Maharashtra New DGP: રજનીશ શેઠ બનશે મહારાષ્ટ્રના નવા ડીજીપી, અત્યાર સુધી આ વધારાનો કાર્યભાર સંજય પાંડે પર હતો

મહારાષ્ટ્રના નવા ડીજીપી રજનીશ શેઠ હશે. તેઓ સંજય પાંડે પાસેથી આ કાર્યભાર સંભાળશે. અત્યાર સુધી સંજય પાંડે પાસે ડીજીપીનો વધારાનો હવાલો હતો.

Maharashtra New DGP: રજનીશ શેઠ બનશે મહારાષ્ટ્રના નવા ડીજીપી, અત્યાર સુધી આ વધારાનો કાર્યભાર સંજય પાંડે પર હતો
Rajneesh Seth will be the new DGP of Maharashtra (Photo Courtesy- ANI)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 9:49 PM

મહારાષ્ટ્રના નવા ડીજીપી (Maharashtra New DGP) રજનીશ શેઠ હશે. તેમને મહારાષ્ટ્રના પોલીસ મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ સંજય પાંડે પાસેથી રાજ્યના ડીજીપી પદનો ચાર્જ સંભાળશે. અત્યાર સુધી સંજય પાંડે (Sanjay Pandey) પાસે ડીજીપીનો વધારાનો હવાલો હતો. વિપક્ષ સતત એ વાતની ટીકા કરતો હતો કે રાજ્ય પાસે એક ફૂલ ટાઈમના ડીજીપી નથી. કોર્ટે ફૂલ ટાઈમના ડીજીપી ન હોવા સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. તેથી, હવે સરકારે સંજય પાંડે પાસેથી ડીજીપીનો વધારાનો ચાર્જ લઈને રજનીશ શેઠને રાજ્યના ડીજીપી તરીકે નિયુક્ત કર્યા છે.

રજનીશ શેઠ 1988 બેચના આઈપીએસ અધિકારી છે. મુંબઈના આઝાદ મેદાનમાં રમખાણો સમયે રજનીશ શેઠ મુંબઈના કાયદો અને વ્યવસ્થા વિભાગના સહાયક પોલીસ કમિશનર હતા. રજનીશ શેઠ ફોર્સ વન મહારાષ્ટ્રના વડા રહી ચૂક્યા છે. તેમણે ગૃહ વિભાગના અગ્ર સચિવ તરીકે પણ જવાબદારી નિભાવી છે.

સંજય પાંડે 2021થી રાજ્યના DGPનો વધારાનો હવાલો સંભાળી રહ્યા હતા

સંજય પાંડે એપ્રિલ 2021થી રાજ્યના ડીજીપીનો વધારાનો હવાલો સંભાળી રહ્યા હતા. રાજ્યને પૂર્ણકાલીન પોલીસ મહાનિર્દેશક મળવો જોઈએ, તેની લાંબા સમયથી માગ કરવામાં આવી રહી હતી. આ માંગણીઓને ધ્યાનમાં રાખીને આખરે શુક્રવારે (18 ફેબ્રુઆરી) રજનીશ શેઠને મહારાષ્ટ્રના નવા પોલીસ મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મુંબઈમાં 26/11ના હુમલા સમયે ફોર્સ વનની રચના કરવામાં આવી હતી. ત્યારે રજનીશ શેઠ આ ટીમના વડા હતા. રજનીશ શેઠ બે વર્ષ મુંબઈના એડિશનલ પોલીસ કમિશનરના પદ પર પણ રહ્યા હતા.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

 આ રીતે થાય છે રાજ્યના ડીજીપીની નિમણૂક

રાજ્યમાં પોલીસ મહાનિર્દેશકની નિમણૂક એક પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે. રાજ્યના 10 વરિષ્ઠ અધિકારીઓના નામ સેન્ટ્રલ પબ્લિક સર્વિસ કમિશન (UPSC) ને મોકલવામાં આવે છે. યુપીએસસી દ્વારા તેમાંથી ત્રણ વરિષ્ઠ અધિકારીઓના નામની ભલામણ કરવામાં આવે છે. આ ત્રણ નામમાંથી કોઈપણ એકને ડીજીપીના પદ પર નિયુક્ત કરવામાં આવે છે. હેમંત નાગરાલે, કે. વેંકટેશમ, રજનીશ શેઠના નામની ભલામણ કરવામાં આવી હતી. આ નામોમાંથી અંતે રજનીશ શેઠની પસંદગી કરવામાં આવી છે.

આ પણ વાંચો : Maharashtra: બીજેપી નેતા પંકજા મુંડેએ બીડ જિલ્લામાં લિંગ ગુણોત્તરમાં ઘટાડાને લઈને વ્યક્ત કરી ચિંતા, કહ્યું- ‘બધાએ સાથે મળીને કામ કરવું પડશે’

g clip-path="url(#clip0_868_265)">