાર માન્યો હતો. એકંદરે, સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે કેસીઆરની પ્રેસ કોન્ફરન્સ અને શરદ પવાર સાથે પીસીએ બે અલગ વસ્તુઓ જાહેર કરી. કેસીઆર અને ઉદ્ધવે દેશમાં ભાજપ વિરુદ્ધ વિપક્ષી ગઠબંધન બનાવવા માટે સમાન અવાજ ઉઠાવ્યો હતો. પરંતુ અહીં પવારે સ્પષ્ટ કહ્યું કે દેશની સમસ્યાઓ પર ચર્ચા થઈ. કોઈ રાજકીય ચર્ચાઓ થઈ ન હતી.

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેની પ્રતિક્રિયા પણ આવી

બીજો તફાવત એ છે કે મહારાષ્ટ્રના સીએમ સાથેના પીસીમાં, કેસીઆરે સામે ચાલીને હૈદરાબાદમાં સમાન વિચારધારા ધરાવતી શક્તિઓની કોન્ફરન્સ યોજવાની વાત કરી હતી. અને અહીં તેમણે શરદ પવારના ગઢ ગણાતા બારામતીમાં આ સંમેલન યોજવાની વાત કરી હતી. ત્રીજી અને સૌથી મહત્વની વાત એ છે કે કેસીઆર શિવસેનાના નેતા સીએમ ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા. NCP નેતા શરદ પવાર સાથે વાત કરી. પરંતુ કોંગ્રેસના કોઈ નેતાને મળ્યા નથી. તેના પર કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેની પ્રતિક્રિયા પણ આવી છે. તેમણે કહ્યું કે તમે ગમે તેટલી કોશિશ કરો, ભાજપ સામે કોંગ્રેસને સાથે લીધા વિના સ્પર્ધા કરી શકાશે નહીં.

શરદ પવારની મહત્વની ભૂમિકા

અંતે એટલું ચોક્કસ કહી શકાય કે શરદ પવારે ભાજપ સામે ગઠબંધનની શરૂઆત પર ભલે કંઈ ન કહ્યું હોય, પરંતુ આ પીસીમાં તેમના નજીકના નેતા પ્રફુલ્લ પટેલે ભાજપને ટક્કર આપવા માટે તમામ શક્તિઓ એકસાથે લગાવવાની વાત કરી છે. કોઈપણ રીતે, પવાર વિશે એવું કહેવાય છે કે તેઓ જે બોલે છે તે કરતા નથી, જે નથી બોલતા તે ખરેખર  કરે છે. એટલે કે કેન્દ્રની મોદી સરકાર વિરુદ્ધ વિપક્ષી ગઠબંધનનું મિલન, સંયોજન, સંમેલન બધું જ શરૂ થઈ ગયું છે અને તેમાં શરદ પવારની મહત્વની ભૂમિકા છે.

આ પણ વાંચો :  Maharashtra: BMCના ખર્ચનું કરવામાં આવે સ્પેશીયલ CAG ઓડિટ, પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કરી માગ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">